ગીઝાનો મહાન પિરામિડ

વિકિપીડિયામાંથી
ગીઝાનો મહાન પિરામિડ
ગીઝાનો મહાન પિરામિડ, માર્ચ ૨૦૦૫
ખુફુ
Coordinates29°58′45″N 31°08′03″E / 29.97917°N 31.13417°E / 29.97917; 31.13417
Ancient name
<
Aa1G43I9G43
>G25N18
X1
O24
[૧]
ʒḫt Ḫwfw
અખેત ખુફુ
Constructedc. ઇ.સ. પૂર્વે ૨૫૮૦-૨૫૬૦ (૪થો વંશ)
Typeપિરામિડ
Materialચૂનાના પથ્થર, ગ્રેનાઇટ
Height146.7 metres (481 ft)
138.8 metres (455 ft) (મુખ્ય)
Base230.34 metres (756 ft) લંબાઇ
Volume2,583,283 cubic metres (91,227,778 cu ft)
Slope51°52'±2'
ઇમારતની વિગતો
નકશો
નોંધેલ ઉંચાઇ
વિશ્વમાં સૌથી ઉંચું ઇ.સ. પૂર્વે ૨૫૬૦ થી ઇ.સ. ૧૩૧૧ સુધી[I]
પછીનુંલિંકન ચર્ચ
માપદંડસાંસ્કૃતિક: i, iii, vi
સંદર્ભ86-002
વિશ્વ ધરોહરમાં સમાવેશ૧૯૭૯ (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. સત્ર)

ગીઝાનો મહાન પિરામિડ એ કૅરોની નજીક ગીઝા નેક્રોપોલીસમાં આવેલા ત્રણ પિરામિડમાંનો સૌથી જૂનો અને મોટો પિરામિડ છે. તેને ખુફુનો પિરામિડ કે ચેઓપ્સનો પિરામિડ પણ કહે છે. પ્રાચીન વિશ્વની અજાયબીઓમાંથી આ એક માત્ર બચેલી અજાયબી છે. માનવામાં આવે છે કે આ પિરામિડ ઇજીપ્તના રાજા ખુફુના ચોથા વંશજના મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું બાંધકામ લગભગ ૨૦ વર્ષ ચાલી ઇ.પૂ. ૨૫૬૦ની આસપાસ પૂર્ણ થયું હતું. ૩૮૦૦ વર્ષ સુધી આ મહાન પિરામિડ વિશ્વની સૌથી ઊંચી માનવ નિર્મિત ઈમારત બની રહ્યો હતો. અસલમાં પિરામિડ ખાસ સપાટીના લીસા પત્થરોથી ઢંકાયેલો હતો. હાલમાં જે દેખાય છે તે અંદરનું માળખું છે. પાયાના ભાગમાં આજે પણ આ મૂળ પત્થરો જોવા મળે છે. આ પિરામિડના બાંધકામમાં વપરાયેલી યંત્રણા વિષે વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રવર્તે છે. સૌથી વધુ વિશ્વસનીય યંત્રણા એવી લાગે છે કે મોટા મોટા પત્થરોને ખાણમાંથી ઘસડીને અને ઊંચકીને તેના નિયત સ્થળ સુધી લઈ જવાયા હશે.

આ પિરામિડમાં ત્રણ કક્ષ હોવાનું શોધાયુ છે. સૌથી નીચેનો ખંડ જે ખડક પર પિરામિડ બન્યો છે તેના પાયાને ખોદીને નીચે જાય છે. આ કક્ષ હજી અપૂર્ણ છે. કહેવાતા રાજા અને રાણીના[૨] ખંડો પિરામિડની અંદર અમુક ઊંચાઈએ આવેલાં છે. ગીઝાનો પિરામિડ એ એક સંકુલની મુખ્ય ઈમારત છે જેમાં આ ઉપરાંત, ખુફુના બે સ્મારક મંદિરો (એક પિરામિડની બાજુમાં અને બીજું નાઈલની બાજુમાં), ખુફુની પત્નીઓના ત્રણ નાના પિરામિડ, એક તેથી પણ નાનો ઉપ પિરામિડ, બે મંદિરને જોડતી ઊઁચી મર્ગિકા અને પિરામિડની આજુબાજુના ઉમરાવોના નાના મકબરાઓ, નો સમાવેશ થાય છે.

