લખાણ પર જાઓ

ક્વોન્ટિકો (ટેલિવિઝન શ્રેણી)

વિકિપીડિયામાંથી

ક્વોન્ટિકો  એ જોશુઆ સાફ્રાન દ્વારા બનાવવામાં આવેલી એક રોમાંચક અમેરિકન ટેલિવિઝન શ્રેણી છે જેનો એબીસી ટેલિવિઝન પર ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ પ્રથમ ભાગ પ્રસારિત થયો. કથાની નાયિકા છે એલેક્સ પૅરિશ (પ્રિયંકા ચોપરા) જેના પર આતંકવાદી હુમલો કરાવ્યા હોવાની શંકા છે. શ્રેણીના પૂર્વ દ્રશ્યો તેની અને તેના સહકર્મચારીઓની ક્વોન્ટિકોમાં આવેલી એફબીઆઈ અકાદમીની તેમની તાલીમ દરમ્યાનનો ઘટનાક્રમ કહે છે. એબીસી ટેલિવિઝને આ ધારાવાહિકની એક આખી શ્રેણી મંજૂર કરી, અને ઓક્ટૉબર અને નવેમ્બરમાંની અન્ય મંજૂરીઓ સાથે કુલ ૨૨ હપ્તા મંજૂર કર્યા. ૩ માર્ચ ૨૦૧૬ના રોજ એબીસી ટેલિવિઝન દ્વાર તેને બીજી શ્રેણી માટે પણ મંજૂરી મળી.

સંક્ષેપ[ફેરફાર કરો]

શ્રેણીમાં એફબીઆઈમાં નવા જ ભરતી થયેલા યુવાનોની વાત છે જેમાંના દરેક પાસે એફબીઆઈ સાથે જોડાવાનું પોતાનું કારણ છે. પશ્ચાદભૂમિકામાં ચાલતી ભૂતકાળની વાતનું કથાનક તેમની પહેલાની જિંદગી વિશે વાત કરે છે જ્યારે નવા ભરતી થયેલા આ યુવાનો અને યુવતિઓ એફબીઆઈની વર્જિનીયામાં  ક્વોન્ટિકો ખાતે આવેલ અકાદમીમાં પ્રશિક્ષણ દરમ્યાનની મુશ્કેલીઓનો સામનો કરે છે. જો કે વર્તમાનના કથાનકમાં શ્રેણી સાથે સાથે એ પણ દર્શાવે છે કે એ ભરતી પામેલા યુવાનોમાંથી કોઈ એક, પ્રશિક્ષણ પૂર્ણ કર્યા પછી, સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના હુમલા પછીના ન્યૂયોર્ક શહેર પરના સૌથી મોટા હુમલાના આયોજનમાં મુખ્ય  શકમંદ તરીકે શામેલ છે. 

અભિનેતાઓ અને પાત્રો[ફેરફાર કરો]

મુખ્ય પાત્રો[ફેરફાર કરો]

