ધોતીયું
Jump to navigation
Jump to search
ધોતીયું એ એક પરંપરાગત ભારતીય પરિધાન છે, જે હાલના સમયમાં ગામડામાં તથા લગ્ન-વિવાહ તથા અન્ય અનુષ્ઠાનો વેળાએ જ જોવા મળે છે. ધોતીયું સંપુર્ણ હિંદુ સમુદાયમાં એનાં વિભિન્ન નામો તથા પહેરવાની અલગ અલગ રીતના કારણે ઘણો વ્યાપ ધરાવે છે. ઉદાહરણ રૂપે જોતાં તમિલનાડુ અને બિહારના લોકોની પહેરવાની શૈલી ભિન્ન છે. હિન્દી તથા કેટલીક અન્ય ઉત્તર ભારતીય ભાષાઓમાં એને ધોતી અને તે ઉપરાંત બંગાળીમાં ધુતી (ধুতী), તમિલમાં વેષ્ટી (வேஷ்டீ), મલયાલમમાં મુંણ્ડુ (മുണ്ഡു) તથા તેલુગુમાં પંચા (పంచా) અને કન્નડમાં પંચે (ಪಂಚೇ) પણ કહેવામાં આવે છે. (બંગાળ રાજ્ય છોડીને અન્ય બિનહિંદી ભાષાઓમાં ઉચ્ચાર અશુદ્ધ હોય શકે છે )