કુદરત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કુદરતને ઓળખો, સ્વિકારો અને અનુસરો.. કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઇજનેર છે. કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન શિક્ષક છે.

કુદરતની વિરૂદ્ધ ન જાવ. ઉદાહરણ તરીકે, રાત્રી આરામ માટે અને દિવસ કામ માટે બનાવેલ છે. તો રાત્રે પુરતો આરામ કરો. એક જાણીતી કહેવત પણ છેઃ રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી, સુખમાં રહે શરીર. આ મુજબ સવારે વહેલા ઉઠવાથી, આખો દિવસ તાજગીભર્યો લાગે છે. રાત્રે મોડે સુઘી જાગી,સવારે મોડે સુઘી સુઈ રહેવું યોગ્ય નથી.

કુદરતની કળાના અસંખ્ય નમુના આપણી સમક્ષ કુદરતે વિના મુલ્યે પાથરેલા છે. નદી,પર્વત,જાતભાતના પુષ્પો, વ્રુક્ષો પશુપક્ષીઓ નિર્માણ કરવાં કોઇ આસાન કામ નથી.

કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્રમાં પારંગત છે. જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખૂબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ પ્રુથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે. આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી. અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે ગ્રહ વચ્ચેનું અંતર માપવા પ્રકાશવર્ષનો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે. એક પ્રકાશવર્ષ એઽલે પ્રકાશકિરણે એક વર્ષની સફરમાં કાપેલ અંતર. આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....

આપણું માનવ શરીર પણ કુદરતની અદભુત કરામત છે.પ્રત્યેક શરીર એક સ્વનિયંત્રિત, સ્વનિર્ભર કારખાનુ છે, જે અટક્યા વગર વર્ષો સુઘી ચાલ્યા જ કરે.....