ગુજરાતી કઢી
વાટકીમાં ગરમ કઢી | |
પ્રકાર | સૂપ |
---|---|
ઉદ્ભવ | ભારતીય ઉપમહાદ્વીપ |
પીરસવાનું તાપમાન | ગરમ |
મુખ્ય સામગ્રી | દહીં (અંગ્રેજી : yogurt), ચણાનો લોટ અથવા બેસન |
વિવિધ રૂપો | પંજાબી કઢી, સિંધી કઢી |
ગુજરાતી કઢીનું ગુજરાતી સંસ્કરણ છે. [૧] તે એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટમાંથી બને છે . [૨] કઢીએ ગુજરાતી વાનગીઓનો આવશ્યક ભાગ છે. [૩]
લોકપ્રિયતા
[ફેરફાર કરો]બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ગુજરાતી કઢી પીરસવામાં આવી હતી. [૪] ચીનના રાષ્ટ્રપતિના જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે કઢી તેમના મેનૂમાં સ્થાન પામી હતી. [૫] ભારતમાં કઢીની વિવિધ જાતો છે જેમ કે સિંધી કઢી, રાજસ્થની કઢી, બોહરી કઢી અથવા યુપી કઢી વગેરે. ગુજરાતી કઢી તેમનાથી સંપૂર્ણપણે ભિન્ન છે સિવાય કે તે બધી દહીં આધારિત વાનગી છે (સિંધી કઢી સિવાય કે જેમાં મુખ્ય વસ્તુ આમલી હોય છે). ગુજરાતમાં તેને ખીચડી અથવા બાફેલા ભાત સાથે પીરસવામાં આવે છે. [૬]
તૈયારી
[ફેરફાર કરો]પંજાબી કઢીની તુલનામાં ગુજરાતી કાઠી હળવી હોય છે. [૭] દહીં અને ચણાનો લોટ થોડા કપ પાણી સાથે ભેળવીને એક પ્રવાહી મિશ્રણમાં તેને ફેરવાય છે. કાપેલા / વાટેલા લીલા મરચા, પીસેલું આદુ અને હિંગને એક તપેલીમાં મધ્યમ તાપે વઘાર કરવામાં આવે છે . તે પછી દહીં અને ચણાના લોટના દ્રાવણને મિક્સ કરી વઘારમાં ઉમેરી થોડી મિનિટો ગરમ કરી હલાવતા રહેવું પડે છે. ખીચડી, નાન, રોટલી અથવા ભાત સાથે ગરમ પીરસવામાં આવે છે. [૮]
ઘટકો
[ફેરફાર કરો]દહી (દહીં), ચણાનો લોટ, હીંગ, તજ પાવડર, રાઈ, લીમડાના પાન, કોથમીર વગેરે[૯]
ભિન્ન પ્રકારો
[ફેરફાર કરો]પંજાબી કઢી, સિંધી કઢી, રાજસ્થાની કઢી, [૧૦] કાઠિયાવાડી કઢી. [૧૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The taste of Gujarat". મૂળ માંથી 2015-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-20.
- ↑ "'Gujarati Kadhi', 'Bhuna Gosht Boti' for Obama". India Today. India Today.
- ↑ "How to Make Gujarati Kadhi".
- ↑ "Obama's lunch menu: Gujarati Kadhi, Bhuna Gosht Boti". The Times Of India.
- ↑ "Over 100 Gujarati delicacies for Chinese President Xi Jinping's palate". IBNLIVE. મૂળ માંથી 2014-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-20.
- ↑ "Express Recipe: How to make Gujarati Kadhi". Indian Express.
- ↑ "Recipe: Delicious hot Gujarati kadhi". The Times of india.
- ↑ "Recipe: Gujarati Kadhi". Zee News. મૂળ માંથી 2020-12-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-20.
- ↑ "Gujarati Kadhi". http://food.ndtv.com/. NDTV. External link in
|website=
(મદદ) - ↑ "Express Recipe: How to make Gujarati Kadhi".
- ↑ "The Kathiawadi thali, fully loaded".
વધુ વાંચન
[ફેરફાર કરો]- Gress, Priti Chitnis; W. Chitnis, Chandrakant Paul (1 October 2007). Flavorful India: Treasured Recipes from a Gujarati Family. Hippocrene Books. પૃષ્ઠ 147 pages. ISBN 9780781812078.
- Kabra, Kanchan (29 March 2014). Taste Of Gujarat. Netlancers Inc. પૃષ્ઠ 86 pages.[હંમેશ માટે મૃત કડી]