કુલધરા, રાજસ્થાન

વિકિપીડિયામાંથી
કુલધરા

કુલધાર
ગામ
કુલધરા ગામનાં ખંડેરો
કુલધરા ગામનાં ખંડેરો
કુલધરા is located in રાજસ્થાન
કુલધરા
કુલધરા
રાજસ્થાનમાં કુલધરાનું સ્થાન
કુલધરા is located in India
કુલધરા
કુલધરા
કુલધરા (India)
અક્ષાંશ-રેખાંશ: 26°49′N 70°48′E / 26.81°N 70.80°E / 26.81; 70.80
દેશભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોજેસલમેર
ઊંચાઇ
૨૬૬ m (૮૭૩ ft)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કુલધરા પશ્ચિમ રાજસ્થાનમાં આવેલું એક ઉજ્જડ ગામ છે. આ ગામને ઘોસ્ટ ટાઉન અથવા ભૂતિયા શહેર તરીકે ઓળખવામાં આવે છે. ૧૮૨૫માં કુલધરાના ૮૩ ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઇ ગયા હતા.[૧] ૨૦૧૭ના અભ્યાસ મુજબ કુલધરા અને આજુ-બાજુના ગામો ખાલી થઇ જવાનું કારણ ભૂકંપ મનાયું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ સ્થળ જેસલમેરથી આશરે ૧૮ કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. ગામ ૮૬૧ મી x ૨૬૧ મી ના ચોરસ વિસ્તારમાં ઉત્તર-દક્ષિણ દિશામાં વસેલું હતું. ગામની મધ્યમાં દેવીનું મંદિર આવેલું છે. ગામમાં ત્રણ મુખ્ય આડા રસ્તાઓ અને સંખ્યાબંધ ઊભી નાની ગલીઓ આવેલી હતી.[૨]

ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવાલ જોવા મળે છે. ગામની પૂર્વ દિશામાં સૂકાયેલી નાની કાકની નદી આવેલી છે. પશ્ચિમ દિશામાં મકાનોની પાછલા ભાગની દિવાલો આવેલી છે.[૨]

સ્થાપના[ફેરફાર કરો]

કુલધરાની સ્થાપના પાલીથી જેસલમેર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણોએ કરી હતી.[૩] જેઓ પાલીવાલ કહેવાતા હતા. તવારીખ-એ-જેસલમેર, લક્ષ્મી ચંદ (૧૮૯૯)ના પુસ્તક મુજબ કુલધરા ગામની સ્થાપના કાંધણ નામના પાલીવાલ બ્રાહ્મણે કરી હતી. તેણે ઉધનસર નામના તળાવનું ખોદકામ કર્યું હતું.[૨]

ગામમાં ત્રણ સમાધિ સ્થળો આવેલા છે, જે સંખ્યાબંધ પાળિયાઓ ધરાવે છે.[૪] બે પાળિયાઓ પરના લખાણ મુજબ ગામની ૧૩મી સદીના પ્રારંભમાં વસ્યું હતું. આ લખાણો ભટ્ટાક સંવત મુજબ છે, જે ૧૨૩૫ અને ૧૨૩૮માં મૃત્યુ પામેલા બે ગામવાસીઓના પાળિયાઓ પર આવેલું છે.[૫]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kuldhara - A haunted village near Jaisalmer". Lakshmi Sharath (અંગ્રેજીમાં). 2013-10-31. મેળવેલ 2019-05-02.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ S. Ali Nadeem Rezavi 1995, p. 312.
  3. S. Ali Nadeem Rezavi 1995, p. 313.
  4. S. Ali Nadeem Rezavi 1995, p. 315.
  5. S. Ali Nadeem Rezavi 1995, pp. 313-314.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]