કુંઝુમ ઘાટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કુંઝુમ ઘાટ

કુંઝુમ ઘાટ અથવા કુંઝુમ પાસ (અંગ્રેજી ભાષા : Kunzum Pass ; તિબેટિયન ભાષા : Kunzum La),ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક એવા લાહૌલ અને સ્પીતી જિલ્લામાં અત્યંત ઊંચાઈ (૪૫૯૦ મીટર અથવા ૧૫,૦૫૯ ફીટ) પર આવેલ એક ઘાટ છે, જે બરફ વર્ષાને કારણે વર્ષમાં ઘણો ખરો સમય બંધ રહે છે. આ ઘાટ હિમાલયમાં આવેલી કુંઝુમ પર્વતમાળાના પૂર્વીય ક્ષેત્રમાં આવે છે, જે મનાલી થી આશરે ૧૨૨ કિલોમીટર (૭૬ માઇલ) જેટલા અંતરે આવેલ છે. આ ઘાટ આ જિલ્લાનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. આ ઘાટ પસાર કરીને કુલુ ખીણ તેમ જ લાહૌલ ખીણમાંથી સ્પીતી ખીણમાં આવેલા કાઝા નગર જઈ શકાય છે. કુંઝુમ ઘાટનું નામ અહિંયા આવેલા કુંઝુમ માતાના નામ પરથી પડ્યું હોવાની માન્યતા છે.

આ ઘાટથી ચંદ્રતાલ પગપાળા રસ્તે (ટ્રેકીંગ રૂટ) ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે, જ્યારે સડક માર્ગે ચંદ્રતાલ ૨૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

32°24′57″N 77°38′55″E / 32.415798°N 77.648528°E / 32.415798; 77.648528Coordinates: 32°24′57″N 77°38′55″E / 32.415798°N 77.648528°E / 32.415798; 77.648528