પ્રિયંકા ચોપરા એલેક્સ પૅરિશ ના પાત્રમાં.
 • પ્રિયંકા ચોપરા એલેક્સ પૅરિશ ના પાત્રમાં એક આશાસ્પદ એફબીઆઈ એજન્ટ છે જેના પર આતંકવાદી હુમલા માટે મુખ્ય શકમંદ તરીકે આરોપ મૂકાય છે, ખોટા આરોપને લીધે તે હુમલા માટે જવાબદાર લોકોને શોધવા અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા ભાગી જાય છે. 
 • જૉશ હૉપ્કિન્સ લીઆમ ઑ'કોનર ના પાત્રમાં એક અનુભવી એફબીઆઈ એજન્ટ છે જેણે મિરાન્ડા શૉ સાથે આવેશયુક્ત સંબંધ બાંધ્યો હતો, તેને પદભ્રષ્ટ કરીને એફબીઆઈ અકાદમીમાં મૂકવામાં આવ્યો છે.
 • જેક મેક્લવિગ રાયન બૂથના પાત્રમાં એક છૂપો એકબીઆઈ એજન્ટ છે, જેને એલેક્સ પર જાપ્તો રાખવાનું કામ આપવામાં આવ્યું છે, પણ એને બદલે તેના પ્રેમમાં પડે છે.
 • અન્જાન્યુ ઈલિસ મિરાન્ડા શૉ ના પાત્રમાં, ક્વોન્ટિકોના પ્રશિક્ષણ કેન્દ્રમાં ડાયરેક્ટર ના પદ પર છે, અને એલેક્સની માર્ગદર્શક છે. એલેક્સ ગુનેગાર છે એ વાત માનવાનો તે સદંતર ઈનકાર કરે છે.
 • યાસ્મિન અલ મસ્રી નીમા અને રૈના અમીનના જોડિયા બાળકોના પાત્રમાં છે, જેમને મિરાન્ડા દ્વારા લાવવામાં આવ્યા છે જે છદ્મવેશે એક જ વ્યક્તિ તરીકે નીમાના નામે રહે છે. આક્રમક અને ધર્મનિરપેક્ષ રૈના ખૂબ જ સજ્જડ રીતે સ્વતંત્ર સ્પેશિયલ એજન્ટ બનવા માંગે છે, પણ માનસિક અને શારીરિક હરીફાઈમાં એ સફળ થતી નથી. વધારે પડતી ધાર્મિક નીમા એ કાર્ય માટે વધુ યોગ્ય છે પણ આ અભ્યાસમાં એ ફક્ત રૈનાની ઈચ્છાને લીધે જ જોડાય છે. 
 • જોહાન બ્રેડી શેલ્બી વાયેટના પાત્રમાં એલેક્સની ખાસ મિત્ર છે અને અત્યંત સુંદર છે. એ ખૂબ પૈસાદાર છે અને તેના પરિવાર પાસે ઘણી બધી કંપનીઓ પણ છે. શેલ્બીના માતા પિતા ૯/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હોવાથી ભવિષ્યના આતંકવાદી હુમલાઓને રોકવાનો પ્રયત્ન કરવા  તે એફબીઆઈમાં જોડાય છે. 
 • ટૅટ એલિંગ્ટન સાયમન એશરના પાત્રમાં છે, જે એક યહૂદી છે અને નીમા પ્રત્યે આકર્ષાયેલો છે. નીમાને ખબર પડે છે કે સાયમન તેના જીવનનો અમુક ભાગ ગાઝામાં વીતાવીને આવ્યો છે. સાયમનને ક્વોન્ટિકોમાંથી આ કારણે સત્તાવાર રીતે કાઢી મૂકવામાં આવે છે, પણ છતાંય એ ખૂબ જ છદ્યવેશી એજન્ટ છે. 
 • ગ્રેહામ રોજર્સ સેલેબ હેસના પાત્રમાં છે જેને એજન્ટ તરીકે નિષ્ફળ રહેવાને લીધે અકાદમી છોડવી પડી હતી, તેને વિશ્લેષક તરીકે ફરીથી તાલીમ માટે લાવવામાં આવે છે. ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પરના હુમલા પહેલા સેલેબને વિશ્લેષક તરીકે સાન ડિઆગો ખાતે મૂકવામાં આવ્યો હતો, પણ તેણે ન્યૂયોર્ક બદલી માંગી હતી.
 • અનાબેલ અકૉસ્ટા નૅટલી વાસ્ક્વેઝના પાત્રમાં અકાદમીમાં અને રાયનના પ્રેમને મેળવવામાં એમ બંને રીતે એલેક્સની હરીફ છે. હુમલા પછીની ઘટનાઓમાં તે એફબીઆઈ એજન્ટ હોવાનું દર્શાવાયું છે અને એલેક્સને મારવા માટેના પ્રયત્નશીલ એજન્ટમાંની તે એક છે..

પુનરાવૃત્તિત પાત્રો[ફેરફાર કરો]

