કપિલેશ્વર મહાદેવ, વાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કપિલેશ્વર મહાદેવ
સામાન્ય માહિતી
પ્રકારમંદિર
સ્થાનસરદારપુરા ગામ નજીક, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત
દેશભારત
અક્ષાંસ-રેખાંશ24°24′04″N 71°29′06″E / 24.401088°N 71.4850003°E / 24.401088; 71.4850003
વિગતોરાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-25)

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ નગર ખાતેથી ૬ કીલોમીટર જેટલા અંતરે સરદારપુરા ગામ નજીક વીડમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

આ મંદિરનું નિર્માણ પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારત કાળમાં ચાર વેદના જાણકાર એવા મહર્ષિ કપિલમુનિએ કરાવ્યું હતુ. તે સમયમાં આ વિસ્તાર ગાઢ જંગલથી છવાયેલ હતો. ગાઢ તપ કરવાના ઉદ્દેશ માટે મહર્ષિ કપિલમુનિને આ જગ્યા પસંદ પડતા તેમણે આ જગ્યાએ આસન જમાવી તેમણે અધોર તપ આદર્યુ. તપ દરમ્યાન મહાદેવની પ્રસન્ન થતાં તપની પુર્ણાહુતિ પછી તપની ફળશ્રુતિરુપ મુનિશ્રીએ અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરની ભવ્યતા નિહાળી વનમાં ભટકતા પાંડવોએ અહી મુકામ કર્યો હતો. યુધિષ્ઠિરને મહાદેવના દર્શન કર્યા પછી જ આહાર લેવાનો નિયમ જાળવવામાં સગવડ થવાને કારણે પાંડવો અહીં વધુ સમય રોકાયા હતા[૧].

વિશેષ માહિતી[ફેરફાર કરો]

પુરાતન પાંચ કુવા તળાવ ખાતે કુવાઓના આકારના પ્રાચીન અવશેષો તથા પ્રાચીન કાળની દશ કિલો વજન ધરાવતી ઈંટો હાલ જોવા મળે છે. મુખ્ય મંદિરની બાજુમાં સુર્યનારાયણ તથા કાર્તિક સ્વામીનાં નાનાં મંદિર આવેલ છે. મંદિરની ચારે કોરે સુંદર પ્રાચીન સ્થાપત્ય જડેલ છે. મંદિરનો છેલ્લો જિર્ણોધ્ધાર સંવંત ૧૮૩૩ના સમયમાં થયો હતો. આ સ્થળે શ્રાવણ મહિનાના દર સોમવારે શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. શ્રાવણની અમાસના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે. અહીં ઘીનો અખંડ દીવો કરવામાં આવે છે. કબુતરો માટે ચણ નાખવામાં આવે છે.

માર્ગદર્શન[ફેરફાર કરો]

પાલનપુર થી વાવ જઈ શકાય છે, જેનું અંતર આશરે ૯૯ કિલોમીટર જેટલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]