લખાણ પર જાઓ

કસિનો

વિકિપીડિયામાંથી
કસિનોમાં સ્લોટ મશિન કોમનપ્લેસ હોય છે

કસિનો એક સુવિધા છે જે જુગારની ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓને સ્થાન આપે છે અને સમાવે છે. કસિનો મોટે ભાગે હોટલ, રેસ્ટોરન્ટો, રિટેલ શોપિંગ, ક્રૂઝ શિપ અને અન્ય પ્રવાસન આકર્ષણ કેન્દ્રોની નજીક બંધાયેલા હોય છે અથવા તેની સાથે જોડાયેલા હોય છે. કેટલાક કસિનો સ્ટેન્ડ-અપ કોમેડી, સંગીતજલસા અને રમતગતમના કાર્યક્રમો જેવા જીવંત મનોરંજન કાર્યક્રમો યોજવા માટે જાણીતા છે.

વ્યુત્પત્તિ અને ઉપયોગ

[ફેરફાર કરો]
કસિનો દા પોવોઆ, 1930ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલો પોર્ટુગીઝ કસિનો

"કસિનો" શબ્દ ઇટાલિયન મૂળનો છે. મૂળ શબ્દ "કસા" (ઘર) છે અને તેનો મૂળ અર્થ ગામડામાં કે બગીચામાં બાંધેલું નાનું મકાન (વિલા), સમરહાઉસ અથવા મોટો શામિયાનો (પેવિલિયન) થાય છે.આ શબ્દનો ઉપયોગ બદલાઇને મોટી ઇટાલિયન વિલા અથવા પલાઝોના ભોંયતળીયા પર મોજશોખની પ્રવૃત્તિ માટે બાંધવામાં આવેલી ઇમારતનો ઉલ્લેખ કરવા માટે થયો. આવી ઇમારતોનો નૃત્ય, સંગીતશ્રવણ અને જુગાર સહિતના નાગરિક શહેરી કાર્યક્રમો યોજવા માટે ઉપયોગ થતો હતો. વિલા જુલીયા અને વિલા ફરનેસ આવા કસિનોના ઉદાહરણ છે. ઇટાલીના આધુનિક યુગમાં આ શબ્દનો ઉપયોગ કૂટણખાના (જેને "કસા ચિયુસા" પણ કહેવાતું હતું, તેનો અર્થ થાય છે "બંધ ઘર") માટે થતો હતો જ્યારે જુગારખાનાની જોડણી કસિનો (casinò) કરવામાં આવતી હતી.[]19મી સદીમાં "કસિનો" શબ્દમાં અન્ય જાહેર ઇમારતોનો સમાવેશ થવા માંડ્યો જ્યાં જુગાર અને રમતગમત સહિતની મોજશોખની પ્રવૃત્તિઓ થતી હતી. ન્યૂપોર્ટ, રહોડ આયલેન્ડમાં આવેલો ન્યૂપોર્ટ કસિનો આ પ્રકારની ઇમારતનું ઉદાહરણ છે.

તમામ કસિનોમાં જુગાર રમાતો નથી. કોપેનહેગન કસિનો એક થિયેટર હતું. ડેનમાર્કમાં બંધારણીય રાજાશાહી લાવનાર 1848ની ક્રાંતિ દરમિયાન જાહેર સભાઓને સંબોધવા માટે તેના સભાખંડનો ઉપયોગ થયો હોવા માટે તે જાણીતો છે. 1937 સુધી તે જાણીતું ડેનિશ થિયેટર હતું.[] હેન્કો, ફિનલેન્ડમાં આવેલો હેન્કો કસિનોનો ક્યારેય જુગાર રમવા માટે ઉપયોગ થયો ન હતો. હેન્કો કસિનો શહેરનું સૌથી પ્રખ્યાત સીમાચિહ્ન છે. તેના સ્થાને તેનો રશિયન ઉમરાવો માટે બેન્ક્વેટ હોલ તરીકે ઉપયોગ થતો હતો. 19મી સદીના અંત ભાગમાં રશિયન ઉમરાવો આ સ્પા રિસોર્ટની મુલાકાત લેતા હતા અને અત્યારે તેનો રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગ થાય છે. કેટલિના ટાપુ પર એવલોન હાર્બર પર આવેલા જાણીતા સીમાચિહ્ન કહેવાતા "કસિનો"નો[] ક્યારેય જુગારની પરંપરાગત રમતો માટે ઉપયોગ થયો ન હતો. આ કસિનો બંધાયો ત્યાં સુધીમાં કેલિફોર્નિયામાં જુગારને ગેરકાનૂની જાહેર કરાયું હતું. સ્પેનિશ અને જર્મન ભાષાના લશ્કરી ઉપયોગમાં કસિનો (casino) અથવા કાસિનો (kasino)નો અર્થ થાય છે ભોજનગૃહ; જે અનુવાદકોને ગુંચવણમાં નાંખતો ભાષાશાસ્ત્રનો ખોટો મિત્ર છે.

