કેસર મકવાણા
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કેસર મકવાણા ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક, વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના માર્ગદર્શક છે. તેઓ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પણ છે.[૧]
જીવન
[ફેરફાર કરો]કેસર મકવાણાનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે માતા જેઠીબહેન અને પિતા મસરીભાઈને ત્યાં જન્મ થયો હતો. (તેમની કાયદાકીય જન્મ તારીખ ૧ જૂન ૧૯૬૫ નોંધાયેલ છે.) તેઓનું પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં જ થયેલું અને તેઓ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક (વિ. વિ. નગર) સુધીનો અભ્યાસ કરીને સાથે વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થયા.
સર્જન અને કારકિર્દી
[ફેરફાર કરો]કેસર મકવાણા વિવેચક અને સંપાદક છે. કેસર મકવાણાએ ૧૫ જેટલા પરિસંવાદમાં વક્તવ્યો આપ્યાં છે જેમાં "અસ્મિતા પર્વ" અને "મનોજ પર્વ" પરિસંવાદોનો સમાવેશ થાય છે.
- ગ્રામજીવનની સાઠોત્તરી- ગુજરાતી નવલકથા (સંશોધનાત્મક વિવેચન) (પ્રથમ આવૃત્તિ - ૨૦૦૨ બીજી આવૃત્તિ - ૨૦૧૪)
- પરિમિત- (વિવેચન લેખો) - (૨૦૦૯)
- નાનાભાઈ હ. જેબલિયા - વ્યક્તિ અને વાઙમય (સંપાદન - ૨૦૧૨)
- અમે પાદરમાં ઝાટકે ખરેલા (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) સંપાદન - (૨૦૧૪)
- પરિસર (વિવેચન લેખોનો સંગ્રહ) (૨૦૧૫)
- દલિતાયન (દલિત સાહિત્ય વિવેચન સંગ્રહ) પ્રકાશક- ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. (૨૦૧૫)
સંદર્ભ
[ફેરફાર કરો]
- ↑ રાધેશ્યામ શર્મા (૧૭ જાન્યુઆરી ૨૦૧૬). ""સાક્ષરજન તો... "". જનસત્તા (અમદાવાદ આવૃત્તિ).