લખાણ પર જાઓ

ગોવા કાર્નિવલ

વિકિપીડિયામાંથી
ગોવા કાર્નિવલ
બીજું નામકાર્નિવલ
ઉજવવામાં આવે છેગોવા સમુદાય
પ્રકારસાંસ્કૃતિક
મહત્વલેન્ટ ઉપવાસની સીઝન પહેલાં ઉજવણી
શરૂઆતફેબ્રુઆરી
આવૃત્તિવાર્ષિક
સંબંધિતમાર્ડી ગ્રાસ

ગોવા કાર્નિવલ ભારતીય રાજ્ય ગોવાનો એક તહેવાર છે. જાણીતા રિયો કાર્નિવલ કરતાં નોંધપાત્ર રીતે નાનો હોવા છતાં ગોવા કાર્નિવલ ભારતમાં સૌથી મોટો છે અને એશિયામાં કેથોલિક ખ્રિસ્તી તહેવારોની પરંપરાગત ઉજવણી પૈકીનો એક છે.[] પોર્ટુગીઝ સંસ્થાનવાદી શાસનના ઉત્તરાર્ધમાં વિસરાઈ ગયેલા ગોવા કાર્નિવલને ૧૯૬૫માં એક નાનકડા શેરી ઉત્સવ તરીકે પુનર્જીવિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે આ નાનકડા રાજ્ય માટે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.[]

ઉત્પત્તિ

[ફેરફાર કરો]

ગોવા કાર્નિવલના મૂળ ગોવાના પોર્ટુગીઝ વિજય દરમિયાન રોમન કેથોલિક પરંપરાઓના પ્રારંભમાં રહેલા છે, પરંતુ પોર્ટુગીઝોના સરમુખત્યારશાહી શાસનને પરિણામે સસંસ્થાનવાદના ઉતરાર્ધના દિવસોમાં આ તહેવાર વિસરાઈ ગયો હતો.[]

પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યા પછી રિયો કાર્નિવલની લઘુકૃતિ સમાન આ તહેવારને ગોવાના સંગીતકાર ટિમોટીઓ ફર્નાન્ડિઝ દ્વારા ૧૯૬૫માં પુનર્જીવિત કરવામાં આવ્યો હતો.[] શહેરી પરેડમાં સ્થાનિક ગામડાઓ, વાણિજ્યિક એકમો અને સાંસ્કૃતિક જૂથોની ઝાંખીઓનો સમાવેશ થાય છે. સાલ્સેટના દરિયાકિનારાના તાલુકામાં શેરીબાજુના સ્થાનિક નાટકોના મંચન સહિત હજુ પણ તેનું આયોજન અત્યંત પરંપરાગત રીતે કરવામાં આવે છે. ગોવાના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, આ કાર્નિવલ “ગોવાનો સૌથી પ્રખ્યાત તહેવાર છે અને ૧૮મી સદીથી તેની ઉજવણી કરવામાં આવે છે.”[]

કાર્નિવલ સામાન્ય રીતે શનિવારથી શરૂ થાય છે (જેને સબાડો ગોર્ડો તરીકે ઓળખાય છે) અને એશ બુધવાર અને લેન્ટની કેથોલિક સીઝનના પ્રથમ દિવસ પહેલા, મંગળવારે ('શ્રોવ મંગળવાર' તરીકે ઓળખાય છે) સમાપ્ત થાય છે. ગોવાની રાજધાની પણજી ખાતે આ ઉત્સવનું "ગ્રેપ એસ્કેપેડ", (એક સ્થાનિક વાઇન ફેસ્ટિવલ) અને ગાર્સિયા દા ઓર્ટાના મધ્યમાં આવેલા સામ્બા સ્ક્વેર ખાતે નૃત્ય દ્વારા અભિવાદન કરવામાં આવે છે.[]

સ્થાનિક પરંપરા અનુસાર, કાર્નિવલ દરમિયાન ગોવાને રાજા મોમો સંભાળે છે, જે સામાન્ય રીતે ૪ દિવસના સમયગાળા દરમિયાન તહેવારનું અધ્યક્ષપદ સંભાળે છે.[] રાજા મોમો પરંપરાગત રીતે કોંકણી સંદેશ “ખા, પીઓ આની મજ્જા કર” (“ખાઓ, પીઓ અને આનંદ કરો”)નો પ્રચાર કરે છે.

પરેડ સામાન્ય રીતે શનિવારે સાંજે કિંગ મોમોની અધ્યક્ષતામાં શોભાયાત્રાથી શરૂ થાય છે. ફુગ્ગાઓ, ઘોડાગાડીઓ, સુશોભિત બળદગાડા અને સાંસ્કૃતિક ઝાંખીઓ એ પરેડના મુખ્ય આકર્ષણ છે. ગોવા કાર્નિવલમાં માસ્ક અને વેશભૂષા પહેરેલી પ્રવાસી નૃત્યમંડળીઓ, સંગીત, રમત પ્રતિયોગિતાઓ, પરેડ અને ખાણીપીણીનો સમાવેશ થાય છે.[]

૨૦૧૮માં, આ તહેવાર ૯-૧૨ ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવ્યો હતો.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Kamat, Prakash (2017-02-25). "Goa carnival kicks off". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-08-24.
  2. ૨.૦ ૨.૧ "Oheraldo - The dawn of Viva Carnaval in Goa". heraldgoa.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-04.
  3. "Dictatorship, liberation, transition in the short fiction of three Portuguese-language Goan writers: Alberto de Menezes Rodrigues, Ananta Rau Sar Dessai and Telo de Mascarenhas". researchgate.net (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-04.
  4. "Carnival". goatourism.gov.in. Goa Tourism. મેળવેલ 13 March 2017.
  5. "Times of India - Red and Black Dance at Samba Square". timesofindia.indiatimes.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-04.
  6. "The Wall Street Journal - Goa Ready for King Momo and Carnival". wsj.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-04.
  7. "Goa Carnival 2018 | Festival in Goa". www.tourism-of-india.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-02-12.
  8. "Goa Carnival 2018". goaleisure.com. મૂળ માંથી 30 ઑક્ટોબર 2018 પર સંગ્રહિત. મેળવેલ 30 Oct 2018. Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]