કાનાજી ઠાકોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search


કાનાજી ઠાકોર, અમદાવાદ શહેરના પચ્ચીસમા મેયર તરીકેના પદે ૨૩ એપ્રિલ ૨૦૦૮ના રોજ ચુંટાઇ આવ્યા. ગત ચુંટણીમાં તેઓ માધુપુરા વોર્ડમાંથી સતત ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચુંટાઇ આવ્યા હતા. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨.૫ વર્ષની આ ટર્મનાં મેયરનું પદ અન્ય પછાત જાતિ (ઓ.બી.સી.-OBC)નાં ઉમેદવાર માટે અનામત હતું અને કાનાજી ભાજપનાં સૌથી વરિષ્ઠ બક્ષી પંચનાં કોર્પોરેટર છે.