ચર્ચા:અંગ્રેજી ભાષા
Appearance
લેખની શ્રેણી ચકાસવી
[ફેરફાર કરો]આ લેખમાં ૬૬ શ્રેણી આપેલી છે, જેમાંથી બે-ત્રણ બાદ કરતાં બાકીની બિનઉપયોગી જણાય છે. જરૂરી શ્રેણીઓ આપી અન્ય રદ કરવી ? (શ્રેણી ગુજરાતીમાં, મેન્યુઅલ, અપાયેલી હોય અહીં ચર્ચામાં લાવ્યા વિના હટાવવી યોગ્ય ન લાગી)--અશોક મોઢવાડીયા ૧૬:૨૫, ૧૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- અશોકભાઈ, અંગ્રેજીમાંથી લેખનું ભાષાંતર કરતી વખતે શ્રેણીઓનું પણ ભાષાંતર કર્યું હોવાથી આટલી બધી શ્રેણીઓ હશે તેમ માનવું છે. મેં ફક્ત બે રાખીને બીજી બધી દૂર કરી છે. આમ કરતા ધ્યાન ગયું કે શ્રેણી:ભાષા અને શ્રેણી:ભાષાઓ એમ બે અલગ-અલગ શ્રેણીઓ અસ્તિત્વમાં છે, તેને મર્જ કરવાની જરૂર છે. તથા શ્રેણી:ભારતની ભાષાને સમૃદ્ધ કરવાની પણ જરૂર છે. માટે લેખમાં ભારતની ભાષા (કે જેને હું શ્રેણી:ભાષાઓની ઉપશ્રેણી બનાવવા જઈ રહ્યો છું તે) અને મૂળ શ્રેણી:ભાષાઓ (શ્રેણી:ભાષાના લેખો આમાં ભેળવી દેવા તેવો મારો મત છે) બંને રહેવા દીધી છે. આપ શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૭, ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- બરાબર છે. શ્રેણી:ભાષાને શ્રેણી:ભાષાઓમાં મર્જ કરવી યોગ્ય છે. અન્ય ઘણાં લેખ પર પણ આ પ્રમાણેની (હાલ બિનઉપયોગી અને ઇચ્છિત શ્રેણીઓમાં ભાર કરતી) શ્રેણીઓ દેખાય છે. મિત્રોને વિનંતી કે હાલ તો આવી શ્રેણીઓ દૂર કરીએ. અહીંથી પણ કંઈક અંદાજ આવશે. પેલું હાલ કાર્યરત સૌ મિત્રોએ મળી અઠવાડીક કે પખવાડીક એક નક્કી કરેલ કામ હાથમાં લઈ આગળ વધવું તેવો વિચાર આપે રાખેલો, તે પર કંઈક આગળ કાર્યવાહી કરશોજી. આવા સુધારકાર્ય એ રીતે બહુ વ્યવસ્થિત ઢબે થશે તેમ લાગે છે. સૌ વિચારે. --અશોક મોઢવાડીયા ૧૪:૧૨, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)