કસિનોનો ઇતિહાસ

[ફેરફાર કરો]

જુગારનું ચોક્ક્સ મૂળ જાણી શકાયું નથી. ચીને જુગારની પ્રથા ઇ.સ.પૂર્વે 2300માં હોવાની નોંધ લીધી હતી પરંતુ એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઇતિહાસમાં લગભગ દરેક સમાજમાં જુગારની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપમાં જોવા મળી છે. પ્રાચીન ગ્રીક અને રોમનથી લઇને નેપોલીયનના ફ્રાન્સ અને એલિઝાબેથ સમયના ઇંગ્લેન્ડ સુધીનો મોટા ભાગનો ઇતિહાસ જુગાર આધારિત મનોરંજનની વાર્તાઓથી ભરેલો છે.[]

જાણમાં આવેલો સૌ પ્રથમ યુરોપીયન કસિનો રિડોટો હતો. તહેવારોના સમય દરમિયાન જુગારની અંકુશિત પ્રવૃત્તિ પુરી પાડવા માટે 1638માં વેનિસ ઇટાલીમાં તે સ્થપાયો હતો. 1770માં તે બંધ થઇ ગયો હતો કારણકે શહેર સરકારે સ્થાનિક મધ્યમ વર્ગને નબળો બનાવ્યો હતો.

અમેરિકાના ઇતિહાસમાં પ્રારંભિક કસિનોને મૂળ સલૂન્સ તરીકે ઓખળવામાં આવતા હતા. સલૂન્સનું સર્જન અને મહત્ત્વનું મોટે ભાગે ચાર મુખ્ય શહેરોનું પ્રભુત્વ રહ્યું હતું જેમાં ન્યૂ ઓર્લીયન્સ, સેન્ટ લુઇસ, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ થાય છે. સલૂન એવું સ્થળ હતું જ્યાં પ્રવાસીઓ, લોકો સાથે વાત કરી શકાતા હતા, તથા ત્યાં શરાબ પીવા અને ઘણીવાર જુગાર પણ રમી શકતો હતો. અમેરિકામાં 20મી સદીના પ્રારંભ દરમિયાન જુગારની પ્રવૃત્તિ ગેરકાનૂની બની હતી અને સરકારી કાયદા અને તે સમયના સામાજિક સુધારકો દ્વારા તેના પર પ્રતિબંધ મુકાયો હતો. જો કે, 1931માં સમગ્ર નેવાડા અને લાસ વેગાસમાં જુગારની પ્રવૃત્તિને કાયદેસર કરાઇ હતી જેને કારણે અમેરિકામાં કાયદેસર કસિનોને વેગ મળ્યો હતો. 1978માં ન્યૂ જર્સીએ એટલાન્ટિક સિટીમાં જુગારની પ્રવૃત્તિની છૂટ આપી હતી અને અત્યારે તે જુગારની પ્રવૃત્તિની દ્રષ્ટિએ અમેરિકાનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. અમેરિકાના જુગારના અન્ય ક્ષેત્રીય કેન્દ્રોમાં ટ્યુનિકા રિસોર્ટ્સ, મિસિસિપી અને ગલ્ફ કોસ્ટમાં બિલોક્સીનો સમાવેશ થાય છે.