પિરામિડનું બાંધકામ[ફેરફાર કરો]

માનવામાં આવે છે કે આ પિરામિડ ઇજીપ્તના રાજા ખુફુના ચોથા વંશજનો મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું બાંધકામ લગભગ ૧૪[૩] થી ૨૦ વર્ષ ચાલી ઇ.પૂ. ૨૫૬૦ની આસપાસ પૂર્ણ થયું હતું. [૪] ખુફુનો વઝીર (મુખ્યપ્રધાન કક્ષાનો ઉચ્ચ અધિકારી),'હેમોન' કે 'હેમિનુ',આ મહાન પિરામિડનો સ્થપતી હોવાનું અમુક લોકો માને છે.[૫] એમ માનવામાં આવે છે કે બાંધકામ સમયે તેની ઊંચાઈ ૨૮૦ ઈજીપ્તી ક્યુબીટ કે ૧૪૬.૬ મી. જેટલી હતી. પણ તેના ખવાણ અને ટોચ પથ્થરના નાશથી તેને વર્તમાન ઊંચાઈ ૧૩૮.૮ મી. રહી ગઈ છે. .[૬] પિરામિડનું કુલ દ્રવ્યમાન ૫૯ લાખ ટન માનવામાં આવે છે. અંદરના ટેકરા સહીત તેનું કદ ૨૫,૦૦,૦૦૦ ઘન મી. છે. [૭] આ અડસટ્ટાને આધારે જો બાંધકામ ૨૦ વર્ષ ચાલ્યું હોય તો રોજના ૮૦૦ ટન પત્થરનું સ્થાપન થયેલું હોવું જોઈએ. માન્યતા મુજબ ખુફુની સત્તા ૬૫ વર્ષ ચાલી હતી તે અનુસાર તેને માત્ર રોજિંદા ૨૫૦ ટન પત્થરની હલન ચલન કરવી રહી. પિરામિડની પ્રથમ તલસ્પર્શી તપાસ ઈજીપ્તી શાસ્ત્રજ્ઞ સર ફ્લીંડર્સ પૅટ્રી દ્વારા ૧૮૮૦-૮૨ માં કરવામાં આવી અને તેને ગીઝાના પિરામિડો અને મંદીરોના નામે પ્રકાશીત કરાઈ હતી.[૮] લગભગ બધાંજ અહેવાલો આ માપ પર આધારિત છે. પેટ્રીએ શોધી કાઢ્યું કે પિરામિડ ઉત્તરથી પશ્ચિમ તરફ ૪ મિનિટ (૧ અંશનો ૬૦મો ભાગ) પર છે અને અન્ય પિરામિડ પણ આ જ દિશામાં છે.[૯] મહાન પિરામિડની સપાટી પત્થરો અને આંતરીક ખંડોના ચોસલાઓને એકબીજા સાથે ઘણી ઊંચી ચોકસાઈથી બેસાડેલા હતાં. ઈશાન કોણના સપાટીના પત્થરોનો અભ્યાસ કરતાં જણાય છે કે જોડની સરાસરી જાડાઈ ઈઁચનો ૫૦મો ભાગ હતી. [૧૦]

Great Pyramid of Giza from a 19th century stereopticon card photo

૩૮૦૦ વર્ષ સુધી આ મહાન પિરામિડ વિશ્વની સૌથી ઊંચી માનવ નિર્મિત ઈમારત બની રહ્યો હતો [૧૧] જ્યારે ઇ.સ. ૧૩૦૦ની આસપાસ ૧૬૦ મી. લીંકન કેથેડ્રલના મિનારની ટોચનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે તેનું તે માન પૂર્ણ થયું. આ પિરામિડનું માપ એટલું અણી શુદ્ધ હતું કે તેની પાયાની બાજુના માપની સરાસરી ભૂલ માત્ર ૫૮મીલીમીટર થાય છે. અને કોણમાં ભૂલ ૧ ચાપમિનિટ (૧ અંશનો ૬૦મો ભાગ) છે. પાયાની સમતલતામાં ફરક ૧૫ મિમીનો જ છે. પાયાના ચોરસની બાજુઓ ચુંબકીય ઉત્તર નહિ પણ સત્ય ઉત્તર દિશાને સમાંતર છે, જેમાં કોણીય ફરક માત્ર ૩ મિનિટનો છે. પેટ્રીના અનુમાનો અનુસાર પિરામિડનું માપ લંબાઈમાં ૪૪૦ ક્યુબીટ અને ઊંચાઈમાં ૨૮૦ ક્યુબીટ હોવું જોઈએ. આ પ્રમાણ (પાઈ/૨) એટલેકે ((૨૨/૭)/૨) જેટલું ૦.૦૫% ની અણીચુકતા જેટલું છે જે અમુક ઈજીપ્ત શાસ્ત્રજ્ઞ અનુસાર જાણે કરીને રખાયેલ છે.[૧૨]. વર્નર લખે છે, " આપણે તારણ કાઢી શકીએકે ભલે પ્રાચીન ઈજીપ્તના લોકો પાઈ(૨૨/૭)ની વ્યાખ્યા કરી શક્યા ન હતાં પણ દરેક કાર્યોમાં તેઓ તે પ્રમાણ વાપરતાં હતાં.[૧૩] ઈજીપ્તીશાસ્ત્રજ્ઞ સર ફ્લીંડર્સ પૅટ્રી,ગીઝાના પિરામિડો અને મંદીરોના ના લેખક જેમણે પ્રથમ વખત ઈજીપ્તના પિરામિડની ચોકસાઈ ભર્યો અભ્યાસ કર્યો તેમણે તારણ કાઢ્યુંકે,આ ક્ષેત્રોના ગુણોતાર અને વર્તુળાકાર નો ગુણોત્તર એટલો યોજના બદ્ધ છે કે આપણે તેમને ઈમારત રચનાના નિષ્ણાત કહી શકીએ.[૧૪] પહેલાના પ્રકરણોમાં તેણે સ્પષ્ટ લખ્યું કે, આથી આપણે કહી શકીએ કે ૭/૨૨નો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર તે સમયે જ્ઞાત હતો. [૧૫]

