કૌશિક વેકરિયા
દેખાવ
કૌશિક વેકરિયા | |
---|---|
![]() | |
જન્મની વિગત | |
શિક્ષણ | બી.કોમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (કે.કે. પારેખા અને મહેતા આર.પી. વિદ્યાલય, અમરેલી)માંથી. વર્ષ - ૨૦૦૮ |
નોંધપાત્ર કાર્ય | નાયબ મુખ્ય દંડક - વિધાનસભા અને સંસદીય બાબતો વિભાગ, ગુજરાત સરકાર |
રાજકીય પક્ષ | ભાજપ |
કૌશિક કાન્તિભાઈ વેકરિયા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે. તે હાલ ગુજરાત વિધાનસભામાં અમરેલી મતવિસ્તારથી વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
૯ જૂન ૧૯૮૬ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા દેવરાજિયામાં જન્મેલા કૌશિક વેકરિયા ખેડૂત પરિવારમાંથી આવે છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૌશિક વેકરિયા અમરેલી મતવિસ્તારમાંથી ચુંટણી લડ્યા હતા અને તેમના પ્રતિસ્પર્ધી પરેશ ધાનાણી સામે ૪૬,૬૫૭ મતની સરસાઈથી જીત્યા હતા.[૧].
તેમના રાજકીય જીવન પહેલા તેઓ ખેતી અને વ્યવસાયમાં કાર્યરત હતા. તેઓ ભાજપના અમરેલી જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી મુખ્યત્વે ખેડૂતોના કલ્યાણ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉંચે લાવવાની કોશિશોથી ચિહ્નિત રહી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |