કુંવારપાઠું

વિકિપીડિયામાંથી
કુંવારપાઠું.

કુંવારપાઠું (અં: Aloe vera, હિ:,સં: घृतकुमारी), આપણા દેશના તમામ મેદાની પ્રદેશોમાં કુદરતી રીતે ઊગે છે. દરિયાકાંઠે, રણવિસ્તારમાં,પહાડી પ્રદેશોમાં એ વધારે પ્રમાણમાં થાય છે. આર્યુવેદ તથ યૂનાની ચિકિત્સા-પધ્ધતિઓમાં એનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત શાક,અથાણું,મુરબ્બો,જામ તથા અન્ય પૌષ્ટિક ખાદ્યપદાર્થો બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. ગામડાંના તથા શહેરી વિસ્તારના મોટાભાગના લોકો કુંવારપાઠુંના ગુણો તથા ઉપયોગોથી પરિચિત છે.

કુંવારપાઠુંનું આધુનિક કુળ લિલિયેસી (Lilliaceae)-રસાનાદિ વર્ગનું ગણી શકાય. આ વર્ગમાં લસણ, ડુંગળી, લાંગલી,ચોપચીની, શતાવરી, મૂસળી, જીવક, મેદા વગેરે વનસ્પતિઓ આવે છે. ગુણધર્મ તથા ઉપયોગની દ્રષ્ટીએ આ વનસ્પતિઓમાં કોઇ સામ્ય નથી. છતાં ઉત્પતિની દ્રષ્ટીએ સામ્ય છે. આ વનસ્પતિઓનાં મૂળ જ્યાંથી જમીનની નીચે જાય છે, એ જ જગ્યાએથી એમનાં પાન ઉપર તરફ ફુટે છે. આમ આ વનસ્પતિઓને થડ હોતું નથી. જમીન પાસેથી જ એક પછી એક પાન ફૂટે છે અને તે છોડ (ક્ષુપ) કે લતાનું સ્વરુપ ધારણ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]