બનાવટના પદાર્થો[ફેરફાર કરો]

આ મહાપિરામિડમાં ૨૩લાખ ચૂનાના પત્થરના મોટાં ચોસલા વપરાયાં છે. આ પત્થરોને ખાણમાંથી નાઈલ નદીના માર્ગે અહીં લવાયા હતાં. આ પત્થરોમાં ખૂંટાઓ ઠોકીને તેને કાપવામાં આવ્યાં હતાં. ખૂંટાઓને પત્થરોમાં ઠોકી ભીંજવવામાં આવતાં. ભેજમા6 ખૂંટા પ્રસરણ પામતા અને પત્થરો તૂટી પડતાં. એક પવખત કપાઈ ગયાં પછી આ પત્થરોને નદીમાં અધો કે ઉર્ધ્વ દિશામાં પિરામિડ સુધી લઈ જવાતા.

સપાટી ના પત્થરો[ફેરફાર કરો]

casing stone

પૂર્ણતા પર મહાન પિરામિડને સફેદચક ચકીત ચૂનાના પત્થરોથી મઢી દેવામાં આવ્યાં હતાં. તેઓ ત્રાંસા હતા પણ ઉપરથી સપાટ હતાં. અત્યારે જે દેખાય છે તે માત્ર મૂળ હાર્દ પિરામિડનો ઢાંચો છે. ઈ.સ. ૧૩૦૧ના મહા ભૂકંપને લીધે સપાટીના ઘણાં પત્થરો ઢીલાં કે છુટ્ટાં પડી ગયાંૢ જેને બાહરી વંશના સુલતાન નાસીર નાસીર અદ દીન અલ હસન દ્વારા ૧૩૫૬માં કૅરોની મસ્જીદો અને કિલ્લો બનાવવા લઈ જવાયા.

આવા અમુક પત્થરોને આજેપન પિરામિડના ભાગ તરીકે અમુક ભાગોમાં જોઈ શકાય છે. વધુ ખોદકામ કરતાં ન લઈ જવાયેલ કે પછળથી ખરી પડેલ પત્થરોનો એક મોટઓ જત્થો મળી આવ્યો. તદુપરાંત આજે પણે પિરમિડના પાયાના અમુક ભાગો જે બચી ગયાં છે ત્યાં આવા પત્થરો હજી પણ તેના યથા સ્થાને તેમેની ચોકસાઈ પૂર્વકની કામગીરીની સાક્ષી આપતાં જોવા મળે છે. પેટ્રીને મૂળ પિરામિડ અને સપાટીના પથરોની ગોઠવણીની દિશામાં પણ ૧૯૩ સેમી± ૨૫સેમીનો ફરક જણાઈ આવ્યો. તેના મતે હાર્દના બાંધકામ પછી કદાચ તેમને ઉત્તરી કોણની ભૂલનો અંદાજો આવ્યો હોવો જોઈએ જે તેમણે સપાટીના પત્થરોને જડતી વખતે સુધારવાનો પ્રયત્ન કર્યો હશે.[૯]

બાંધકામ સિદ્ધાંતો[ફેરફાર કરો]

