કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કિર્ગિસ્તાન
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોમાર્ચ ૩, ૧૯૯૨
રચનાલાલ રંગની પશ્ચાદભૂમાં કેન્દ્રમાં કોટ ઓફ આર્મ

કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ૩ માર્ચ ૧૯૯૨ના રોજ કિર્ગિસ્તાનની સર્વોચ્ચ સભાએ અપનાવ્યો હતો.[૧][૨] તેમાં લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો સૂર્ય છે. તેમાંથી નીકળતા એક જ સરખા ૪૦ કિરણો છે.[૩]

તે ૩:૫ આકારનો હોય છે. એક બાજુ કિરણો ઘડિયાળના કાંટાની દિશામાં છે અને તેની વિરુદ્ધ બાજુએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે.[૪] સૂર્યના કેન્દ્રમાં લાલ વલય છે જેમાં ત્રણ રેખાઓ કિર્ગિઝ યુર્ટના છાપરાના આકારે પસાર થાય છે.

હાલનો ધ્વજ સ્વીકારતા પહેલાં અને સોવિયેત
પાસેથી આઝાદી મળ્યા વચ્ચેનો ધ્વજ

ધ્વજનું લાલ પશ્ચાદભૂ હિમત અને શૂરવીરતાનું, સૂર્ય શાંતિ અને સંપત્તિનું અને યુર્ટના છાપરાનો આકાર પારિવારિક ઘર અથવા સમગ્ર વિશ્વનું સૂચક છે. લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ સૂર્યમાંથી ઉદભવતા ૪૦ કિરણો મોંગોલ સામે લડવા દંતકથાના નાયક ''માનસ'' દ્વારા એક કરાયેલા ૪૦ કિર્ગિઝ આદિવાસી જૂથોનું સૂચક છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The flag and state emblems of Kyrgyzstan". મૂળ માંથી 2010-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-02.
  2. "Republic of Kyrgyzstan Flag - World Flags 101 - Kyrgyzstanian Flags". www.worldflags101.com.
  3. "Kyrgyzstan Flag and Description". http://www.worldatlas.com/. External link in |website= (મદદ)
  4. "Kyrgyzstan Flag - colors meaning history of Kyrgyzstan Flag". kyrgyzstanflag.facts.co.
  5. Forty tribes and the 40-ray sun on the flag of Kyrgyzstan સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન, the School of Russian and Asian Studies

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]