ગોવા ક્રાંતિ દિન
Appearance
ગોવા ક્રાંતિ દિવસ (ગોવા ક્રાંતિ દિવસ) દર વર્ષે ૧૮ જૂનના દિવસે મનાવવામાં આવે છે. ઇસ ૧૯૪૬માં આ દિવસે ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝો સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કર્યા હતા.[૧] ૧૮ જૂનના દિવસને ગોવાના સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો વડે લખવામાં આવેલો છે. ૧૮ જૂન ૧૯૪૬ના દિવસે ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવા લોકોને એક થવા માટે અને પોર્ટુગીઝ શાસન સામે લડાઈ કરવાનો સંદેશ આપ્યો હતો. ૧૮ જૂને થયેલા આ ક્રાંતિના જોશીલા ભાષણ દ્વારા સ્વતંત્રતાની લડાઈને મજબૂતાઈ બક્ષી અને આગળ ધપાવી હતી.
ગોવાની મુક્તિ માટે એક લાંબા સમય માટે ચળવળ ચાલી. અંતે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ના દિને ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરી આ વિસ્તારને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું અને ગોવાને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Goa celebrated Revolution Day on 18 June 2013". Jagranjosh.com. ૧૯ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |