લખાણ પર જાઓ

હિંગ

વિકિપીડિયામાંથી

એસાફોટીડા (હિંગ)
ફેરુલા સ્કોરોડોસ્મા syn. એસાફેટેડીયા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): એસ્ટરિડ્સ
Order: એપિએલ્સ
Family: એપિએસી
Genus: ફેરુલા (Ferula)
Species: એસાફોટીડા (F. assafoetida)
દ્વિનામી નામ
ફેરુલા એસાફોટીડા
લિનિયસ (L.)

હિંગ (ફેરુલા એસાફોટીડા) (પર્શિયન- انگدان અંગેદન), (આ રીતે પણ ઓળખાય છે ડેવીલ્સ ડંગ (દાનવનું છાણ), સ્ટીંકીંગ ગમ (વાસ મારતો ગુંદર), એસંટ, ભગવાનોનું ભોજન, કાયમ (મલ્યાલમ), હિંગ (આસામી બંગાળી, મરાઠી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, નેપાળી), ઈંગુઆ (તેલુગુ), ઇંગુ (કન્નડ), પેર્ઉંગાયમ (તમિળ), હીલ્ટીટ (મીશાનીક હિબ્રુ), અને જાયંટ ફેનલ) આ ફેરુલા પ્રજાતિની વનસ્પતિની પેદાશ છે જે પર્શિયા - ઈરાનની વતની છે. કાચી હિંગને અપ્રિય એવી તીવ્ર દુર્ગંધ હોય છે પણ ઋંઢાતા તે વાનગીને એક મધુર સોડમ આપે છે, જે લીક જેવી હોય છે.

આ પદાર્થ ખોરાકમાં પાચક તરીકે અને અથાણામાં સોડમવાળા મસાલા તરીકે વપરાય છે. કાચી હિંગની સુગંધ એટલી તીવ્ર હોય છે કે તેને હવા ચુસ્ત તરીકે રાખવી પડે છે; તેમ ન કરતા અન્ય મસાલા કે પદાર્થોમાં પણ તેની વાસ લાગી જાય છે. જોકે, ગરમ તેલ કે ઘીમાં તેને સાંતળતા તેની સોડમ એકદમ બદલાઈ જાય છે, અને તે અમુક હદે તેલમાં કે ઘીમાં સાંતળેલા લસણ જેવી સુગંધ આપે છે[].

વાયુ નાશક ગુણ

[ફેરફાર કરો]

પાચન માર્ગમાં સુક્ષ્મ છોડવા દ્વારા થતાં વાયુ વિકારને હિંગ શાંત પાડે છે.[]

વૈદકીય ઉપયોગ

[ફેરફાર કરો]
  • ફ્લૂ - ૧૯૧૮ના સ્પેનીશ ફ્લૂ નામના રોગચાળા સામે હિંગનો ઉપયોગ કરાયો હતો. તાઈવાનની કાઓશિયંગ મહાવિદ્યાલયના સંશોધન માં જણાયું છે કે કે હિંગના મૂળમાં પ્રાકૃતિક રીતે વિષાણુ રોધક રસાયણ નિર્માણ થાય છે. જે એચ વન એન વન નામના વિષાણુને મારી નાખે છે. અમેરિકન કેમીકલ સોસાયટીના સામાયિક ના એક લેખમાં જણાવ્યું છે કે ભવિષ્યના ફ્લૂ વિરોધી દવાન નિર્માણમાટે આ છોડ ઘણો આશાસ્પદ છે.[][]
  • અસ્થમા અને બ્રોન્કાયટીસ - કહે છે કે હિંગ અસ્થમા અને બ્રોન્કાયટીસ માં ફાયદા કારક. સદીયો જુન એક ઈલાજ તરીકે હિંગને પલાળી બાલકા ના ગળે પોટલી બાંધવામાં આવે છે[સંદર્ભ આપો]
  • સૂક્ષ્મ જીવાણુ નાશક - પારંપારિક દવા માં હિંગ નો જીવાણુ નાશક તરીકે ખૂબ ઉપયોગ થાય છે, હિંગનો ઉપયોગ ખાંસી અને ક્રિની ક બ્રોંચીટીસમાં અને વાયુ વિકારમાં થાય છે જેના લેખીત પુરાવા છે.[]
  • ગર્ભ પાતી- હિંગમાં ગર્ભપાતી ગુણ પણ રહેલા હોવાનું મનાય છે,[] અને તેને ફેરુલાનું હીન વિકલ્પ મનાય છે.
  • એપીલેપ્સી વિરોધી -યુનાની અને જંગલ વૌદક મત અનુસાર હિંગ ઓલેઓ-ગમ-રેસીન માં એપીલેપ્સી નામની મગજની બિમારી વિરોધી ગુણ હોવાનું મનાય છે.[]
  • વાત સમતોલક - આયુર્વેદ હિંગને ઉત્તમવાયુ વિકાર સમતોલક માને છે.[]

