લખાણ પર જાઓ

કીકી

વિકિપીડિયામાંથી
કીકી
આંખની અંદર આવેલ પુતળી(આઈરીસ)ની અંદ્રના છીદ્રને કીકી કહે છે. જે મોટે ભાગે કાળા રંગની દેખાય છે. એની આસ પાસના ભૂરા, કથ્થઈ રાખોડી કે ઘેરા કાળા ભાગને આઈરિસ કે આંકની પૂતળી (હિંદીમાં આંખ કી પૂતલી પરથી) કહે છે. આંખના સફેદ ભાગને સ્ક્લીરા કે સ્ક્લેરા કહે છે. આંખની કેંદ્રમાં આઈરીસ અને પૂતળીની ઉપર તરફ એક પારદર્શક ગોળ પડદો હોય છે જેને કનીનિકા (કોર્નિયા) કહે છે.
માનવ આંખનો આડ છેદ, જેમાં કીકીનું (pupil) સ્થાન દેખાય છે.
વિગતો
Part ofઆંખ
Systemદ્રષ્ટિ તંત્ર
Identifiers
Latinપ્યુપીલા - Pupilla. (Plural: પ્યુપીલે - Pupillae)
MeSHD011680
TAA15.2.03.028
FMA58252
Anatomical terminology

કીકી અથવા આંખની કીકી એ આંખના આઇરિસની મધ્યમાં આવેલ એક (કાળુ દેખાતું) કાણું હોય છે જે પ્રકાશને રેટિના પર પડવા દે છે.[] કીકી કાળી દેખાય છે કારણ કે તેમાં પ્રવેશતા પ્રકાશ કિરણો કાં તો સીધા આંખની અંદરના પેશીઓ દ્વારા શોષાય છે, અથવા તો તેઓ આંખની અંદર પ્રતિબિંબ થપા પછી ફેલાયેલા કિરણો સાંકડી કીકીની બહાર નીકળી શક્તા નથી અને શોષાઈ જાય છે. (આમ તે સ્થળેથી કોઈ પ્રકાશ પરાવર્તન થતું ન હોવાથી તે કાળી દેખાય છે) આનો અંગ્રેજી ભાષાનો પર્યાયી શબ્દ પ્યુપિલ (પ્યુપિલ) શબ્દ ક્રિમોનાના ગેરાર્ડ દ્વારા રચવામાં આવ્યો હતો. []

મનુષ્યમાં, કીકી ગોળ હોય છે, પરંતુ અન્ય જાતિઓ, જેમ કે કેટલીક બિલાડીઓમાં, ઊભી કોણવાળી ચીરીના અકારની કીકી હોય છે, બકરીએ આડી (ક્ષિતિજ સમાંતાર) કીકી ધરાવે છે અને કેટલીક કેટફિશમાં કોણીય કીકીઓ (બીજન ચંદ્ર સમાન) હોય છે. [] નેત્ર વિદ્યાની (ઑપ્ટિકલ) પરિભાષામાં, કીકીએ આંખનું છિદ્ર છે અને આઇરિસ તે છીદ્રનું દ્વાર નિયંત્રક છે. આંખ બહારથી જોતા જે દેખાય છે તે કીકી નો પ્રવેશદ્વાર હોય છે. તે ખરી કીકીનું બરાબર સ્થાન અને માપ બતાવતી નથી કારણ કે તે કનીનિકા (આંખ પરનો પારદર્શક પડદો, શુકલમંડળ - કોર્નિઆ) દ્વારા મોટું થયેલું દેખાતું હોય છે. તેની અંદરની તરફ મુખ્ય માળખું (કોલારેટ) હોય છે, જેમાં મૂળ કીકી તથા કીકીય પટલને આવરી લેતું એક જોડાણ બને છે.