 • અન્ના ખાજા, સીતા પેરિશના પત્રમાં, એલેક્સની માતા.
 • એન્થની રુવિવર એજન્ટ જિમેન્ઝના પાત્રમાં
 • બ્રાયન જે. સ્મિથ એરિક પૅકરના પાત્રમાં, પૂર્વ એફબીઆઈ સાથે જોડાયેલ તાલીમાર્થી 
 • જોનાથન સ્ચેચ માઈકલ પેરિશ તરીકે એલેક્સના પિતા.
 • રિક કોસ્નેટ એલિસ હાર્પર તરીકે ગે વિશ્લેષક તાલીમાર્થી છે જે સાયમન બૂથમાં અંગત રીતે અને વ્યવસાયિક રીતે રસ ધરાવે છે.
 • માર્ક પેલેગ્રીનો ક્લાયટન હાસના પાત્રમાં, પૂર્વ એફબીઆઈ ઉપનિયાકમ અને સેલેબના પિતા.
 • જે. મેલરી મેકક્રી ચાર્લિના પાત્રમાં, મિરાન્ડાનો પુત્ર.
 • ડેવિડ એલ્ફી ડંકન હોવેલના પાત્રમાં, એક હેકર 'ધ અનનોન' નામના હેક્ટિવિસ્ટ જૂથનો સભ્ય.
 • અન્ના ડીઓ મિઆના પાત્રમાં, હેકર જે ડંકનની સાથે 'ધ અનનોન' જૂથની સભ્ય.
 • જૅકબ આર્ટિસ્ટ બ્રાન્ડન ફ્લેચરના પાત્રમાં, એફબીઆઈનો તાલીમાર્થી.
 • ઑડેડ ફેહ્ર ગ્રિફીન વેલ્સના પાત્રમાં, એક કુશળ વિધિસર પ્રશ્નો પૂછીને તપાસ કરનાર એચાઅઈજી માટે કાર્યરત અધિકારી.
 • એન્ન હીચ ડૉ. સુઝાન લેંગ્ડનના પાત્રમાં, નિષ્ણાંત ફોરેન્સિક વિજ્ઞાનિક, ગુનેગારોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં માહેર.
 • એલિઝા કૂપ હેન્ના વાયલેન્ડના પાત્રમાં, ઉચ્ચ કક્ષાની એફબીઆઈ એજન્ટ જે ન્યૂયોર્કની ક્ષેત્ર કચેરીમાં કામ કરે છે..
 • માર્શિયા ક્રોસ સેનેટર ક્લેર હાસના પાત્રમાં, ડેમોક્રેટિક પક્ષના ઉપ પ્રમુખપદ માટેના ઉમેદવાર અને સેલેબની માતા.[૧]
 • જૅ આર્મસ્ટ્રોંગ જોન્સન વિલ ઓસ્લેનના પાત્રમાં,પૂર્વ રોકેટ વૈજ્ઞાનિક, સેલેબની સાથે તેના ઓરડામાં રહેતા પહેલા ઉપરની કક્ષામાં રહેનાર.
 • લી જૂન લી ચાંગના પાત્રમાં, પૂર્વ વકીલ, જે ક્વોન્ટિકોમાં પહેલા ઉપરની કક્ષામાં હતી, ક્લાસ ભેગા થયા પછી શેલ્બીની સાથે તેના ઓરડામાં રહેનાર.
 • લેન્ની પ્લાટ ડ્ર્યૂ પેરાલ્સના પાત્રમાં, પૂર્વ એનએફએલ ખેલાડી, જે ક્વોન્ટિકોમાં વર્ગો ભેગા થયા એ પહેલા બધાં જ તાલીમાર્થીઓથી ઉપરની કક્ષામાં હતો.
 • કેલી રૂથરફોર્ડ લૌરા વાયેટના પાત્રમાં, શેલ્બીની માતા.
 • કૅવન કિલ્નર ગ્લેન્ન વાયેટના પાત્રમાં, શેલ્બીના પિતા.

શ્રેણીના ભાગ[ફેરફાર કરો]

૧૫ મે, ૨૦૧૬ના રોજ પ્રથમ શ્રેણી પૂર્ણ થશે.[૨]

નિર્માણ[ફેરફાર કરો]

વિકાસ[ફેરફાર કરો]

On September 17, 2014, ABC announced the network had bought the original concept for the drama series written by Joshua Safran and produced by Mark Gordon Company, described as Grey's Anatomy meets Homeland.[૩] ABC ordered the pilot on January 23, 2015 for the 2015–16 television season.[૪] The pilot episode was filmed in Atlanta and directed by Marc Munden.[૫] On May 7, 2015, ABC picked up the pilot to series with an order of 13 episodes.[૬] ABC picked up the show for a full season on October 13, 2015, with an additional six episodes, increasing the episode count to 19 and in November to 22 episodes.[૭][૧] On March 3, 2016, ABC announced that Quantico had been renewed for a second season.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Andreeva, Nellie (૬ નવેમ્બર ૨૦૧૫). "Marcia Cross Tapped For 'Quantico' Role". Deadline. મેળવેલ ૭ નવેમ્બર ૨૦૧૫.
 2. "ABC Announces May Sweeps Programming and Series Finale Dates".
 3. "Josh Safran, Mark Gordon Team for Quantico Drama at ABC (Exclusive)". The Hollywood Reporter. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૪. મેળવેલ ૧૧ મે ૨૦૧૫.
 4. Andreeva, Nellie (૨૩ જાન્યુઆરી ૨૦૧૫). "ABC Orders Pilots 'Runner', 'Quantico', 'Mix', 'LA Crime', 'Of Kings & Prophets'". Deadline.com. મેળવેલ ૧૧ મે ૨૦૧૫.
 5. "TV Pilots 2015: The Complete Guide to What Lives, Dies and Still Has a Pulse". The Hollywood Reporter. ૧૯ જાન્યુઆરી ૨૦૧૫. મેળવેલ ૧૧ મે ૨૦૧૫.
 6. Andreeva, Nellie (૭ મે ૨૦૧૫). "ABC Orders Six Drama Pilots To Series". Deadline.com. મેળવેલ ૧૧ મે ૨૦૧૫.
 7. Roots, Kimberly (૧૩ ઓક્ટોબર ૨૦૧૫). "Quantico Lands Full-Season Order". TVLine. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૫.
 8. Porter, Rick (૩ માર્ચ ૨૦૧૬). "'Once Upon a Time,' 'Fresh Off the Boat' and 'Quantico' renewed at ABC". TV by the Numbers. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]