ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય

વિકિપીડિયામાંથી
ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય
গোপালচন্দ্র মুখোপাধ্যায়
જન્મની વિગત૧૯૧૩
કોલકાતા, બંગાળ, બ્રિટિશ ભારત
મૃત્યુ2005 (aged 91–92)
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
રાષ્ટ્રીયતા
  • બ્રિટિશ ભારત
  • ભારત
અન્ય નામોગોપાલ પઠા
વ્યવસાયવ્યાપાર
પ્રખ્યાત કાર્યડાયરેક્ટ એક્શન ડે દરમિયાન મુસ્લિમ લીગથી હિંદુઓનો બચાવ.

ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય (બંગાળી: গোপালচন্দ্র মুখোপাধ্যায়; ૧૯૧૩ – ૨૦૦૫), ગોપાલ પાઠા તરીકે પ્રખ્યાત, એક ભારતીય ઉદ્યોગપતિ હતા, જેઓ ૧૯૪૬માં કુખ્યાત ડાયરેક્ટ એક્શન ડે દરમિયાન મુસ્લિમ લીગના હુમલાઓથી હિંદુ લોકોને બચાવવા માટે ભારત જાતિયા બાહિની ઉભી કરવા માટે જાણીતા છે.[૧][૨][૩][૪]

પ્રારંભિક જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

ગોપાલ ચંદ્રનો જન્મ કોલકાતાના બોબબજારમાં મલંગા લેનના બંગાળી હિંદુ પરિવારમાં થયો હતો. તેમના પરિવારનું મૂળ પૂર્વ બંગાળના ચુઆડાંગા જિલ્લાના જીવનનગર ઉપજિલ્લામાં હતું અને ૧૮૯૦ના દાયકાથી તેઓ કલકત્તામાં સ્થાયી થયા હતા.[૧] તેઓ ક્રાંતિકારી અનુકુલ ચંદ્ર મુખોપાધ્યાયના ભત્રીજા હતા.[૫] બાળપણમાં તેમણે 'પાઠા' ( બંગાળીમાં બકરી) ઉપનામ મેળવ્યું હતું, કારણ કે તેમનો પરિવાર માંસની દુકાન ચલાવતો હતો.[૨][૬] જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમણે માંસની દુકાન ચલાવવાની જવાબદારી લીધી. તેમના વ્યવસાયના ભાગરૂપે તેમને નિયમિતપણે મુસલમાન વેપારીઓ સાથે વાતચીત કરવી પડતી હતી.[૭] ઈતિહાસકાર સંદિપ બંદોપાધ્યાય, કે જેમણે જેમણે મુખર્જીની મુલાકાત લીધી હતી, તેમના જણાવ્યા અનુસાર પાઠાએ "મુસ્લિમો સામે ક્યારેય દ્વેષ રાખ્યો ન હતો" પરંતુ "જ્યારે મુસ્લિમ તોફાનીઓ મધ્ય કોલકાતા પહોંચ્યા ત્યારે તેમને હિંસક બનવાની ફરજ પડી હતી".[૭]

વિભાજન હિંસા દરમિયાન ભૂમિકા[ફેરફાર કરો]

૧૯૪૬માં મુસ્લિમ લીગે ૧૬ ઓગસ્ટના દિવસે ડાયરેક્ટ એક્શન દ્વારા પાકિસ્તાનની સ્થાપના માટે હાકલ કરી હતી. બંગાળની મુસ્લિમ લીગ સરકારે તે દિવસે જાહેર રજા જાહેર કરી. કોલકાતા જિલ્લા મુસ્લિમ લીગે કોલકાતા મેદાન ખાતે ભવ્ય રેલી માટે વિગતવાર કાર્યક્રમ પ્રકાશિત કર્યો જેમાં હાથમાં તલવાર સાથે મહમદ અલી ઝીણાની એક તસવીર પ્રકાશિત કરવામાં આવી હતી.

રમખાણો દરમિયાન તેમની ભૂમિકા[ફેરફાર કરો]

૧૬ ઓગસ્ટની સવારે શહેરમાં છરાબાજી અને તોફાનોની ઘટનાઓ શરૂ થઈ હતી. ગોપાલ ચંડ્ર જ્યારે ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ વિશે સાંભળ્યું. તેઓ તેમના વિસ્તારમાં પાછા દોડી ગયા જ્યાં તેમણે મુસ્લિમ લીગના સ્વયંસેવકોને હાથમાં લાંબી લાકડીઓ સાથે કૂચ કરતા જોયા. જ્યારે હિંદુઓની હત્યાના સમાચાર તેમના સુધી પહોંચ્યા ત્યારે તેમણે તેમના માણસોને ભેગા કર્યા અને તેમને બદલો લેવાનો આદેશ આપ્યો કે નિર્દયતાથી ક્રૂરતાનો જવાબ આપો. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે એક હત્યાની સામે દસ હત્યાઓ કરવી જોઈએ.

બાહિની સ્વયંસેવકોએ પોતાને છરીઓ, તલવારો, લાકડીઓ અને સળિયાથી સજ્જ કર્યા. ગોપાલ ચંદ્રની પાસે બે અમેરિકન બનાવટની ૦.૪૫ બોરની પિસ્તોલ સાથે કેટલાક ગ્રેનેડ પણ હતા. તેમણે શહેરમાં તૈનાત અમેરિકન સૈનિકો પાસેથી યુદ્ધ પછીના કોલકાતામાં પિસ્તોલ મેળવી હતી. ભારત છોડો આંદોલન દરમિયાન તેમના માણસો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક શસ્ત્રો ખરીદવામાં આવ્યા હતા.[૭]

થોડા દિવસોના રમખાણો પછી મુસ્લિમ લીગે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો. મુસ્લિમ નેશનલ ગાર્ડના સભ્ય મુજીબુર રહેમાન સાથે મુસ્લિમ લીગની વિદ્યાર્થી પાંખના નેતા જી.જી. અજમીરીએ ગોપાલને રક્તપાત બંધ કરવા વિનંતી કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Das, Suranjan (1994). "The 'Goondas': Towards a Reconstruction of the Calcutta Underworld through Police Records". Economic and Political Weekly. 29 (44): 2879.
  2. ૨.૦ ૨.૧ Whitehead, Andrew (1 July 1997). "Duty does not permit repentance - The Butchers of Calcutta". Indian Express. મૂળ માંથી 16 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2011.
  3. Sengupta, Debjani (2006). "A City Feeding on Itself: Testimonies and Histories of 'Direct Action' Day" (PDF). માં Narula, Monica (સંપાદક). Turbulence. Serai Reader. 6. SARAI. પૃષ્ઠ 288–295. OCLC 607413832.
  4. "Gopal Mukherjee: The man who led Hindu resistance and saved Calcutta from falling into Pakistani hands". Firstpost (અંગ્રેજીમાં). 2022-11-11. મેળવેલ 2023-02-17.
  5. Bandyopadhyay, Sandip (2010). Itihasher Dike Fire Chhechallisher Danga ইতিহাসের দিকে ফিরে ছেচল্লিশের দাঙ্গা (Bengaliમાં). Kolkata: Radical. પૃષ્ઠ 58. ISBN 978 - 81 85459-07-3.
  6. Khan, Yasmin (2007). The Great Partition: The Making of India and Pakistan. Yale University Press. પૃષ્ઠ 66. ISBN 978-0-300-12078-3. મેળવેલ 6 March 2011.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "Celebrating the centenary of a "divisive" figure". The Hindu. 18 August 2014. મેળવેલ 21 August 2014.