કલિકુંડ તીર્થ, ધોળકા

વિકિપીડિયામાંથી

કલિકુંડ તીર્થ, ધોળકા જૈન ધર્મનું એક મહત્ત્વનું તીર્થ છે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ છે. કલિ પર્વત અને કુંડ સરોવર વચ્ચેની જગ્યામાં આ પરિસર આવેલ હોઈ, આ સ્થાન કલિકુંડ તીર્થ તરીકે ઓળખાય છે. આશરે ૪૦ વીઘા જેટલા વિસ્તારમાં પથરાયેલ આ તીર્થ ખાતે ધર્મશાળાઓ, ઉપાશ્રયો, પાઠશાળા, ભાતાખાતું, ગૌશાળા, પાંજરાપોળ, તેમ જ ૨૪ જિનાલયો આવેલ છે[૧].

સવંત ૨૦૩૫ના વૈશાખ સુદ ૬ના દિવસે પં. રાજેન્દ્રવિજય ગણી તથા મુનિશ્રી રાજશેખર વિ.મ.ની આગેવાનીમાં ભાલાપોળ વિસ્તારના આદિનાથ ભગવાનના જિનાલય ખાતેથી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ લાવી અહીં પધરાવવામાં આવેલ છે. આ મુખ્ય મંદિરની પાછળ ૨૦મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના દિવસે શત્રુંજય તીર્થની પણ સ્થાપના કરવામાં આવેલ છે, જેથી પાલીતાણા ખાતે ન જઈ શકતા લોકો અહીં દર્શન કરી શકે છે[૨].

ઉત્સવો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://rajul54.wordpress.com "શ્રી કલીકુંડ તીર્થ ધોળકા" | રાજુલનું મનોજગત
  2. http://religion.divyabhaskar.co.in/2010/04/26/kalikund-jinalay-91284.html[હંમેશ માટે મૃત કડી] પ્રભુ પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય કલિકુંડ