લખાણ પર જાઓ

કટરા

વિકિપીડિયામાંથી

કટરા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલું એક નાનકડું શહેર છે. કટરા શહેરને વૈષ્ણૌદેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંથી વૈષ્ણૌદેવી માતાના દર્શન માટેની યાત્રા શરુ થાય છે. આ યાત્રા સામાન્ય રીતે પગપાળા ચાલીને કરવાની હોય છે, પરંતુ અશક્ત યાત્રાળુઓ ઘોડા પર કે ડોળીમાં બેસીને યાત્રા કરી શકે છે. કટરા ઉધમપુર જિલ્લામાં આવેલું છે તેમ જ જમ્મુ શહેરથી ૪૨ કિલોમીટરના અંતરે, ત્રિકોટા પર્વતની તળેટીમાં વસેલું છે.