ખિરસુ

વિકિપીડિયામાંથી

ખિરસુ (અંગ્રેજી: Khirsu) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલ એક ગિરિમથક (હિલ સ્ટેશન) છે. આ સ્થળ દરિયાઇ સપાટી કરતાં ૧૭૦૦ મીટર જેટલી વધુ ઊંચાઈ પર આવેલું છે. આ સ્થળ પૌડી થી ૧૧ કિલોમીટર જેટલા અંતરે ઉત્તર તરફ અને દહેરાદૂન શહેર થી પશ્ચિમ તરફ ૯૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

આ ગિરિમથક તેની મનોહર પૃષ્ઠભૂમિ માટે પ્રખ્યાત છે. અહીંથી અદભૂત ૩૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતું હિમાલયની પર્વતશૃંખલાનું વિશાળ દૃશ્ય જોઈ શકાય છે, જેમાં બરફ-આચ્છાદિત ત્રિશુલ, નંદા દેવી, નંદા કોટ અને પંચચુલી શિખરોનો સમાવેશ થાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Khirsu". Uttarakhand Tourism Development Board.