લખાણ પર જાઓ

ગુરુ હરકિશન

વિકિપીડિયામાંથી

ગુરુ હરકિશન (પંજાબી ભાષા:ਗੁਰੂ ਹਰਿ ਕ੍ਰਿਸ਼ਨ) (જુલાઇ ૭, ૧૬૫૬ – માર્ચ ૩૦, ૧૬૬૪), શિખ ધર્મનાં આઠમાં ગુરુ હતા. તેઓએ ઓક્ટોબર ૭ ૧૬૬૧ના રોજ, તેમના પિતાજી ગુરુ હર રાઇ (Guru Har Rai) પાસેથી ગુરુપદ ધારણ કર્યું. તેમણે પોતાના અવસાન પહેલા પોતાના મોટાકાકા, ગુરુ તેગ બહાદુર (Guru Tegh Bahadur)ને પોતાના પછીના,શિખ ધર્મના, ગુરુ પદે નિયુક્ત કરેલ.

ગુરુ હરકિશનનો જન્મ રૂપનગર,પંજાબ,ભારતમાં, ગુરુ હર રાઇ અને કિશનકૌર (માતા સુલખની)ને ત્યાં થયેલો. હર રાઇએ પોતાના અવસાન પહેલાં હરકિશનને પછીના ગુરુપદે સ્થાપેલા. હર રાઇએ પોતાના જયેષ્ઠ પુત્ર 'રામ રાઇ'ને બદલે નાના હરકિશનને પોતાના વારસદાર બનાવી ગુરુપદે સ્થાપ્યા, કારણકે રામ રાઇ ત્યારે મોગલ સામ્રાજ્ય સાથે મિલીભગત ધરાવતા હતા. હરકિશને જ્યારે ગુરુપદ સંભાળ્યું ત્યારે તેઓની ઉંમર ફક્ત પાંચ વર્ષનીજ હતી.

રામ રાઇએ દિલ્હીમાં,મોગલ સમ્રાટ ઔરંગઝેબ (Aurangzeb)ને ફરિયાદ કરી કે મોગલ સમ્રાટ સાથે ઘરોબો રાખવાનાં કારણે પોતાનો વારસાહક્ક છીનવી લેવાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો કે પોતાને બાપદાદાની મિલ્કતમાં ભાગ પણ આપવામાં આવ્યો નથી.

રામ રાઇ જાણતા હતા કે હર રાઇએ પોતાના અવસાન પહેલાં,જાહેરમાં હરકિશનને સુચના આપેલી કે ઔરંગઝેબને કદી મળવું નહીં. રામ રાઇને આશા હતી કે જો હરકિશન સમ્રાટને મળશે તો તે પિતાની આજ્ઞાનો ભંગ ગણાશે,અને શીખ સમાજ પોતાના ગુરુની આ વર્તણુકથી નારાજ થઇ જશે. બીજી બાજુ જો ઔરંગઝેબ હરકિશનને દિલ્હી બોલાવે અને તેઓ ત્યાં જવાની આનાકાની કરે તો, ઔરંગઝેબ સૈન્ય મોકલી અને તેમને પકડી મંગાવશે. ઔરંગઝેબ રામ રાઇની તરફેણમાં હતો, તેમણે હરકિશનને દિલ્હી આવવાનું કહેણ મોકલ્યું.

યુવા હરકિશનને દરબારમાં હાજર થવા અને દીલ્હી મોકલવા શીખો રાજી ન હતાં. શીખોના મનમાંથી ભયને દૂર કરવા ઔરંગઝેબે રાજા જયસિંહને ગુરુને દીલ્હી સુધી સલામત લઈ આવવા મોકલ્યાં. રાજા જયસિંહ દરબારના એક ઉંચા અધિકારી હતાં અને શીખોના ગુરુઓના પ્રખ્યાત ભક્ત હતાં.

