કોથમીર-મરચાંની ચટણી
Appearance
તીખી ચટણી, લીલી ચટણી કે કોથમીર-મરચાંની ચટણી એ કોથમીર, મરચાં અને અન્ય મસાલા ભેળવીને બનાવાતી ચટણી છે.
કૃતિ
[ફેરફાર કરો]મિક્સરમાં ધોઈને સાફ કરેલી કોથમીર, સમારેલાં લીલા મરચાં, શિંગદાણા, દાળીયા, આદું, હળદર, જીરું, મીઠું નાંખી પીસી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું (પાણી ઉમેરતાં ધ્યાન રાખવું, જો શરૂઆતમાં બહુ પાણી ઉમેરાઈ જશે તો વટાતા તકલીફ પડશે, અને ઝીણું નહી વટાય). ઝીણી વટાઈ જાય એતલે તેમાં લીંબુનો રચ નીચોવો.
નોંધ
[ફેરફાર કરો]- જેટલું તીખું પસંદ હોય તે પ્રમાણે કોથમીર-મરચાંનું પ્રમાણ લેવું.
- તીખી ચટણીમાં પણ થોડો મીઠો સ્વાદ લાવવા માટે વાટતી વખતે તેમાં સહેજ ખાંડ ઉમેરી શકાય.
- જો ખાતા હોવ તો (બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ, સ્વામીનારાયણ ના હોવતો) ચટણીને વાટતી વખતે લીલું લસણ ઝીણું સમારીને નાંખી શકાય.
- આ ચટણીને ચટણીઓની રાણી કહી શકાય છે. આ ચટણી ભેળ, સેવપુરી, કેનેપ્સ, સેંડવીચ જેવી વાનગીઓમાં વપરાય છે. આ ચટણી થેપલાં, ઢોકળાં, મૂઠિયાં ઈત્યાદિ ફરસાણ સાથે પણ ખાઈ શકાય છે.