ધાર્મિક ઉપયોગ

[ફેરફાર કરો]
  • ભારતમાં, જમ્મુ ક્ષેત્રમાં, લગભગ ૬૦% જેટલા લોકો વાયુઅને કબજીયાત ના ઈલાજ માટે હિંગનું સેવન કરે છે.[] ખાસ કરીને તેને હિંદુ વ્યાપારી વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાય છે. જૈનો અને વૈષ્ણવો કે જેઓ કાંદા લસણ નથી વાપરતા તેઓ પણ હિંગ વાપરે છે. ઘણાં શાક અને કઠોળની વનગીમાં આને સોડમ અને સ્વાદ માટે વપરાય છે.

અન્ય ઉપયોગ

[ફેરફાર કરો]
  • છટકું - જોન સી ડ્યુવલ એ ૧૯૩૬માં નોંધ્યું કે શિયાળને હિંગ આકર્ષે છે, ટેક્સા અને મેક્સિકોના સીમા વર્તી ક્ષેત્રમાં આ વાત સામાન્ય જ્ઞાન જણાય છે. આ કેટ ફીશ અને પાઈક ને પકડવાના છટક તરીકે પણ વપરાય છે.
  • પ્રેતાત્માથી બચવા - જેમૈકામાં પરંપરાથી, હિંગને બાળકોના (ફેનાટેલૢ જેમૈકામાં મોલ) માથે લગાડાય છે જેથી તેના દ્વારે પ્રેતાત્મા અંદર ના પ્રવેશી શકે. આફ્રીકન અમેરીકન હુડુ પરંપરામાં જિંગનો ઉપયોગ મંત્ર તંત્રના ઉચ્ચારણ સમયે વપરાય છે કેમકે તેમાં બચાવવાની અને શાપ આપવાની બંને શક્તિઓ છે. ધ કી ઓફ સોલોમન કિંગમાં આનો ઉપયોગ કરી દુષ્ટ પરિબળોથી મૅગસને બચાવીને તેમને બાંધી દેવાય છે.

પશ્ચિમમાં ઇતિહાસ

[ફેરફાર કરો]

આ પદાર્થ પૂર્વ મધ્ય યુગથી યુરોપમાં જાણીતો હતો અને તે ઈરાન માર્ગે અહીં આવ્યો હોવાનું મનાય છે. ભલે હમણાં તે યુરોપમાં બૂલાઈ ગયો હોય પણ ભરતમાં આજે પણ તે પ્રચલિત છે. સિકંદર (એલેકઝાંડર ધ ગ્રેટ) ના વિશ્વ વિજયની યાત્રા પછી આ પદાર્થ યુરોપમાં પ્રચલિત બન્યો., સિકંદર એવું માનતો હતો કે તેમણે ઉત્તર આફ્રિકામાં મળી આવતા સાયરીનને મળતો આવતો છોડ શોધી કાઢ્યો હતો જો કે આ છોડ સ્વાદમાં ઓછો સ્વાદીષ્ટ હતો. ડીઓસ્કોરાઈડ્સએ (Pedanius Dioscorides), પ્રથમ સદીમાં લખ્યું હતું કે, "સાયરેનાઈક કાઈન્ડ,ને કોઈ માત્ર ચાખે પણ તો તે તેના શરીરમાં આનંદની લહેર પ્રગટાવી દે છે તેની સુગંધ ઘણી તાજગી ભરી છે, આની વાસ ઉચ્છકાસમાં નથી આવતી કે હલકી આવે છે,; પન આની ઈરાની જાત શક્તિમાં નબળી છે અને ખરાબ વાસ ધરાવે છે." જે હોય તે, રસોઈમાં આ સીલ્ફીયમનો વિકલ્પ બને છે, તે આપનું નસીબ છે, કેમકે ડીઓસ્કોરાઈડસના સમય પછે અમુક દાયકામાં જ અસલી સાયરીન નામ શેષ થઈ ગઈ, અને હિંગ પ્રચલિત બની, તે વૈદો અને રસોઈયાની ચહીતી બની.[૧૦]

રોમન સામ્રાજ્યના પતન પછી લગભગ ૧૬મી સદી સુધી હિંગ યુરોપમાંથી લુપ્ત થઈ ગઈ અને જો મળતી તો કોઈ દવા તરીકે જ જોવાતી. ગ્રેશીયા દી ઓર્તાના યુરોપીયન મહેમાન માં લખ્યું છે કે "આને જે સામગ્રીમાં ઉમેરાય તે પોતાની ઉગ્ર વાસ વડે તેને બગાડી દે છે. " પાગલ ગ્રેશીયા જવાબ આપે છે, "ભારતમાં હિંગ જેટલો પ્રચલિત કોઈ મસાલો નથી,દવા અને રસોઈ બંને માં તે વપરાય છે. દરેક હિંદુ જેમને પરવડે તે હિંગ જરૂર વાપરે છે."[૧૦]

વાવેતર અને ઉત્પાદન

[ફેરફાર કરો]

હિંગ એ રાળ કે ગુંદર જેવો પદાર્થ જે તેના ઝાડના થડ કે મૂળમાંથી નીકળતી ચીક માંથી મેળવાય છે અને એક મસાલા તરીકે વપરાય છે.. આ ગુંદર તાજો હોય ત્યારે સફેદ- રાખોડી હોય છે અને જુનું થતાં તે ઘેરો કથ્થઇ રંગ પકડે છે. હિંગના ગુંદરને ખમણવું મુશ્કેલ છે તેને પારંપારીક પદ્ધતિ અનુસાર પથ્થરની ઘંટી કે હથોડાથી પીસવામાં આવે છે. આજ કાલ સામાન્ય રીતે ઉપલબ્ધ હિંગ એ બાંધાની હિંગ છે, આ એક ઝીણો પીસેલો પાવડર છે જેમાં ૩૦% હિંગ ગુંદર, અરેબિક ગુંદર અને ચોખાના લોટ સાથે ભેળવેલો હોય છે.

આનું વૃક્ષ ૨ મી ઊંચુ ઉગે છે તેને ૩૦ થી ૪૦ સેમી લાંબા પાન નો ઘેરાવો ગોળાકાર હોય છે. થડના પાન પહોળા લાંબા હોય છે જેને ડીંટડા દ્વારા આચ્છાદીત હોય છે. ફૂલો ધરાવતી ડાળીઓ ૨.૫-૩મી લાંબી થાય છે. તે ૧૦ પહોળી અને પોલી હોય છે, જેમાં ઘણી નલિક હોય છે જેમાં કકચ હોય છે જેમાં પ્રવાહી હિંગનું ગુંદર વહે છે. આના ફૂલ ફિક્કા પીળાં રંગના હોય છે જે ગુચ્છામાં ઉગે છે. આના ફળો લંબગોળાકારૢ ચપટાં લાલાશ પડતા કથ્થઈ રંગના હોય છે જેમાંથી દૂધ જેવો રસ નીકળે છે. આના મૂળ જાડાં, વજનદાર, અને દળદાર હોય છે. આમાંથી પણ ડાળી જેવું જ હિંગ ગુંદર મેળવી શકાય છે. આ વૃક્ષના દરેક ભાગને એક ખાસ દુર્ગંધ હોય છે.[૧૧]

અમુક ધાર્મિક વર્ગ કે શકાહારમાં જ્યાં કાંદા (ડુંગળી) અને લસણ ને તામસિક માની તેના સેવન પર પ્રતિબંધ છે ત્યાં તેના સ્વાદના એક વિકલ્પ તરીકે હિંગ વપરાય છે (Source: Roshan T. T. Chikhuri, Safety and Health Consultant and Expert Facilitator in Community Health - Mauritius) જોકે આ વાતની કોઈ પુષ્ટી મળતી નથી.

અમુક ધાર્મિક વર્ગ કે શકાહારમાં જ્યાં કાંદા (ડુંગળી) અને લસણ ને તામસિક માની તેના સેવન પર પ્રતિબંધ છે ત્યાં તેના સ્વાદના એક વિકલ્પ તરીકે હિંગ વપરાય છે (Source: Roshan T. T. Chikhuri, Safety and Health Consultant and Expert Facilitator in Community Health - Mauritius) જોકે આ વાતની કોઈ પુષ્ટી મળતી નથી.

સંરચના

[ફેરફાર કરો]

સામાન્ય રીતે હિંગમાં ૪૦-૬૪% જેટલો રાળ હોય છે, ૨૫% એંડોજીનીયસ ગુંદર, ૧૦-૧૭% ઉર્ધ્વપાતી તેલ, અને ૧.૫-૧૦% લાકડાંની રાખ હોય છે. આના રાળના ભાગમાં અસરેનીનટેનોલ 'A' અને 'B', ફેરુલીક એસિડ, અમ્બેલીફેરોન અને ચાર અજ્ઞાત સંયોજનો આવેલા હોવાનું જણાયું છે.[૧૨]

વ્યુત્પતિ

[ફેરફાર કરો]