કસિનોમાં જુગારની પ્રવૃત્તિ

[ફેરફાર કરો]
બેકકેરેટ કસિનો, એડમન્ટન, અલબેર્ટા

દુનિયાભરમાં મોટા ભાગના અધિકારક્ષેત્રોમાં જુગાર, લાઇસન્સની ઉંમરની ઉપરની વયવાળી વ્યક્તિ માટે મર્યાદિત છે. (મોટા ભાગના અમેરિકામાં લાઇસન્સની ઉંમર 18થી 21 વર્ષ અને જ્યાં કસિનોની પરવાનગી છે તેવા અન્ય દેશોમાં તે 16થી 21 વર્ષ છે.)[]

ગ્રાહકો સ્લોટ મશીન અથવા જુગારની અન્ય રમતો (દા.ત. ક્રેપ્સ, રાઉલેટ, બેકકેરેટ) અને કેટલીક કુશળતાવાળી રમતો (દા.ત. બ્લેકજેક, પોકર) રમીને જુગાર રમે છે. (વધારે માહિતી માટે જુઓ કસિનો ગેમ્સ). રમતમાં સામાન્ય રીતે ગણિત દ્વારા નક્કી થયેલો લાભકારક તફાવત હોય છે જે સુનિશ્ચિત કરે છે કે રમત દરમિયાન હંમેશા ગ્રાહક કરતા હાઉસ (કસિનો)ને ફાયદો થાય. આ બાબતને અપેક્ષિત મૂલ્યની કલ્પના દ્વારા વધુ ચોક્સાઇથી રજૂ કરી શકાય જે (ખેલાડીની તરફથી) સમાન રીતે નકારાત્મક હોય છે. આ લાભને હાઉસ એજ કહેવાય છે. પોકર જેવી ગેમમાં ખેલાડીઓ એકબીજા સામે રમે છે તેમાં હાઉસ કમિશન લે છે જેને રેક કહેવાય છે. કસિનો ઘણી વાર તેના ત્યાં રમતા ખેલાડીઓને મફત વસ્તુઓ પણ આપે છે. આ મફત વસ્તુઓ કોમ્પ્સ તરીકે ઓળખાય છે. ઘણીવાર, મોટા ભાગના કસિનોમાં ખેલાડી જેટલા વધુ નાણાં વાપરે તેને તેટલા વધુ લાભ કે કોમ્પ્સ મળે છે. ખેલાડીને કેટલા કોમ્પ્સ મળશે તેનો આધાર ખેલાડીના સરેરાશ દાવ, રમતના કલાક અને કસિનોની રમતમાં જીતવાની શક્યતાની ટકાવારી પર રહેલો છે. કોમ્પ્સ કોઇ પણ સ્વરૂપે હોઇ શકે છે તે રમત દરમિયાન મફત પીણાથી લઇને પેન્ટહાઉસ સ્વીટ, મફત હવાઇભાડું, લિમો સેવા અને મફત ખાણીપીણી સુધી કંઇ પણ હોઇ શકે છે.[સંદર્ભ આપો]

પેઆઉટ એ ખેલાડીએ જીતેલી ટકાવારી છે.

પ્લેઇંગ વિથ હાઉસ મની શબ્દ તેવી સ્થિતિને ઉલ્લેખે છે કે જેમાં વિજેતા ખેલાડી કસિનોમાંથી જીતેલા નાણાંમાંથી જુગારમાં દાવ લગાવે છે.

અમેરિકામાં કસિનો

[ફેરફાર કરો]
લાસ વેગાસ પટ્ટી ત્યાં મોટી સંખ્યામાં આવેલી કસિનો રિસોર્ટ હોટલો માટે જાણીતી છે

લાસ વેગાસ અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં કસિનો ધરાવે છે. આવકની દ્રષ્ટિએ એટલાન્ટિંગ સિટી, ન્યૂ જર્સીનો બીજો ક્રમ આવે છે અને શિકાગો પ્રદેશનો ત્રીજા સ્થાને છે.

