ગુલાબ જાંબુ
![]() ગુલાબ જાંબુ | |
અન્ય નામો | કાલા જામુન, વેફલ બૉલ |
---|---|
વાનગી | મીઠાઈ |
ઉદ્ભવ | ભારતીય ઉપમહાદ્વીપ |
વિસ્તાર અથવા રાજ્ય | દક્ષિણ એશિયા |
બનાવનાર | અજ્ઞાત |
પીરસવાનું તાપમાન | ગરમ, ઠંડા, કે ઓરડાના ઉષ્ણતામાને |
મુખ્ય સામગ્રી | માવો, કેસર |
વિવિધ રૂપો | કાલા જામુન |
ખાદ્ય શક્તિ (per serving) | વધારે કૅલેરી ધરાવતો ખોરાક કિલોકેલરી |
|
ગુલાબ જાંબુ (હિંદી: गुलाब जामुन, ઉર્દૂ: گلاب جامن, મરાઠી: गुलाबजाम, કન્નડ: ಜಾಮೂನು) એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં એલચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.[૧] આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે.
ગુલાબ જાંબુ નામ પર્શિયન શબ્દ ગુલાબ, "ગુલાબ જળ" પરથી ઉતરી આવ્યું છે કેમકે ચાસણીને ગુલાબ જળથી સુગંધીત કરાતી. અને તે જાંબુ જેવા દેખાતા હોવાથી તેને જાંબુ કહે છે આમ તે બંને શબ્દ મળી ગુલાબ જાંબુ શબ્દ બને છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ગુલાબ જાંબુએ અરેબિક મીઠાઈ લુકમત અલ-કાદી (ન્યાયાધીશનું બટકું) પરથી ઉતરી આવી છે. તે મોગલ શાસન દરમ્યાન તે ભારત આવી હોવાનું મનાય છે. પ્રાય: આમાં ગુલાબ જળની ચાસણી બને છે પણ કેસર અને મધની ચાસણી બને છે. ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન તુર્કી દેશોમાં પણ ગુલાબ જાંબુ પ્રસિદ્ધ બન્યું.
વપરાશ[ફેરફાર કરો]
આ મીઠાઈ પ્રાય: તહેવારોના દિવસે બનાવાય છે જેમકે દિવાળી કે ઈદ-ઉલ-ફીત્ર અને ઈદ ઉલ અદા. આના ઘણાં વિવિધ રૂપો છે દરેકના સ્વાદ અને દેખાવ જુદા જુદા હોય છે.
વિવિધરૂપો[ફેરફાર કરો]
ગુલબ જાંબુમાં રહેલા માવાને કારણે તેનો રંગ ઘેરો બદામી બને છે. અન્ય પ્રકારના ગુલાબ જાંબુમાં સાકર તેની બનાવટમાં જ ઉમેરવામાં આવે છે. જેમાં સાકર બળતા તેને લગભગ કાળો રંગ મળે છે. આવી મીઠાઈને કાલા જામુન કહે છે. કેનેડિયન સ્વાદ લાવવા માટે આમાં ચાસણીને બદલે મેપલ ચાસણી વાપરી શકાય છે.
કેમલ પાશા મીઠાઈ[ફેરફાર કરો]
કેમલ પાશા મીઠાઈ (તુર્કી: Kemalpaşa tatlısı) એ ગુલાબ જાંબુને મળતી એક મીઠાઈ છે. આનું ઉદગમ તુર્કસ્તાનનું કેમલપશા જિલ્લાનું બુર્સા ક્ષેત્ર છે. પારંપારિક રીતે તેને આ ક્ષેત્રમાં બનતી ચીઝમાંથી બનાવાય છે.
આને લોટ, મીઠ વગરના ચીઝ, રવો, ઈંડા, પાણી અને બેકિંગ પાઊડર વાપરીને બનવવામાં આવે છે. આના નાના નાના ગોળા બનાવીને તળી અને ચાસણીમાં ડૂબાડવામાં આવે છે. આને તાજા કે સૂકવીને ખવાય છે. આને તળીને ૨૪-૫૦ના ખોખામાં વેચાય છે. આને શિયાળામાં મલાઈ અને ઉનાળામાં આઈસક્રીમ સાથે પીરસાય છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ shraddha.bht. "Gulab Jamoon". Konkani Recipes. મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૦.
વધુ વાંચો[ફેરફાર કરો]
- Lachu Moorjani (૨૦૦૫). Ajanta: Regional Feasts of India. Salt Lake City, UT: Gibbs Smith. ISBN 1-58685-777-0.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- ગુલાબજાંબુ ની બનાવટ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન