ગુરુદ્વારા બંગલા સાહેબ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુરુદ્વારા બંગલા સાહેબ
गुरुद्वारा बंगला साहिब
Bangla Sahib in New Delhi.jpg
ધર્મ
જોડાણશીખ
દેવી-દેવતાગુરુ
સ્થાન
સ્થાનબાબા ખડગસિંહ માર્ગ, ગોલ માર્કેટ, કનોટ પ્લેસ
રાજ્યનવી દિલ્હી
દેશભારત
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારગુરુદ્વારા
ગુરુદ્વારા બંગલા સાહેબ

ગુરુદ્વારા બંગલા સાહેબ દિલ્હી શહેર ખાતેના સૌથી વધુ મહત્વના ગુરુદ્વારાઓ પૈકીનું એક છે. આ ગુરુદ્વારા તેના સુવર્ણજડિત ગુંબજ આકારના શિખરથી ઓળખાય છે. તે નવી દિલ્હીના બાબા ખડગસિંહ માર્ગ પર ગોલ માર્કેટ, નવી દિલ્હી નજીક આવેલ છે.

આ ગુરુદ્વારા મૂળ એક બંગલો હતો, જે જયપુરના મહારાજા જયસિંહનો હતો. શીખોના આઠમા ગુરુ હરકિશન સિંહ અહીં પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન રહ્યા હતા. તે સમયે અહીં શીતળા ‍(સ્મોલ પોક્ષ) અને કોલેરાનો રોગચાળો ફેલાયો હતો. ગુરુ મહારાજે તે મહામારીના દર્દીઓ માટે તેમના આવાસમાંથી પાણી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. હવે તે જળ સ્વાસ્થ્યવર્ધક, આરોગ્યવર્ધક અને પવિત્ર માનવામાં આવે છે અને વિશ્વભરમાં શીખો દ્વારા લઈ જવામાં આવે છે. આ ગુરુદ્વારા હવે શીખો અને હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ છે.