આવકની દ્રષ્ટિએ અમેરિકાના ટોચના કસિનો બજાર (2009 વાર્ષિક આવક[]):

  • 1. લાસ વેગાસ સ્ટ્રિપ $5.550 અબજ
  • 2. એટલાન્ટિક સિટી $3.943 અબજ
  • 3. શિકાગો રિજન $2.092 અબજ
  • 4. કનેક્ટિકટ $1.448 અબજ
  • 5 . ડેટ્રોઇટ $1.36 અબજ
  • 6. સેન્ટ લુઇસ $1.050 અબજ
  • 7 . તુનિકા, મિસ. $997.02 મિલીયન
  • 8. બિલોક્સી, મિસ. $833.50 મિલીયન
  • 9. શ્રીવપોર્ટ, લા. $779.65 મિલીયન
  • 10. બોલ્ડર સ્ટ્રિપ (લાસ વેગાસ) $774.33 મિલીયન
  • 12 રેનો, નેવાડા $715.23 મિલીયન
  • 15) ન્યૂ ઓર્લિયન્સ, લા. $653.05 મિલીયન
  • 18 ડાઉનટાઉન લાસ વેગાસ $523.82 મિલીયન

નેવાડા ગેમિંગ કન્ટ્રોલ બોર્ડ રિપોર્ટિંગના ઉદ્દેશ માટે ક્લાર્ક કન્ટ્રીને સાત રિજનમાં વિભાજિત કરે છે. ક્લાર્ક કન્ટ્રી લાસ વેગાસ મેટ્રોપોલિટન વિસ્તારો સાથે વિશાળ નિકટતા ધરાવે છે.

લાસ વેગાસ અને એટલાન્ટિક સિટીની બહારના વિસ્તારોમાં કસિનોની સંખ્યામાં વધારો થવા માટે ઇન્ડિયન ગેમિંગ જવાબદાર છે.

ચીનમાં કસિનો

[ફેરફાર કરો]

મકાઉ કસિનો માટે આવતા પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ છે.

સલામતી

[ફેરફાર કરો]
ચિત્ર:Noidnoentry.jpg
થાઉઝન્ડ આયલેન્ડ્સ કસિનો ખાતે પાટીયું

કસિનોની અંદર મોટા પ્રમાણમાં ચલણી નોટોનો વહેવાર થતો હોવાથી નિયમિત ગ્રાહકો અને કર્મચારીઓ એમ બંનેમાં ગુનો કરવાની લાલચ રહેતી હોય છે અને ઘણા કસિનોમાં આવા ગુના અટકાવવા માટે સલામતી પગલાં ધરાવે છે. આજના જમાનાની સૌથી મૂળભૂત સ્તરની સલામતીમાં કેમેરાઓનો સમાવેશ થાય છે. કસિનોની સમગ્ર ઇમારતમાં કેમેરા ફીટ કરેલા હોય છે. કસિનોનું સંચાલન સઘન તાલીમ મેળવેલા લોકો દ્વારા થાય છે જેઓ ખેલાડીઓ અને કર્મચારીઓ એમ બંને દ્વારા થતી છેતરપીંડી અને ચોરી પકડવાનો પ્રયાસ કરે છે.

આધુનિક કસિનોની સલામતી બે ભાગમાં વહેંચાયેલી હોય છે જેમાં ભૌતિક સલામતી દળ અને વિશિષ્ટતા ધરાવતા દેખરેખ વિભાગનો સમાવેશ થાય છે. ભૌતિક સલામતી દળ કસિનોમાં રોન મારે છે અને મદદ, ગુનાના અહેવાલ અને/અથવા શંકાસ્પદ પ્રવૃત્તિના કોલને પ્રતિભાવ આપે છે. વિશિષ્ટતા ધરાવતો દેખરેખ વિભાગ કસિનોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (જેને કસિનો ઉદ્યોગમાં આકાશમાં આંખ તરીકે ઓળખવામાં આવે છે)નું સંચાલન કરે છે અને મહેમાન અને કર્મચારી દ્વારા કોઇ પણ ગેરરીતિને પકડવાનો પ્રયાસ કરે છે. મહેમાનો અને કસિનોની અસ્ક્યામતોની સલામતી સુનિશ્ચિત કરવા કસિનોની સલામતી માટેના આ બંને વિશિષ્ટતા ધરાવતા વિભાગો એક બીજા સાથે કામ કરે છે.[સંદર્ભ આપો] કેટલાક કસિનોમાં ભોંયતળીયાની ઉપર છતમાં કેટવોક હોય છે. આ કેટવોકથી દેખરેખ રાખનારા કર્મચારીઓ એક તરફી કાચમાંથી સીધું નીચે જોઇ શકે છે અને ટેબલ અને/અથવા સ્લોટ મશિન પરની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે.