રાજા જયસિંહે હર કિશનને આશ્વાશન આપ્યું કે તેમણે ઔરંગખેબ સાથે નિજી પણે મળવને જરૂર નથી. તેમેણે ગુરુને કહ્યું કે દીલ્હીમાં ઘણાં શીખ ભક્તો છે જેઓ તેમને મળવા અને તેમને સાંભળવા આતુર છે. હર કિશનએ કિરાતપુર સાહિબમાં માં દીલ્હી જવાની ઈચ્છા વર્ણવી. હરકિશન, તેમની માતા, અને ભક્તોનો એક સંઘ દીલ્હીની લાંબી યાત્રા પર નીકળ્યો. આ પ્રવાસમાં તેઓને મળવા દર્શન કરવા લોકોના ટોળા ઉમટી પડ્યાં.

આગળ વધતી કથા અનુસાર પાંજોખારા સાહિબ પાસે એક ઈર્ષ્યાળુ બ્રાહ્મણે ગુરુને મેણું માર્યું કે તેમનું નામ તો હિંદુત્વ વાદી અને હિંદુ ભગવાન કૃષ્ણનું છે. બ્રાહ્મણે કહ્યું “તમારા ગુરુ ને હરકિહન કહેવાય છે, એક ૮ વર્ષનો બાળક! કૃષ્ણ,વિષ્ણુ નો અવતાર, જેમણે ગીતા રચી,જે સર્વ શાસ્વતી સત્યના સાર રૂપ છે. જો તમારા ગુરુ પોતાને કૃષ્ણ કહેતા હોય, નો તેમણે અમને ગીતાનું સત્ય સમજાવવું.” આ સાંભળી, છજ્જુ નામનો એક ભીશ્તી ઊભો થયો,અને કહ્યું જો ગુરુનો આશિર્વાદ હોય તો કોઈ પણ ગીતા સમજાવી શકે છે. હર કિશને પોતાની લાકડીથી છજ્જુનો સ્પર્શકર્યો, અને છજ્જુએ અચાનક બીતામાં રહેલ તત્વજ્ઞાન સમજાવવું શરૂ કરી દીધું. આ દ્રશ્ય જોઈને બ્રાહ્મણ એટલો ગદ્-ગદ થઈ ગયો કે તે ગુરુના ચરણોમાં પડી ગયો અને પોતાના કટુ વર્તની માફી માંગવા માંડ્યો..

જ્યારે તેઓ દીલ્હી પહોંચ્યા, હર કિશન અને તેમનો સંઘ રાજ જયસિંહના મહેમાન હતાં, જેમણે હર કિશનની સલામતીની વચન આપ્યું. દર દિવસે, ગુરુને જોવા માટે મોટી સંખ્યામાં શીખ ભક્તો આવતાં. તે સમયે દીલ્હી શહેર શીતળા ના રોગચાળામાં ગ્રસ્ત હતો. ઘણાં બિમાર લોકોને હર કિશનએ સાજા થવામાં મદદ કરી. દર દિવસે આટલા બધાં લોકોના સંપર્કમાં આવવાથી, તેમને પણ ચેપ લાગી ગયો અને તેઓ બિમાર પડ્યાં. ૩૦ માર્ચ, ૧૬૬૪, ના દિવસે હર કિશને તેમના અનુગામીની ઘોષણા કરવાનું નકી કર્યું. તેમણે પાંચ સિક્કા અને એક નારિયેળ મંગાવ્યાં. તેમણે તેને લીધાં, અને તે હલન ચલન કરાવા માટે ખૂબ જ નબળા હોવાથી, હાથને ત્રણ વખત હવામાં હલાવ્યો, અએ કહ્યું “બાબા બકાલા.” અને તુરંત જ સાત વર્ષની કોમળ વયે તેઓ અવસાન પામ્યાં.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

શ્રાવ્ય[ફેરફાર કરો]

ઢાંચો:Sikh Gurus