ગોમાઇ નદી

વિકિપીડિયામાંથી
શહાદામાં પુલ પરથી ગોમાઇ નદીનું ચિત્ર. સ્થાન: 21°34′08″N 74°28′59″E / 21.569°N 74.483°E / 21.569; 74.483

ગોમાઇ નદી તાપી નદીની સહાયક નદી છે. આ નદી તોરણમાળ આસપાસના સાતપુડા પર્વતમાળાના પર્વતોમાંથી ઉદ્ભવે છે અને પ્રકાશા ગામથી ર કિમી પૂર્વમાં તાપી નદીમાં ભળી જાય છે. ગોમાઇ નદીને પોતાને ઘણી સહાયક નદીઓ છે જેમ કે સુરસી નદી (જે સુલ્તાનપુર પાસેથી પસાર થાય છે, તિપરિઆ નદી (જે મન્ડાને પાસેથી પસાર થાય છે), ઉમરી નદી, સુખી નદી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]