હિંગનું અંગ્રેજી નામ અને વૈજ્ઞાનીક નામ અસફોટેડીયા ઈરાની ભાષાના રાળ માટેના શબ્દ એસા અને લેટિન ભાષાના ગંધક જેવી ગંધ માટેના શબ્દ ફોટેડીયા પરથી ઉતરી આવ્યું છે. આની અપ્રિય એવી ગંધને કારણે આને ઘના અપ્રિય એવા નામ પણ મળ્યા છે;જેમકે ફ્રેંચમાં અન્ય નામ સાથે આને મેર્દે દુ દાયેબલ (દાનવનું મળ); અંગ્રેજી ભાષાની અન્ય સ્થાનીય સંસ્કરણમાં તેનેદાનવનું છાણ કહે છે, અને તેને મળતા આવતા નામ જર્મન ભાષામાં પણ મળે છે (e.g. જર્મન તેઉફ્લ્સડ્રેક,[૧૩] સ્વીડીશ ડાવેલ્સત્રાક, ડચ દુઈવેલ્સદ્રેક, અફ્રીકાંસ દ્યુવીલ્સડ્રેક),ફીનીશ પીરુંપસ્કા કે પીરુમ્પીખા. તુર્કી ભાષામાં, આનેસેતાન તેર્સી (દાનવનો પસીનો), સેતાન બોકુ (દાનવનું મળ) કે સેતાનોતુ (સેતાનનું ઝાડ) કહે છે. ઘણી એંડો આર્યન ભાષાઓમાં આને હિંગ કહે છે. અન્ય નામો ઘણી દ્રવીડીયન ભાષાઓ માં મળે છે (દા.ત. તેલુગુ ઈંગુવા, કન્નડ ઈંગુ), તમિલ (પેરુંગાયમ) અને મલયાલમમાં કાયમ. મૂળ પર્શિયન ભાષામાં આને અંગેદાન કહે છે તેનું આરબિકરણ થઈ ત અંજેદાન તરીકે પણ ઓળખાય છે. આના સુકાયેલા પાવડરને પર્શિયનમાં અંગૌઝે કહે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-19.
  2. S. K. GARG, A. C. BANERJEA, J. VERMA. and M. J. ABRAHAM, EFFECT OF VARIOUS TREATMENTS OF PULSES ON IN VITRO GAS PRODUCTION BY SELECTED INTESTINAL CLOSTRIDIA. Journal of Food Science, Volume 45, Issue 6 (p 1601-1602).
  3. "Influenza A (H1N1) Antiviral and Cytotoxic Agents from Ferula assa-foetida". Journal of Natural Products. xxx (xx). August 19, 2009 (Web). doi:10.1021/np900158f. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  4. Ancient Chinese Remedy May Work for Flu http://www.livescience.com/health/090910-flu-remedy.html
  5. Srinivasan, K.(2005)'Role of Spices Beyond Food Flavoring: Nutraceuticals with Multiple Health Effects',Food Reviews International,21:2,167 — 188
  6. Riddle, John M. 1992. Contraception and abortion from the ancient world to the Renaissance. Harvard University Press p. 28 and references therein.
  7. Traditional Systems of Medicine By Abdin, M Z Abdin, Y P Abrol. Published 2006 Alpha Science Int'l Ltd. ISBN 81-7319-707-5
  8. pg. 74, The Ayurvedic Cookbook by Amadea Morningstar with Urmila Desai, Lotus Light, 1991. ISBN 978-0-914955-06-1.
  9. Hemla Aggarwal and Nidhi Kotwal. Foods Used as Ethno-medicine in Jammu. Ethno-Med, 3(1): 65-68 (2009)
  10. ૧૦.૦ ૧૦.૧ Dangerous Tastes: The Story of Spices By Andrew Dalby. Published 2000 University of California Press Spices/ History 184 pages
  11. Abstract from Medicinal Plants of the World, Volume 3 Chemical Constituents, Traditional and Modern Medicinal Uses. Humana Press. ISBN 978-1-58829-129-5 (Print) 978-1-59259-887-8 (Online) DOI 10.1007/978-1-59259-887-8_6 Author: Ivan A. Ross http://www.springerlink.com/content/k358h1m6251u5053/[હંમેશ માટે મૃત કડી]
  12. Handbook of Indices of Food Quality and Authenticity By Rekha S. Singhal, Pushpa R. Kulkarni. Published 1997 Woodhead Publishing Food industry and trade ISBN 1-85573-299-8 ... Note there is more good information about the composition in this reference, page 395.
  13. Thomas Carlyle's well-known 19th century novel Sartor Resartus concerns a German philosopher named Teufelsdröckh.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]