કચ્છી શાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કચ્છી શાલ અને કારીગર.

કચ્છી શાલ એ ગુજરાતના કચ્છ વિસ્તારમાં વણવામાં આવતી પરંપરાગત શાલ છે. આ શાલ મોટાભાગે કચ્છી ભાતમાં કચ્છના ભુજોડી ગામમાં બનાવવામાં આવે છે.[૧] કચ્છી શાલ વણકરો મોટાભાગે મારવાડી અને મહેશ્વરી સમુદાયના હોય છે.[૨]

કચ્છી શાલને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ (નોંધણી અને સુરક્ષા) કાયદો, ૧૯૯૯ હેઠળ ભૌગોલિક ઓળખ મળી છે.

ઉદ્ભવ[ફેરફાર કરો]

આશરે ૫૦૦ વર્ષ પહેલાં વણકરોના કચ્છ વિસ્તારમાં સ્થળાંતરની બે વાર્તાઓ પ્રચલિત છે. પ્રથમ વાર્તા મુજબ પૈસાદાર રબારી કુટુંબની કન્યા કચ્છ વિસ્તારમાં પરણીને આવી હતી અને તેને દહેજમાં વણકર આપવામાં આવ્યો હતો. આ વણકરનું કુટુંબ પછીના વર્ષોમાં મોટા સમુદાયમાં પરવર્તિત થયું.[૧] બીજી વાર્તા રામદેવપીરને સંબંધિત છે, જેઓ રાજસ્થાનથી કચ્છ આવ્યા હતા. તેમનાં કેટલાક ભક્તોએ તેમનું મંદિર બાંધ્યું અને તેમને મારવાડ, રાજસ્થાનથી તેની સંભાળ રાખવા માટે લોકોને લાવવા માટે કહ્યું. આથી, કચ્છમાં વણકરોનો મેઘવાળ સમુદાય સ્થાયી થયો.[૧]

શાલના પ્રકારો[ફેરફાર કરો]

  1. ભરતકામ કરેલી શાલ
  2. ડાય કરેલી શાલ
  3. સ્કાર્ફ અથવા દુપટ્ટા જેવી શાલ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Gujarat's famous Kutchi shawl gets GI tag". Times of India. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. "Crafts of Kutch". Khamir. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૬.