ખાટી આમલી

વિકિપીડિયામાંથી

ખાટી આમલી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: મેગ્નોલિયોફાઇટા
Class: મૈગ્નોલિયોપ્સિડા
Order: ફેબેલ્સ
Family: ફેબેસી
Subfamily: સિઝાલ્પીનિયોઇડી
Tribe: ડિટેરીઈ
Genus: ટેમેરિન્ડસ (Tamarindus)
Species: ઇન્ડિકા (T. indica)
દ્વિનામી નામ
ટેમેરિન્ડસ ઇન્ડિકા (Tamarindus indica)
લીનિયસ (L.)

ખાટી આમલી અથવા આમલી (અંગ્રેજી:Tamarind, અરબી: تمر هندي તામર હિન્દી "ભારતીય ખજૂર") એક વનસ્પતિ છે, જે ફૈબેસી કુળમાં આવતું એક વૃક્ષ છે. આમલીના લાલ થી ભૂરા રંગનાં ફળને પણ આમલી જ કહેવામાં આવે છે. આ ફળ સ્વાદમાં ખુબજ ખાટાં હોય છે. આમલીનું વૃક્ષ સમયની સાથે ખુબ જ મોટું થઇ શકે છે. આમલીનાં પાંદડાં એક વૃતની બંન્ને તરફ નાની-નાની હારમાં લાગેલાં હોય છે. આ વૃક્ષના વંશ ટૈમેરિન્ડસમાં માત્ર એક પ્રજાતિ હોય છે.

કાતરા

આમલી પાચક અને પિત્ત વિકારો માટે રામબાણ ઔષધિ છે. ખાદ્ય પદાર્થ અને ઔષધિના રૂપમાં આમલીનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. આમલીના ગુદા તરસ છીપાવનાર, રોચક, દાહશામક અને રક્તપિત્તનું શમન કરે છે. આમલીના ફૂલ સોજાને દૂર કરે છે. પિત્તજ્વરમાં કબજિયાત અને બળતરાને દૂર કરવા માટે આમલીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાકી આમલીનો મુરબ્બો બનાવીને ખાવાથી પાચનશક્તિ વધે છે.

ઘરેલુ નુસખા - મરોડ : ૬ ગ્રામ પાકી આમલીનો ગુદો, ૩ ગ્રામ પાકું કેળું, ૧ ગ્રામ મરી પાઉડર આ ત્રણેયને એકસાથે મેળવીને (જે એક ખોરાક છે) દિવસ દરમિયાન ત્રણવાર સેવન કરો. આમ કરવાથી ત્રણ દિવસમાં જ આમળો/ મરોડમાંથી રાહત મળી જાય છે.

- સોજો અને દર્દ : શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ કરવાથી આરામ મળે છે.

- આંખ આવવી : આંખ આવે એટલે કે કંજંક્ટિવાઈટિસ પર આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે

- ઘા : દાઝી જવાને કારણે ઘા થયો હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું તેલ લગાવીને આ ચૂર્ણને છાંટવાથી તરત જ ઘા ભરાઈ જશે.

- પિત્તની ગરમી : ૫૦ ગ્રામ પાકી આમલીનો ગુદો લઈને પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને અર્ધા લિટર પાણી (આવશ્યકતાનુસાર ગુદા અને પાણીની માત્રા વધારી પણ શકો છો)માં થોડુંક ઉકાળો. પછી તેને મસળીને ગાળી લો. એ પછી તેમાં થોડુંક મીઠું, શેકેલું જીરું અને ધાણા, મરી (બધાંનો બારીક પાઉડર) અને થોડીક ખાંડ કે ગોળ મેળવીને થોડું-થોડું કરીને ૩-૪ વારમાં પી જાવ.

- મચકોડ : શરીરના કોઈપણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. એનાથી રાહત મેળવવા માટે આમલીના પર્ણને પીસીને લેપ બનાવીને હૂંફાળો ગરમ કરી લો અને અસરકર્તા સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ જલદી ઠીક થઈ જશે.

- પાચન સંબંધી વિકાર : ભૂખ ઓછી લાગવાથી ભોજનની સાથે આમલીની ચટણી બનાવીને ખાવી જોઈએ. એનાથી ખૂલીને ભૂખ લાગે છે અને ભોજન આસાનીથી પચે છે. આમલીનું પન્નું બનાવીને તેમાં ખાંડ મેળવીને પીવાથી અરુચિ દૂર થાય છે.

- ધાતુ વિકાર : ધાતુ સંબંધી રોગોમાં પણ આમલી લાભદાયક છે. એના માટે ૨૫૦ ગ્રામ આમલીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે બફાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી તેના છોતરાં કાઢી લો. એ પછી એને સારી રીતે પીસીને લુગદી બનાવી લો. એ લુગદીમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાખીને ધીમી આંચે શેકો. પછી તેમાં સમાન માત્રામાં ખાંડ મેળવીને રાખી મૂકો. એને ૨-૫ ગ્રામની માત્રામાં સવાર-સાંજ દૂધની સાથે સેવન કરો. એનાથી ધાતુ સંબંધી બધાં જ વિકાર દૂર થઈ જાય છે. આ પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે.

- કફ-પિત્ત : આમલીના પન્નામાં ખાંડ મેળવીને પીવાથી શરીરની ગરમી, પિત્ત અને કફનું શમન થાય છે.

- અરુચિ : પાકી આમલીને પાણીમાં પલાળીને રાખી મૂકો. પછી તેને મસળીને પન્નું બનાવી લો. ફુદીનો, મેથી, ધાણાં, જીરું, શેકેલી હિંગ અને લાલ મરચાં પાઉડર- બધાંને પીસીને પન્નામાં ભેળવીને ચટણી બનાવી દો. આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને ભોજન પ્રત્યે રુચિ પેદા કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]