લખાણ પર જાઓ

કુલેશ્વર મંદિર, રાજિમ, છત્તીસગઢ

વિકિપીડિયામાંથી

કુલેશ્વર મંદિર છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના રાજિમ નગર ખાતે આવેલ છે. આ સ્મારક છત્તીસગઢ રાજ્ય દ્વારા સુરક્ષિત છે. પુરાતત્વીય, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું આ સ્થળ રાજિમ, રાયપુર થી ૪૮ કિલોમીટર દક્ષિણમાં, મહા નદીના દક્ષિણ તટ પર આવેલ છે. જ્યાં પેરી નદી અને સોંઢુર નદીનો સંગમ મહા નદી સાથે થાય છે. તેનું પ્રાચીન નામ છે 'કમળ ક્ષેત્ર' તેમ જ 'પદ્મપુર' હતું. તેને 'છત્તીસગઢનું પ્રયાગ' ગણવામાં આવે છે. રાજિમ ખાતેના રાજીવ લોચન મંદિરમાં વિષ્ણુ પૂજા કરવામાં આવે છે. રાજેશ્વર, દાનેશ્વર અને રામચંદ્ર મંદિર આ સંકુલનાં અન્ય મહત્વપૂર્ણ મંદિર છે. કુલેશ્વર શિવ મંદિર, સંગમ સ્થળ પર એક ઊંચી સમતલ સપાટી પર બનાવવામાં આવેલ છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરમાં ગર્ભગૃહ અને સભામંડપ છે. સભામંડપના ભીંતચિત્રમાં આઠ પંક્તિઓમાં અસ્પષ્ટ લિપિમાં પથ્થરમાં કોતરાયેલ લેખ લગાવવામાં આવેલ છે. અહીં પ્રાદેશિક કલા અને સ્થાપત્ય સંબંધિત દુર્લભ કલાત્મક પ્રતિમાઓ જોવાલાયક છે.