ઝભ્ભો
કુર્તા અથવા કુરતા ઍ એક પરંપરાગત ભારતીય પોશાક છે, આ એક લાંબા ખમીસ જેવા પહેરવાનું વસ્ત્ર હોય છે. આની લંબાઈ ઘુંટણો સુધીની હોય છે અને પાયજામાની સાથે પહેરવામાં આવે છે. મોટે ભાગે એનો રંગ કુર્તા સાથે મળતો રાખવામાં આવતો હોય છે. કેટલીકવાર કુર્તાનો રંગ સફેદ પણ હોય છે. કુરતાનો સામાન્ય જીવનમાં તથા ખાસ પ્રસંગોમાં બંન્ને માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો કે ખાસ પ્રસંગો વેળાએ પહેરવામાં આવતા કુર્તા સામાન્ય રીતે વધુ સારા કાપડમાંથી બનાવવામાં આવેલા તથા વધારે ફેશનેબલ હોય છે. કુર્તાઓ સૂતરાઉ, ઊન અને રેશમી એમ બધી જાતનાં કાપડોમાંથી બનાવવામાં આવે છે. ભારત અને પડોશી દેશો નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ કુર્તા પહેરવાની પરંપરા રહી છે. કુર્તાનાં ઘણાં પરિવર્ધિત રુપ જોવા મળે છે, જેમાં શેરવાની, પઠાણી સૂટ વગેરે મુખ્ય છે. મહિલાઓ પણ કુર્તાનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ તેને સામાન્ય રીતે કુર્તી અથવા અન્ય નામો વડે ઓળખવામાં આવે છે.