1989માં ખુલ્યો ત્યારે ધ મિરાજ તમામ ટેબલ ગેમ્સ પર ફુલ ટાઇમ કેમેરાનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ કસિનો હતો.[]

કેમેરા અને અન્ય તકનિકી પગલા ઉપરાંત કસિનો વર્તણૂક અને વહેવારના કેટલાક નિયમો મારફતે સલામતીનો અમલ કરે છે. દાખલા તરીકે, કાર્ડ ગેમ્સના ખેલાડીઓએ હંમેશા તેમના હાથ દેખાય તેવી રીતે રાખવા પડે છે.

ગુનાખોરી

[ફેરફાર કરો]

કસિનોનો ગુનાખોરીના દર સાથે સંબંધ વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. ઘણા કસિનો વિરોધીએ દલીલ કરે છે કે કસિનો ગુનાખોરીમાં યોગદાન આપે છે અને તાજેતરના કેટલાક સંશોધનો આ દલીલને સમર્થન આપે છે.[સંદર્ભ આપો] જો કે, આર્થિક અભ્યાસો તે ચોક્કસ દર્શાવે છે કે કસિનો અને ગુનાખોરી વચ્ચે હકારાત્મક સંબંધ છે પરંતુ તે કસિનોના વિસ્તારમાં ગુનાખોરીની ગણતરી કરવામાં મુલાકાતી લોકોના જોખમને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહ્યાં છે. આવા અભ્યાસોને મુલાકાતીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાને ગણે છે પરંતુ વસતી પગલામાં મુલાકાતીઓને ગણતા નથી અને તે કસિનો વિસ્તારોમાં ગુનાખોરીના દરને વધો પડતો દર્શાવે છે. ગુનાના દરના વાસ્તવિક કરતા વધુ પડતા ઉલ્લેખ માટે તે પણ એક કારણ જવાબદાર છે કે પ્રવાસીઓની ગણતરની વિશ્વાસપાત્ર માહિતી ઘણી વાર ઉપલબ્ધ હોતી નથી.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • કસિનોની યાદી
  • કસિનો ટોકન
  • સ્થાનિક કસિનો
  • ઓનલાઇન કસિનો
  • અમેરિકન ગેમિંગ એસોસિયેશન
  • ગ્લોબલ ગેમિંગ એક્સ્પો
  • ગેમિંગ કન્ટ્રોલ બોર્ડ્સ
  • રમતનો કાયદો
  • મૂળ અમેરિકન રમત
  • યુરોપીયન ગેમિંગ એન્ડ એમ્યુઝમેન્ટ ફેડરેશન

ગેલેરી

[ફેરફાર કરો]
  1. "Casino".
  2. "Special catalogues in the Drama Collection". The Royal Library. મેળવેલ 2007-07-09.
  3. "Avalon Casino Ballroom". Avalonball.com. મૂળ માંથી 2009-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-21.
  4. "History of Casinos & Casino Jobs". Job Monkey.com. મૂળ માંથી 2009-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-21.
  5. Rose, Nelson (2000-06-15). "Minimum Legal Age to Place a Bet". Gaming Guru. Casino City Times. મૂળ માંથી 2007-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-07. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  6. અમેરિકન ગેમિંગ એસોસિયેશનઃ સ્ટેટ ઓફ ધ સ્ટેટ્સ 2010 રિપોર્ટ (પાનું 8) સંગ્રહિત ૨૦૨૦-૦૪-૧૩ ના રોજ વેબેક મશિન, ઉપયોગ 11 જુલાઈ 2010
  7. Knightly, Arnold M. (2007). "Blink and you'll miss him". Las Vegas Review-Journal: 1E. મેળવેલ 2007-07-09. Unknown parameter |month= ignored (મદદ)
  8. વોકર, ડગલાસ એમ. "ડુ કસિનોસ રિયલી કોઝ ક્રાઇમ?" (જાન્યુઆરી 2008). ઇકોન જર્નલ વોચ [૧]

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]