કૃતિકા દેસાઈ ખાન

વિકિપીડિયામાંથી
કૃતિકા દેસાઈ ખાન
જન્મ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૮ Edit this on Wikidata
કુટુંબઅમજદ ખાન Edit this on Wikidata

કૃતિકા દેસાઇ ખાન એ એક ભારતીય ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેમણે અભિનયની શરૂઆત ટીવી ધારાવાહિક બુનિયાદમાં 'મંગળા' નું પાત્ર ભજવીને કરી અને તે દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેણીએ ચંદ્રકાન્તા, માનસી (ટોક શો), એર હોસ્ટેસ, સુપરહિટ મુકાબલા (પ્રથમ ભારતીય કાઉન્ટડાઉન શો), હંગામા (ટ્રાવેલ શો), નૂરજહાં (ઐતિહાસિક ધારાવાહિક), ઝીટીવી પર અંબાજી, રામ મિલાયી જોડી અને ઉતરનમાં (મુંડન કરેલી વિધવાનું પાત્ર) કામ કર્યું છે. તેમણે સ્ટાર પ્લસ દૈનિક શો મેરે અંગને મેં માં શાંતિ દેવીની ભૂમિકા ભજવી હતી, આ ધારાવાહિક એક સૌથી સફળ અને લાંબા ગાળાનો શો બની હતી. આ શો ૨૦૦ વર્ષના સફળ પ્રસારણ બાદ ઓગસ્ટ ૨૦૧૭ માં સમાપ્ત થયો.[૧]

અભિનય કારકિર્દી[ફેરફાર કરો]

તેઓ "અકાંક્ષા" નામના શેરીના બાળકોની એક નાટ્ય કાર્યશાળા સાથે જોડાયેલા છે.[૨] તેમણે શોધ પ્રતિશોધ સહિતના અનેક ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો છે, અને લોકોની તથા વિવેચકોની પ્રશંસા મેળવી છે. આ નાટક ચાર મહિનામાં ૧૨૫ વખત પ્રદર્શીત થયું હતું જે એક રેકોર્ડ છે.

તેમણે પલ્લવી બની પાર્વતી અને તો કરો શ્રીગણેશ, જેવા ગુજરાતી નાટકોમાં પણ અભિનય આપ્યો છે.

તેમણે ઉત્તરન નામની ધારાવાહિકમાં પાત્રની ભજવણી માટે માટે પોતાનું માથું મુંડાવ્યું અને ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં મુંડન કરાવનાર પ્રથમ સ્ત્રી તરીકે પ્રસિદ્ધ થઈ. [૩]

તેમણે ઘણી દૈનિક ધારાવાહિકોમાં લોકપ્રિય ભૂમિકાઓ કરી છે, જેમાં રામ મિલાયી જોડી, અને ઉત્તરન નોંધનીય છે. ૨૦૧૫ માં, તેણે સ્ટાર પ્લસની ધારાવાહિક મેરે અંગને મેં માં શાંતિ દેવીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. [૪]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

ફિલ્મો[ફેરફાર કરો]

  • ઇન્સાફ (૧૯૮૭)
  • દત્તક ધ એડોપ્ટેડ (૨૦૦૧)
  • ટર્ન લેફ્ટ એટ ધ એન્ડ ઓફ ધ વર્ડ (૨૦૦૪)
  • દસ્તક
  • ન્યાયાધીશ તરીકે સેક્શન ૩૭૫ (૨૦૧૯)

ટેલિવિઝન[ફેરફાર કરો]

  • દેખ ભાઈ દેખ
  • બેતાલ પચીસી
  • બુનિયાદ
  • ચંદ્રમુખી (ટીવી ધારાવાહિક)
  • ચંદ્રકાંતા
  • ઝમીન આસમાન
  • કિસ્મત (ટીવી ધારાવાહિક) | કિસ્મત
  • હંગામા
  • સુપરહિટ મુકાબલા
  • અ માઉથફુલ ઓફ સ્કાય
  • નૂરજહાં
  • કુમકુમ - એક પ્યાર સા બંધન
  • તુમ્હારી દિશા
  • માનસી
  • બ્લેક
  • દો સહેલિયાં
  • એક આમ આદમી (ટીવી ધારાવાહિક) સ્ટાર વન
  • એર હોસ્ટેસ
  • અન્નુ કી હો ગયી વાહ ભાઈ વાહ
  • વો રેહને વાલી મેહલોં કી
  • રામ મિલાયી જોડી (૨૦૧૨-૨૦૧૩)
  • ઉતરન - તેણે જે પાત્ર ભજવ્યું તેનું નામ એકાદશી અવિનાશ ચેટરજી હતું. આનું ટેલિકાસ્ટ ૨૦૧૩ થી ૨૦૧૫ ની વચ્ચે થયું.
  • મેરે અંગને મેં (૨૦૧૫-૨૦૧૭) તેમણે ભજવેલા પાત્રનું નામ શાંતિ દેવી હતું.
  • પરમાવતાર શ્રી કૃષ્ણ
  • શક્તિ - અસ્તિત્વ કે એહસાસ કી, પ્રીતોની માતા તરીકે
  • જીજી મામાં હરિયાળી રાવત તરીકે
  • લાલ ઇશ્ક (૨૦૧૮ ટીવી ધારાવાહિક)માં ઝૂલેવાલી દાદી તરીકે

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ltd., 9X Media Pvt. "SpotboyE | Sab kuch bollywood". SpotboyE.com (અંગ્રેજીમાં). મેળવેલ 2017-08-08.
  2. "Different dreams". Financialexpress.com. 2005-11-27. મૂળ માંથી 2012-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-19.
  3. "Krutika Desai goes bald for a role - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-02-23. મેળવેલ 2014-07-25.
  4. "Saas Krutika Desai turns bikini babe".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]