ગોલ્ડન બ્રિજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Lua error in package.lua at line 80: module 'Module:No globals' not found.

ગોલ્ડન બ્રિજ, ભરૂચ

ભરૂચ શહેરમા નર્મદા નદી પર અંગ્રેજોએ બનાવેલો પોલાદનો પુલ છે. આ પુલનુ નામ ગોલ્ડન બ્રિજ છે. ગોલ્ડન બ્રિજ ૭-૧૨-૧૮૭૭ના રોજ સર જોન હોક્શો ની રુપ રેખા મુજબ તૈયાર કરવામા આવેલો. ૧૬-૫-૧૮૮૧ને દિવસે ગોલડન બ્રિજ બનીને તૈયાર થઇ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ થયેલો રૂ. ૪૫,૬૫,૦૦૦. આ પુલમા રીવૅટૅડ જોઇન્ટસનો ઉપયોગ થયેલો છે. અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગેલો છે. આ પુલ હાલમા ફક્ત નાના વાહનો માટેજ વપરાય છે. એમને નર્મદા પુલ તરીકે પણ ઓળખાવાય છે. એના થાંભલાઓ તો આવતા જતા વાહનો માટે બેવડી લાઈન માટે નંખાતા હતા, પણ ઉપરનો ભાગ માત્ર એક રેલવેની અવરજવર માટેનો ૧૪ ફૂટ પહોળો હતો. ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું તેની સાથેસાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થએ હતી.

સને ૧૮૬૩માં નર્મદામાં આવેલ ભયંકર રેલથી પુલના છ (૬) ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલ આ ગાળાઓમાંથી, ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર રેલ આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પૂર્ણ થયું.

૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬૯૩૩૦૦નો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના છવ્વીસ (૨૬) ગાળાને નુકશાન પહોંચ્યું હતું. વહેવાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો જબરો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૨૬મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો.

આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ જબરો પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. ૮૫૯૩૪૦૦નો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ સરકારને - રેલ્વેને થયેલ હોવાથી આ પુલ "સોનાનો પુલ" તરીકે ઓળખાય છે.

૧૯૩૫માં નવો પુલ "સિલ્વર જ્યુબીલી બ્રિજ" બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો.અને ૧૯૪૩માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. ૧૯૪૯માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ ૮૪ (ચોર્યાશી) લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ હતો.

બીજા વિશ્વયુધ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્યવવાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડે અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજુઆતો કરી આ પુલ 'સ્ક્રેપ અપ' કરવાનો બંધ કરાવ્યો હતો.