સમયે સમયે પિરામિડના બાંધકામ માટેની વિવિધ પણ એકબીજાથી વિરોધાભાસી પદ્ધતીઓ બતાવવામાં આવી છે.[૧૬] ઘણાં તો એ વાત સાથે પણ સહમત નથી કે તેમને ખાણમાંથી ખોદીને અહીં લવાયા. તેમના મતે તો તે અહીંજ ઘડાયા હોય. જોકે મોટા ભાગના લોકો માને છે કે તેમને ખાણમાંથી ખોદીને અહીં લવાયા હતાં. પણ એ વાત માટે મતાંતર છે કે તેમને કેમ લવાયા, ઘસડીને,ઊંચકીને કે પૈડાં પર સરકાવીને! ગ્રીક લોકોના મતે આ કામમાં ગુલામોને કામે લગાવાયા પણ ઈજીપ્ત શાસ્ત્રીઓ માને છે કે તેને હજારો કુશળ કારીગરોએ અંજામ આપ્યું. તેઓએ પિરામિડ નજીક ડેરો જમાવ્યો અને પગાર કે કર દાન પર બાંધકામ પૂર્ણ થયાં સુધી કામ કર્યું હશે. ૧૯૯૦માં પુરાતત્વશાસ્ત્રી ઝહી હવાસ, માર્ક લેહ્નર દ્વારા તેમની દફનભૂમી શોધી કઢાઈ. વર્નર ના હીસાબે કામદાર વર્ગ તેમના કૌશલ્ય પ્રમાણે વિભાજીત હતો. તેમાં ૧ લાખ કામદારોની બે ટુકડીઓ હતી જે ૨૦,૦૦૦ માણસોના ઝા કે ફાયલમાં વહેંચાયેલ હતાં, જેમને ફરી તેમની આવડત અને કૌશલ પ્રમાણે વહેંચવામાં આવતાં. [૧૭]

પિરામિડ બાંધકામની સૌથી રહસ્યમય વાત એ છે કે તેનું આયોજન કઈ રીતે થયું હશે. જોહ્ન રોમર સૂચવે છે કે અહીં પણ આનાથી પહેલાં ઉપયોગમાં લેવાતી હતી તેવી જ પદ્ધત્તી વપરાઈ હશે. કજેની અનુસાર બાંધકામના ભાગોને ૧:૧ ના પ્રમાણમાં જમીન ઉપર આલેખવમાં આવતાં. તે આગળ લખે છે કે આવો કાર્ય નક્શો તેમને અભૂતપૂર્વ ચોકસાઈ પૂર્વક બાંધકામ કરવા મદદ કરતો. તે પોતાના પુસ્તકનું એક આખું પ્રકરણ આ રીતે થયેલ બાંધકામ ના મળેલા અવશેષો આદિના વિવરણને માટે રાખે છે [૧૮]

અંત:સ્થલ[ફેરફાર કરો]

આ મહાન પિરામિડ એક જ એવું પિરામિડ છે જેમાં ઉપર અને નીચે બનેં તરફ જતાં ગલિયારા જોવા મળે છે. આ મહા પિરામિડમાં અત્યાર સુધી ત્રણ જ્ઞાત ખંડ મળી આવ્યાં છે. તેમને એકબીજાની ઉપર પિરામિડના કેન્દ્રીય અક્ષ પર બનાવાયેલ છે. પ્રવેશમાંથી ૧૮મીટર લાંબો ગલિયારો નીચે તરફ જઈ બે દિશામાં વહેંચાઈ જાય છે. એક ગલિયારો નીચે તરફના અપૂર્ણ કક્ષ તરફ જાય છે. આ કક્ષને પિરામિડ જે જમીન પર ઉભો છે તે જમીનના ભૂખડકને કોતરીને બનાવવામાં અવ્યો છે. આ ત્રને ખંડમાં નો સૌથી મોટો ખંડ છેૢ પણ અપૂર્ણ છેૢ માત્ર ખડકનો કોતરેલ ભાગ દેખાય છે. બીજો ગલિયારો એક ૪૯મી*૩મી*૧૧મી ની ભવ્ય ગૅલેરી તરફ જાય છે જ્યાંથી તે હજી બે ભાગમાં વહેંચાય છે. એક ભોંયરુ રાણીના ખંડ(અયોગ્ય નામકરણ)માં લઈ જાય છે. જ્યારે બીજું ભોંયરું આગળ જઈ નીચે તરફ જતાં ગલિયારા ને મળે છે. આ ભવ્ય ગૅલેરીમાં જ્યાંથી તે હજી બે ભાગમાં વહેંચાય છે. એક ભોંયરુ રાણીના ખંડ(અયોગ્ય નામકરણ)માં લઈ જાય છે. જ્યારે બીજું ભોંયરું આગળ જઈ નીચે તરફ જતાં ગલિયારા ને મળે છે. આ ભવ્ય ગૅલેરીમાં સુંદર ભાત અને કોતરણીવાળા કોર્બેલ અને ચોક્કસ અંતરે ગલિયારાની બનેં તરફ ઉંચકાયેલ સ્તર પરની દીવાલોમાં કલાત્મક ગડખીઓ જોવા મળે છે. આ ગૅલેરીની વચ્ચો વચ્ચ જમીન પર એક નીક પસાર થાય છે આ ગડખીનો ચોક્ક્સ ઉપયોગ શું હશે તે અજ્ઞાત છે. એક બોગદામાં થઈ અહીંથી રાજાના ખંડમાં જઈ શકાય છે. [૪]

Diagram of the interior structures of the great pyramid. The inner line indicates the pyramid's present profile, the outer line indicates the original profile.

