કાઠિયાવાડી બોલી

વિકિપીડિયામાંથી

કાઠિયાવાડી બોલી ભારતના પશ્ચિમ દિશામાં આવેલા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પ્રચલિત બોલી છે. આ બોલીમાં પ્રચલિત ગુજરાતી ભાષાની બોલીઓથી અમુક શબ્દો અલગ રીતે બોલવામાં આવે છે.

કેટલાક ઉદાહરણો
ગુજરાતી કાઠીયાવાડી
ત્યાં ન્યાં
ક્યાં જાય છે? કયાં જાસો?
પેલી બાજુ ઉવાં કણે
કઈ બાજુ? કેણીપાં? / કેમણીપા?
આ બાજુ આણીંપા
મારી સાથે ચાલ મારી હાર્યે હાલ
મારી આગળ થઈ ને દોડવા માંડ મારી મૉર થઈને ઘોડવા મંડ
હું કપડા ધોવા જાઉ છું હું લુગડા ધોવા જાવ સુ.
ખાઈ લે ગળચી લે
અંદર માલુકોર
રડે છે રોવે છે / રૂવે છે
ક્યાં ગયો હતો કયા ગુડાણો તો
સવારનો નાસ્તો શિરામણ
બપોરનું ભોજન રોંઢો
રાત્રીનું ભોજન વાળું
વતનમાં જવું છે દેહમાં જાવું છે