કરસનદાસ માણેક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કરસનદાસ નરસિંહ માણેક
જન્મ ૨૮ નવેમ્બર ૧૯૦૧
કરાચી
મૃત્યુ ૧૮ જાન્યુઆરી ૧૯૭૮
વડોદરા
ઉપનામ વૈશંપાયન
વ્યવસાય આચાર્ય, તંત્રી, વગેરે
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
નાગરિકતા ભારતીય
શિક્ષણ વિનયન સ્નાતક (બી.એ.)
શિક્ષણ સંસ્થા ડી.જે. કોલેજ, કરાચી
લેખન પ્રકાર કવિતા, વાર્તા, નિબંધ
મુખ્ય રચના(ઓ) 'ખાખનાં પોયણાં' (ખંડકાવ્યો), 'આલબેલ', 'મહોબતને માંડવે', 'વૈશંપાયનની વાણી', 'પ્રેમધનુષ્ય', 'અહો રાયજી સૂણિયે', 'કલ્યાણયાત્રી', 'મધ્યાહ્ન', 'રામ તારો દીવડો'

કરસનદાસ નરસિંહ માણેક (ઉપનામ: વૈશંપાયન) (૨૮ નવેમ્બર ૧૯૦૧ - ૧૮ જાન્યુઆરી ૧૯૭૮) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર અને નિબંધકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હતા. ૧૯૨૩માં કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેઈલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું, તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા અને ૧૯૫૧થી સારથિ સાપ્તાહિક અને પછી નચિકેતા માસિક શરૂ કર્યું.

તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ વડોદરામાં થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

તેઓ મુખ્યત્વે કવિ હતા પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વૈશંપાયનની વાણીના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે જન્મભૂમિમાં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. કરસનદાસ માણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે.

'ખાખનાં પોયણાં' (ખંડકાવ્યો), 'આલબેલ', 'મહોબતને માંડવે', 'વૈશંપાયનની વાણી', 'પ્રેમધનુષ્ય', 'અહો રાયજી સૂણિયે', 'કલ્યાણયાત્રી', 'મધ્યાહ્ન', 'રામ તારો દીવડો', વગેરે તેમનું સર્જન છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]