રાજાનો ખંડ[ફેરફાર કરો]

પ્રવેશિકા અને રસ્તાની લાંબી વણઝાર ના અંતે આ ઈમારતનો મુખ્ય ભાગ રાજાનો ખંડ આવે છે. આ ખંડ શરૂઆતમાં ૧૦ x ૨૦ x ૧૧.૨ ક્યુબીટ એટલેકે ૫.૨૫ મી.x ૧૦.૫ મી.x ૬ મી.નો હતો. જેમીં ૧૦ x ૧૦ ક્યુબીટના બે ચોરસ હતાં અને તેમની ઊંચાઈ વિકર્ણના વર્ગની અડધી ઊઁચઈની હતી. કોઈ લોકોનું માનવુ છે કે આ રીત ભૂમિતિના સુવર્ણ પ્રમાણ φ (phi-ફાય), મેળવવાને સુસંગત છે તે એવી રીતે કે જો તેના માપનો ઉદ્દેશ્ય φ ગુણોત્તર મેળવવાનો હોય તો આપોઆપ π ચોરસથી વર્તુળ બનાવતા આવે છે.[૧૯]

રાજાના ખંડમાં આવેલી દફનપેટી લાલ આસ્વાન ગ્રેનાઈટના એક શિલાખંડમાંથી કંડારવામાં આવી છે. અને તેનું માપ ગલીયારાના માપ કરતાં પસાર ન થઈ શકે તેટલું મોટું છે. આ દફન પેટીને પ્રેત ને સંઘરવાજ બનવાઈ હતી કે કેમ તે વિશે કોઈ ઠોસ માહીતી નથી. મધ્યમ કદની વ્યક્તિ ને ઘુંટણ વાળ્યા સિવાય તેમાં બેસાડવી શક્ય નથી. ઘુંટણ વાળીને દફનાવવાની કોઈ પ્રણાલીકા પણ મળી નથી આવી અને તે પેટીને કોઈ ઢાંકણ પણ નથી. રાજાના ખંડમાંથી બે નાની ચિમની નીકળે છે જે સીધી ઉપર ખુલે છે.પહેલા એમ માનવામાં આવતું હતું કે તે ચિમનીઓ વાતાયન/વાયુવિજન માટે બનાવાઈ હશે. હશે પણ પછી આ વાતની પુષ્ટી કરતાં પુરાવા ન મળ્યા. પાછળથી એમ માનવામાં આવ્યું કે ધાર્મિક કર્મકાંડ માટે તેનો ઉપયોગ હશે. હવે એમ મનાય છે કે તે ફેરોહની આત્માને સ્વર્ગ સુધી જવા માટે મુકવામાં આવ્યાં હશે. [૨૦]

રાજાનો ખંડ દક્ષિણ દિશામાં ૩૯૫ કિમી દૂર આવેલા આસ્વાન માંથી મળી આવતાં રાતા ગ્રેનાઈટથી મઢેલો છે.રાજાના ખંડની ઉપર બીજા છૂપા પાંચ ખંડો છે. સૌથી પ્રથમ ઉપખંડમાં ભવ્ય ગેલેરીના છેવટના અંતની દિવાલમાં આવેલા બાકોરામાંથી જઈ શકાય છે. આ ખંડને ડેવિડસન ખંડ કહેવાતો. જ્યારે છત પર આવેલી તિરાડમાંથી નીકળેલા ઘાંસના તણખલા દ્વારા તે છતને હલાવી શકતો હતો ત્યારે હોવર્ડ વ્યેસને એક અન્ય ઉપખંડ હોવાની શંકા ગઈ. તેણે તેને તોડી પાડતાં બીજાં ૪ છૂપાં ખંડ મળી આવ્યાં. આ ખંડને વેલીંગટન,નેલ્સન,લેડી આર્બટનોટ અને કેમ્પબેલનો ખંડ એવા નામ અપાયા. રાજાનો ખંડ અને પહેલાં ચાર છૂપાં ખંડની છત ગ્રેનાઈટની બનેલી છે. દરેક છત ૮ થી ૯, ૨૫ થી ૮૦ ટન વજન ધરાવતા, ગ્રેનાઈટની બનેલ છે. કેમ્બેલનો ખંડ મોટા ચૂનાની લાદીઓનો બનેલો છે.[૨૧] [૨૨] ઇજીપ્તશાસ્ત્રીઓ માને છે કે તેને નાઇલ નદીના રસ્તે,વિશાળ તરાપાઓ દ્વારા, લવાયા હશે.[૨૩]

રાણીનો ખંડ[ફેરફાર કરો]

