ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય
Appearance
ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | ચંબા જિલ્લો, હિમાચલ પ્રદેશ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 32°50′49″N 76°04′05″E / 32.847°N 76.068°E[૧] |
વિસ્તાર | 109 km2 (42 sq mi) |
સ્થાપના | ૧૯૬૨ |
ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લાના સાલૂની તાલુકામાં આવેલ ભંડાલ ખીણ-પ્રદેશમાં ઉચ્ચપ્રદેશમાં આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય સાથે આ અભયારણ્યનો ઉત્તરી છેડો સંલગ્ન છે. એવું કહેવાયું છે કે આ હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત એકમાત્ર એવું અભયારણ્ય છે કે જ્યાં કાશ્મીરી હરણ જોવા મળે છે.
આ અભયારણ્ય ખાતે નાની સંખ્યામાં કસ્તુરી હરણ, હિમાલયન બકરી અને હિમાલયન તેતર વસવાટ કરે છે. આ વિસ્તારમાં રંગબેરંગી પક્ષીઓ પણ જોઈ શકાય છે. આ અભયારણ્યનો વિસ્તાર ખાતે ઉચ્ચપ્રદેશ વિસ્તારની વિવિધ અલભ્ય વનસ્પતિઓ અને દેવદારના જંગલો, શંકુદ્રુમ જંગલો અને આલ્પાઇન ગોચર વડે રમણીય દૃશ્યો ઊભાં કરે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gamgul Siahbehi Sanctuary". protectedplanet.net. મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-03.