ચર્ચા:ગોલ્ડન બ્રિજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજ.લેક્સિકોન પ્રમાણે સાચી જોડણી "બ્રિજ" છે. (સં:બ્રિજ, ગુજ.લેક્સિકોન) આથી આ લેખ રાખી ‘બ્રીજ’ વાળો હટાવીએ. વિગતોને સુધારી અને મર્જ કરીએ. સહમતી મળ્યે કામ આગળ ચલાવીશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૨, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ લેખમાં આ એક જ પુલના બાંધકામમાં થયેલા ખર્ચના જૂદાજૂદા ત્રણ આંકડા મળે છે. એ ચોક્સાઈ કરવી રહિ કે એમાંથી સાચો આંકડો કયો છે.

  1. પહેલા ફકરામાં, બીજું વાક્ય: ₹ ૪૫,૬૫,૦૦૦ (૪૫ લાખ ૬૫ હજાર રૂપિયા)
  2. ત્રીજા ફકરામાં, છેલ્લું વાક્ય: ₹ ૩,૦૭,૫૦,૦૦૦ (૩ કરોડ ૭ લાખ ૫૦ હજાર રૂપિયા)
  3. ચોથા ફકરામાં, પહેલું વાક્ય: ₹ ૮૫,૯૩,૪૦૦ (૮૫ લાખ ૯૩ હજાર ૪૦૦ રૂપિયા)

છેલ્લો ઉલ્લેખ કદાચ બંને પૂલ (જૂના અને નવા)નો સંયુક્ત ખર્ચ એટલો થયો હોવાનું સુચવે છે, જો એમ હોય તો પણ એ આંકડો સાચો નથી લાગતો કેમકે ૧૮૬૬થી ૧૮૭૧ સુધીમાં ૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો હોવાનું ત્રીજા ફકરાની શરૂઆતમાં જ જણાવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૧, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]