રાણીનો ખંડ મધ્ય ભાગમાં આવેલો છે અને સૌથી નાનો એટલેકે ૫.૭૪મી x ૫.૦૩મી અને ઊંચાઈ ૪૦૫૭મી છે. તેની દીવાલો લીસા ચૂનાના ખડકોથી મઢેલી છે અને તેની છત મોટી ચૂનાની લાદીઓથી બનેલી છે.[૨૪] તેની પૂર્વી ભીંતમાં એક મોટો કોણીય દ્વાર કે ગોખલું છે. ઈજીપ્તજ્ઞ માર્ક લેહ્નર માને છે કે આ રાણીનો ખંડ નો એદ્દેશ્ય અન્ય ઈજીપ્તી પિરામિડમાં મેળી આવેલ સેરદબ તરીકે થતો હશે અને તે મોટા ગોખલાનો ઉપયોગ દફનાવાયેલનું પૂતળું રાખવા થયો હશે. પ્રાચીન એજીપ્તી લોકોનું એવું માનવુ હતુ6 કે જો દુર્ભાગ્યે ફેરો(રાજા)નું મમીકરણ કરેલ શરીર બનાશ પાને તોએ તેમની આત્મા કા ને આ પૂતળું કામ આવે. પણ આ ખંડનો ખરો ઉદ્દેશ્ય હજી પણ અજ્ઞાત છે.[૨૦] રાઅજાના ખંડની જેમ રાણીના ખંડમાં પણ બે ચિમની આવેલ છે જેને ૧૯૯૨મં જર્મન ઈજનેર રુડોલ્ફ ગંટેનબ્રીંક દ્વારા નિર્મિત રોબોટ ઉપૌટ-૨ દ્વારા શોધી કઢાયા. આ બનેં ચિમનીઓ ચૂનના પથ્થરના બનેલ તાંબાના હાથા વાળ દરવાજાથી ઢંકાયેલ હતાં. નેશનલ જ્યોગ્રોફીક દ્વારા દક્ષીણતરફના દરવાજામાં એક નાનું કાણું કરી ફીલ્માવવામાં આવ્યું તો તેની પાછળ એક મોટોઓ દરવાજો મળી આવ્યો. [૨૫] ઉત્તર તરફનો બોગદો જેમાં તેના વળાંક અને વાંકા ચૂંકા રસ્તાને લીધે ચાલવું મુશ્કેલ હતું તે પણ એક અન્ય દરવાજાથી ઢંકાયેલો હતો.[૨૬]

અપૂર્ણ ખંડ[ફેરફાર કરો]

અપૂર્ણ ખંડ જમીન થી ૨૭મીટર નીચે આવેલ છે. અને અહીં અન્ય ખંડોની ચોકસાઈનો સદંતર અભાવ છે. ઈજીપ્તજ્ઞોની અનુસાર આ ખંડ અસલમાં દફન ખંડ હતો પણ પાછળથી રાજા ખુફુએ પોતાનો વિચાર બદલી દીધો અને ઊંચા સ્થાને ખંડ બનાવડાવ્યો.[૨૭] ઈજીપ્તજ્ઞ બોબ બ્રાયરના હિસાબે જો ખુફુ જલ્દી મૃત્યુ પામે તો આ તેની માટે વીમા પોલિસી જેવું હતું. તે જ્યારે જીવંત અને સ્વસ્થ હતો ત્યારે બાંધકામના ૫ વર્ષ પછી બીજા (રાણીના) ખંડનું બાંધકામ શરૂ થયું. અમુક ૧૫ જેટલા વર્ષ બાદ આ ખંડનું બાંધકામ છોડી દેવાયું અને ઉપર પિરામિડની મધ્યમાં રાજાનો ખંડ બનાવવામાં આવ્યો. [૨૮]

પિરામિડ ક્ષેત્ર[ફેરફાર કરો]

