ચંદ્રતાલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચંદ્રતાલ

ચંદ્રતાલ અથવા ચંદ્ર તાલ, હિમાલયની પર્વતમાળામાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં દરિયાઈ સપાટીથી આશરે ૪,૩૦૦ મીટર (૧૪,૧૦૦ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું એક જળાશય (તળાવ) છે જેની પ્રાકૃતિક સુંદરતા બેજોડ ગણાય છે.

આ સરોવર તેના ચંદ્ર જેવા આકારને કારણે ચંદ્રતાલ નામથી ઓળખાય છે. લાહૌલ અને સ્પીતી જિલ્લાના લાહૌલ વિસ્તારમાં આવેલ આ દુર્ગમ સ્થળ જીપ-સફારી, ટ્રેકીંગ, કેમ્પિંગ વગેરેમાં રસ લેતા સાહસિકોમાં અતિશય જાણીતું છે.

આ સરોવરનો વ્યાસ લગભગ ૨.૫ કિલોમીટર જેટલો છે તેમ જ તેની ચારે તરફ વિશાળ મેદાન છે, જે ઉનાળા/વસંત ઋતુમાં જાતજાતની વનસ્પતિઓ અને જંગલી ફૂલો વડે ભરાય જાય છે. ગોવાળો આ મેદાનનો ચરાણ તરીકે ઉપયોગ કરે છે. પર્યટકો આ તળાવની વચ્ચે આવેલા બેટ પર, જેને સમુદ્ર ટાપુ કહેવાય છે, ત્યાં તંબુઓ તાણી કેમ્પિંગની મઝા માણે છે.

ચંદ્ર તાલથી આશરે ૩૦ કિલોમીટર (૧૯ માઇલ)ના અંતરે આવેલું સૂરજ તાલ પણ દર્શનીય સ્થળ છે.