ગોપાચલ પર્વત

વિકિપીડિયામાંથી
ગોપાચલ પર્વત
Colossal Jain idols at Gopachal, partly defaced.jpg
ગોપાચલ પર્વત પર ખંડિત જૈન પ્રતિમાઓ
ધર્મ
જોડાણજૈન
જિલ્લોગ્વાલિયર
દેવી-દેવતાપાર્શ્ચનાથ અને ૨૪ તીર્થંકરો
સ્થાન
સ્થાનગ્વાલિયર
રાજ્યમધ્ય પ્રદેશ
દેશભારત
ગોપાચલ પર્વત is located in Madhya Pradesh
ગોપાચલ પર્વત
મધ્ય પ્રદેશના નક્શામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ26°13′17″N 78°10′41″E / 26.221521°N 78.178024°E / 26.221521; 78.178024Coordinates: 26°13′17″N 78°10′41″E / 26.221521°N 78.178024°E / 26.221521; 78.178024
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારપાષાણકલા
સ્થાપના તારીખઆશરે વિ.સં. ૧૩૯૮ થી ૧૫૩૬

ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં ગ્વાલિયર ખાતે આવેલ ગ્વાલિયર કિલ્લા પરિસરમાં ગોપાચલ પર્વત પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમૂહ માટેનું અદ્વિતિય સ્થાન છે. અહીં હજારો વિશાળ દિગમ્બર જૈન મૂર્તિઓ સંવત ૧૩૯૮ થી સંવત ૧૫૩૬ના સમયગાળામાં પર્વતને કોરીને બનાવવામાં આવેલ છે. આ વિશાળ મૂર્તિઓનું નિર્માણ તોમરવંશી રાજા વીરમદેવ, ડુંગરસિંહ અને કીર્તિસિંહના સમયકાળ દરમ્યાન કરવામાં આવ્યું હતું.[૧] અપભ્રંશના મહાકવિ પંડિત ર‌ઇઘુના સાનિધ્યમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ઈતિહાસ[ફેરફાર કરો]

સમયકાળના પરિવર્તન સાથે જ્યારે મુઘલ સમ્રાટ બાબરે ગોપાચલ પર અધિકાર કર્યો, પછી તે આ વિશાળ મૂર્તિઓ જોઈ ક્રોધિત થઈ ઈસ. ૧૫૫૭ના વર્ષમાં તેનો નાશ કરવા માટે આદેશ આપી દીધો, પરંતુ જેવો તેણે ભગવાન પાર્શ્ચનાથજીની વિશાળ પદ્માસન મૂર્તિ પર વાર કર્યો તો દિવ્ય દેવપુણીત ચમત્કાર થયો અને વિધ્વંશકો દૂર ભાગી ગયા હતા અને આ વિશાળ મૂર્તિ નાશ થવામાંથી બચી ગઈ.[૨] આજે પણ તે વિશ્વની સૌથી વિશાળ ૪૨ ફૂટ ઊંચી પદ્માસન પારસનાથની પ્રતિમા સંપૂર્ણ છે અને જૈન સમાજમાં પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે.[૩]

ભગવાન પાર્શ્ચનાથની દેશનાસ્થળી, ભગવાન સુપ્રતિષ્ઠિત કેવલીની નિર્વાણસ્થળી સાથે ૨૬ જિનાલય અને ત્રિકાલ ચોવિસી પર્વત પર અને બે જિનાલય તળેટીમાં આવેલ છે, આવા ગોપાચલ પર્વતના દર્શન અદ્વિતિય છે.

આ મૂર્તિઓ સમગ્ર વિશ્વમાં અનોખી છે, પણ હજુ સુધી આ આ ધરોહર પર ન તો જૈન સમાજનું ખાસ ધ્યાન પડ્યું છે અને ન તો સરકાર દ્વારા તેનું મૂલ્ય આંકવામાં આવેલ છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "On a spiritual quest". Deccan Herald. ૨૯ માર્ચ ૨૦૧૫. મૂળ માંથી 2016-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-27.
  2. "पार्श्वनाथ के आगे तलवार उठाते ही बाबर के हाथों की ताकत हो गई गायब". દૈનિક ભાસ્કર (હિન્દીમાં). ૧૯ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.
  3. "Welcome to official website of District Administration Gwalior (M.P.) India". gwalior.nic.in. મૂળ માંથી 2016-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ઓક્ટોબર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]