Map of Giza pyramid complex

ગીઝાનો પિરામિડ એ એક સંકુલની મુખ્ય ઈમારત છે જેમાં ખુફુના બે સ્મારક મંદિરો (એક પિરામિડની બાજુમાં અને બીજો નાઈલની બાજુમાં), ખુફુની પત્નીઓના ત્રણ નાના પિરામિડ, એક તેથી પણ નાનો ઉપ પિરામિડ, બે મંદિરને જોડતી ઊઁચી મર્ગિકા અને પિરામિડની આજુબાજુના ઉમરાવોન નાના ‘મસ્તબા’ (મકબરા)નો પણ સમાવેશ થાય છે. તેમાં એક નાનુ પિરામિડ રાણી હેતીફેરસને સમર્પિત છે જે સ્નેફેરુની પત્ની અને બહેન તથા ખુફુની માતા હતી. આ પિરામિડની શોધ ૧૯૨૫માં થઈ. ગીઝાના કામદારો માટે એક નગર હતું જેમાં સ્મશાન, ભઠ્ઠી (બેકરી), બીયરનું કારખાનું અને તાંબુ ગાળવાનું ક્ષેત્ર હતું. મહાન પિરામિડની વાયવ્યમાં ખફ્રેનો થોડોક નાનો પિરામિડ આવેલો છે. ખફ્રે ખુફુનો અનુગામી હતો જેને ગીઝાના મહાન સ્ફીંક્સનો નિર્માતા માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર વાયવ્યમાં મેંકુરેનો પિરામિડ છે જે ખફ્રેનો અનુગામી હતો. પણ તેની ઉંચાઈ અડધી જ છે. ૧૯૫૪માં મહાન પિરામિડની દક્ષિણે ૪૧ પત્થરોનો ઢગલો મળી આવ્યો. તેને ખોલતાં તેમાંથી ૩૦.૮મી લાંબો એક ખાડો મળી આવ્યો જેમાં ૪૩ મી. લાંબી દેવદાર (Chedar)ના લાકડાંની હોડીના અવશેષો મળી આવ્યાં હતાં. પ્રાચીન કાળમાં તેને ૧૨૨૪ ટુકડા વાળા ૬૫૦ ભાગમાં વિચ્છેદીત કરાઈ હતી. ખુફુની સ્મશાન યાત્રાની આ હોડીને તે જ સ્થળે હવે ફરી બાંધીને તેમાં એક સંગ્રહાલય બનાવવામં આવ્યું છે. ત્યાર બાદ નજીકમાં એક અન્ય હોડી ધરાવતો ખાડો મળી આવ્યો હતો.[૨૯]

લૂંટારા, પ્રવાસીઓ અને ઉત્ખનકો[ફેરફાર કરો]

ત્યાર બાદના પિરામિડો ભલે નાના હતાં પણ તે બાંધવાની પરંપરા મધ્ય યુગના રાજયો સુધી ચાલુ રહી. તદુપરાંત લેખકો બ્રાયર અને હોબ્બ્સના દાવા મુજબ, જ્યારે આજે જેને વૅલી ઑફ કિંગ્સ તરીકે ઓઅળખાય છે તે રણદ્વીપમાં રાજસી મકબરાનું બાંધકામ શરૂ થયું ત્યારે, "નવા રાજ્યોએ બધા પિરામિડો લૂંટી લીધા હતા.", .[૩૦][૩૧] જોય્સ ટીલ્ડેસ્લી લખે છે કે આરબ ખલીફા અબ્દુલ્લા અલ મામુન ઈ.સ. ૮૨૦માં પિરામિડમાં પ્રવેશ્યા તે પહેલાં મધ્ય રાજ્ય દ્વારા મહાન પિરામિડને પણ ખોલીને ખાલી કરાયું હતું .[૩૨]

વધુ સાહિત્ય[ફેરફાર કરો]