માળખું

[ફેરફાર કરો]

કીકીએ આંખના આઇરિસ મધ્યમાં સ્થિત એક છિદ્ર છે જે પ્રકાશને રેટિના પર પડવા દે છે. [] કીકી કાળી દેખાય છે કારણ કે તેમાં પ્રવેશતા પ્રકાશ કિરણો કાં તો સીધા આંખની અંદરના પેશીઓ દ્વારા શોષાય છે, અથવા તો તેઓ આંખની અંદર પ્રતિબિંબ થયા પછી ફેલાયેલા કિરણો સાંકડી કીકીની બહાર નીકળી શક્તા નથી અને શોષાઈ જાય છે. [સંદર્ભ આપો] [ સંદર્ભ આપો ]

આઇરિસ એક સંકોચનીય રચના છે, જેમાં મુખ્યત્વે લીસ્સા અને નાજુક સ્નાયુઓ હોય છે જે કીકીને આધાર આપે છે. બાહરથી આવતો પ્રકાશ કીકીમાંથી આખંમાં પ્રવેશ કરે છે અને આઈરિસના સ્નાયુઓ આંકુચન અને પ્રસરણ દ્વારા આંખમાં કેટલો પ્રકાશ પ્રવેશે તેનું નિયંત્રણ કરે છે. આ સંરચના કીકીની પ્રકાશીય પ્રતિક્રિયા (પ્યુપિલરી લાઇટ રીફ્લેક્સ) તરીકે ઓળખાય છે.

આઇરિસમાં લીસ્સા સ્નાયુઓના બે જૂથો હોય છે; (૧) સંકોચક કીકી સ્નાયુ (સ્ફિંક્ટર પ્યુપીલે) તરીકે ઓળખાતા એક પરિઘિ વર્તુળાકાર સ્નાયુઓનું જૂથ, અને (૨) વિસ્તારક કીકી સ્નાયુ તરીખે ઓળખાતા કેન્દ્રોત્સારી કીકી સ્નાયુઓ (ડાયલેટર પ્યુપીલે)નું જૂથ. જ્યારે સંકોચક કીકી સ્નાયુ સંકુચિત થાય છે, ત્યારે આઇરિસ કીકીના આકારને ઘટાડે છે અથવા નિયંત્રિત કરે છે. સહાનુભૂતિશીલ ચેતા દ્વારા ઉત્તેજીત થયેલા સર્વાઇકલ ચેતા કેન્દ્રો વડે જ્યારે કેન્દ્રોત્સારી કીકી સ્નાયુઓ સંકોચાય છે ત્યારે આઇરિસને કીકીને વિસ્ત્રત બનાવે છે. આ સ્નાયુઓને કેટલીકવાર આંખના આંતરિક સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે.

સંવેદનાત્મક માર્ગ (લાકડી અથવા શંકુ, દ્વિધ્રુવી, ગેંગલીયન કોષોનો સમુહ) બીજી આંખના તેવા જ કોષો તંતુઓના આંશિક અલટપલટ થકી જોડાયેલ હોય છે. આને કારણે એક આંખમાં થતી અસર બીજી આંખ સુધી લઈ જવાતી હોય છે.

પ્રકાશની અસર

[ફેરફાર કરો]

કીકી અંધારામાં વિસ્તરે છે અને પ્રકાશમાં સંકોચાય છે. સંકુચિત અવસ્થામાં તેનો વ્યાસ ૨ થી ૪ મિલીમીટર હોય છે. અંધારામાં શરૂઆતમાં તે પહેલા સમાન હોય છે, પરંતુ વધુ સમય જતાં તે વિસ્તરે છે અને તેનો વ્યાસ મહત્તમ ૩ થી ૮ મિલિમીટર સુધી પહોંચે છે. જો કે, માનવ વય જૂથ અનુસાર કીકીના મહત્તમ કદમાં નોંધપાત્ર ફરક હોય છે. ઉદાહરણ તરીકે, ૧૫ વર્ષની ટોચની ઉંમરે, વિવિધ વ્યક્તિઓમાં અંધારામાં અનુકૂલિત કીકીનો વ્યાસ ૪ થી ૯ મિલીમીટર હોઈ શકે છે જ્યારે ૨૫ વર્ષની વય પછી, કીકીના સરેરાશ કદમાં ઘટાડો થાય છે, અલબત્ તે ઘટાડાનો દર સ્થિર ન પણ હોય. [] [] આ તબક્કે કીકી સંપૂર્ણ રીતે સ્થિર રહેતી નથી અને તેનો વધારો-ઘટાડો ચાલુ રહે છે, જો તે તીવ્ર બને તો હિપ્પસ નામની સ્થિતિમાં પરિણમે છે. કીકીની સંકુચિતતા અને ટૂંકી દ્રષ્ટિને નજીકમો સંબંધ છે. તેજસ્વી પ્રકાશમાં, કીકી પ્રકાશ કિરણોના વિક્ષેપનને રોકવા માટે સંકુચિત બની તેમની પ્રકાશની અપેક્ષિત તીવ્રતા આંખમાં દાખલ કરે છે; અંધારામાં, આ જરૂરી નથી હોતું, આમ તે મુખ્યત્વે આંખમાં પૂરતા પ્રકાશનો પ્રવેશ કરવા સાથે સંબંધિત છે. []

જ્યારે આંખ પર તેજસ્વી પ્રકાશ ફેંકવામાંઆવે છે, ત્યારે રેટિનામાં પ્રકાશ-સંવેદનશીલ કોષો, જેમાં લાકડી અને શંકુ આકારના પ્રકાશ સંવેદનશીલ કોષો (ફોટોરીસેપ્ટર્સ) અને મેલાનોપ્સિન ગેંગલિઅન કોષોનો સમાવેશ થાય છે, નેત્ર સંચાલક (ઑક્યુલોમોટર) ચેતાતંતુઓને સંકેતો મોકલે છે. ખાસ કરીને આ સંકેતો નેત્ર સંચાલક ચેતાતંતુઓના એડીંજર-વેસ્ટફલ ન્યુક્લિયસથી આવતા પેરાસિમ્પેથેટિક ભાગ થકી મોકલાય છે કેમકે આ તંતુઓ આઇરિસના પરિઘિ વર્તુળાકાર સ્નાયુઓનું આગળ સમાપ્ત થાય છે. આઇરિસના પરિઘિ વર્તુળાકાર સંકોચક સ્નાયુઓ (સ્ફિંક્ટર સ્નાયુ) જ્યારે આ સ્નાયુ ઓ ને સંકેત મળે છે ત્યારે તે સંકોચાઈ કીકેનું કદ ઘટાડે છે. આને કીકીની પ્રકાશ પ્રતિક્રિયા (પ્યુપિલરી લાઇટ રિફ્લેક્સ) કહે છે. આ મગજનો એક કેન્દ્રીય ભાગ (બ્રેઈન સ્ટેમ)ની કામગીરીનું મહત્વનું પરીક્ષણ છે. તદુપરાંત, જો કોઈ વ્યક્તિ રુચિની કોઈ ચીજ જુવે તો પણ કીકી પહોળી થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Cassin, B. and Solomon, S. (1990) Dictionary of Eye Terminology. Gainesville, Florida: Triad Publishing Company.
  2. Arráez-Aybar, Luis-A. "Toledo School of Translators and their influence on anatomical terminology". Annals of Anatomy - Anatomischer Anzeiger. 198: 21–33. doi:10.1016/j.aanat.2014.12.003.
  3. Malmström T, Kröger RH (January 2006). "Pupil shapes and lens optics in the eyes of terrestrial vertebrates". J. Exp. Biol. 209 (Pt 1): 18–25. doi:10.1242/jeb.01959. PMID 16354774.
  4. "Aging Eyes and Pupil Size". Amateurastronomy.org. મૂળ માંથી 2013-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-08-28.
  5. "Factors Affecting Light-Adapted Pupil Size in Normal Human Subjects" (PDF). મેળવેલ 2013-08-28.
  6. "Sensory Reception: Human Vision: Structure and Function of the Eye" Encyclopædia Brtiannicam Chicago, 1987