  • Bauval, Robert &, Hancock, Graham (1996). Keeper of Genesis. Mandarin books. ISBN 0-7493-2196-2.
  • Brier, Bob &, Hobbs, A. Hoyt (1999). Daily Life of the Ancient Egyptians. Greenwood Press. ISBN 978-0313303135.
  • Calter, Paul A. (2008). Squaring the Circle: Geometry in Art and Architecture. Key College Publishing. ISBN 1-930190-82-4.
  • Clayton, Peter A. (1994). Chronicle of the Pharaohs. Thames & Hudson. ISBN 0-500-05074-0.
  • Collins, Dana M. (2001). The Oxford Encyclopedia of Ancient Egypt. Oxford University Press. ISBN 9780195102345.
  • Cremin, Aedeen (2007). Archaeologica. Frances Lincoln. ISBN 978-0711228221.
  • Dilke, O.A.W. (1992). Mathematics and Measurement. University of California Press. ISBN 0520060725.
  • Gahlin, Lucia (2003). Myths and Mythology of Ancient Egypt. Anness Publishing Ltd. ISBN 1-84215-831-7.
  • Lehrner, Mark (1997). The Complete Pyramids. London: Thames and Hudson. ISBN 0-500-05084-8.
  • Levy, Janey (2005). The Great Pyramid of Giza: Measuring Length, Area, Volume, and Angles. Rosen Publishing Group. ISBN 1404260595.
  • Lepre, J.P. (1990). The Egyptian Pyramids: A Comprehensive, Illustrated Reference. McFarland & Company. ISBN 0899504612.
  • Lightbody, David I (2008). Egyptian Tomb Architecture: The Archaeological Facts of Pharaonic Circular Symbolism. British Archaeological Reports International Series S1852. ISBN 978-1407303390.
  • Oakes, Lorana (2002). Ancient Egypt. Hermes House. ISBN 1-84309-429-0. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  • Petrie, Sir William Matthew Flinders (1883). The Pyramids and Temples of Gizeh. Field & Tuer. ISBN 0710307098. External link in |title= (મદદ)
  • Romer, John (2007). The Great Pyramid: Ancient Egypt Revisited. Cambridge University Press, Cambridge. ISBN 978-0-521-87166-2.
  • Scarre, Chris (1999). The Seventy Wonders of the Ancient World. Thames & Hudson, London. ISBN 978-0500050965.
  • Seidelmann, P.Kenneth (1992). Explanatory Supplement to the Astronomical Almanac. University Science Books. ISBN 0-935702-68-7.
  • Shaw, Ian (2003). The Oxford History of Ancient Egypt. Oxford University Press. ISBN 0198150342.
  • Siliotti, Alberto (1997). Guide to the pyramids of Egypt; preface by Zahi Hawass. Barnes & Noble Books. ISBN unknown Check |isbn= value: invalid character (મદદ).
  • Smyth, Piazzi (1978). The Great Pyramid. Crown Publishers Inc. ISBN 0-517-26403-X.
  • Tyldesley, Joyce (2007). Egypt:How a lost civilization was rediscovered. BBC Books. ISBN 978-0563522577.
  • Verner, Miroslav (2001). The Pyramids: The Mystery, Culture, and Science of Egypt's Great Monuments. Grove Press. ISBN 0-8021-1703-1.
  • Verner, Miroslav (2003). The Pyramids. Atlantic Books. ISBN 1843541718.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • પિરામિડ-આંતરીક કથા 'PBS' Nova (ટી.વી. શ્રેણી) દ્વારા.
  • Belless, Stephen. "The Upuaut Project Homepage". Upuaut Project. મેળવેલ 2008-04-01. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessmonthday=, |coauthors=, and |accessyear= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Clemmons, Maureen. "How Many Caltechers Does It Take to Raise An Egyptian Obelisk?". Caltech News. મૂળ માંથી 2010-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-01. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessmonthday=, |coauthors=, and |accessyear= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • "The Giza Mapping Project". Oriental Institute, Chicago. મૂળ માંથી 2008-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-01. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessmonthday=, |coauthors=, and |accessyear= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Hawass, Dr. Zahi. "How Old are the Pyramids?". Ancient Egypt Research Associates. મૂળ માંથી 2008-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-01. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessmonthday=, |coauthors=, and |accessyear= (મદદ)CS1 maint: discouraged parameter (link)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Verner 2001, p. 189.
  2. જોહ્ન રોમર, તેના પુસ્તક The Great Pyramid: Ancient Egypt Revisitedમાં નોંધે છે કે "અલબત્ત, આજના અર્વાચિન શિર્ષકો કે સમજૂતિઓ પૂરાતન સ્થાપત્યોનો ઉદ્દેશ વર્ણવવા માટે તદ્દન અક્ષમ છે." પાન. ૮
  3. John Romer, basing his calculations on the known time scale for the Red pyramid, calculates 14 years — pp.74, schedule on pp 456-560.
  4. ૪.૦ ૪.૧ Oakes & Gahlin (2002) p.66.
  5. Shaw (2003) p.89.
  6. Dilke (1987) pp.9,23.
  7. Levy (2005) p.17.
  8. http://www.ronaldbirdsall.com/gizeh/petrie/index.htm
  9. ૯.૦ ૯.૧ Petrie (1883).
  10. Dr. I.E.S. Edwards: "The Pyramids of Egypt" 1986/1947 p. 285
  11. Collins (2001) p.234.
  12. Lightbody (2008) p.24.
  13. Verner (2003) p.70.
  14. Petrie Wisdom of the Egyptians 1940: 30
  15. Petrie Wisdom of the Egyptians 1940: 27
  16. "Building the Great Pyramid". Public BBC. 2006-02-03.
  17. Verner (2001) pp.75-82.
  18. Romer, John, The Great Pyramid: Ancient Egypt Revisited, p. 327, pp. 329-337
  19. Calter (2008) pp. 156-171, 548-551.
  20. ૨૦.૦ ૨૦.૧ Oakes & Gahlin (2002) p.67.
  21. Lehner (1997)p. 44,51-53,108-115
  22. Scarre (1999)
  23. Romer (2007) pp.187-195
  24. Lehner (1997)p. 112
  25. Gupton, Nancy (2003-04-04). "Ancient Egyptian Chambers Explored". National Geographic. મેળવેલ 2008-08-11.
  26. "Third "Door" Found in Great Pyramid". National Geographic. 2002-09-23. મેળવેલ 2008-08-11.
  27. "Unfinished Chamber". Public Broadcasting System. મેળવેલ 2008-08-11.
  28. Hidden ramps may solve the mystery of the Great Pyramid's construction સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન Archaeological Institute of America, Volume 60 Number 3, May/June 2007.
  29. Clayton (1994) pp.48-49.
  30. Brier 1999, p. 164 [૧]
  31. Cremin 2007 p.96.[૨] સંગ્રહિત ૨૦૧૩-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન
  32. Tyldesley, 2007 p.38