ચર્ચા:ચીનની વિખ્યાત દીવાલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લેખનું નામ[ફેરફાર કરો]

દિવાલ વળી મહાન કેવી રીતે હોય? Great Wall of Chinaમાં Greatનો અર્થ આપણે "મોટી" ના અર્થમાં લેવો જોઇએ. "ચીનની મોટી દિવાલ" કે "ચીનની મસમોટી દિવાલ" એ મારા મતે વધારે યોગ્ય મથાળું છે.--એ. આર. ભટ્ટ (talk) ૨૨:૧૮, ૬ મે ૨૦૧૫ (IST)

સહમત....’ચીનની વિખ્યાત દિવાલ’ Great નો એક અર્થ ’વિખ્યાત’ થાય છે જે એકદમ બંધબેસતો છે. (અહીં જુઓ) સ્વિકાર્ય અને સુધાર્યું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૬ મે ૨૦૧૫ (IST)
પ્રખ્યાત કરતા પણ વિશાળ કે મોટું નો અર્થ વધારે યોગ્ય છે. પણ મેં સુચવ્યું એ તો ન જ રાખવું એવું હોય તો ભલે રહ્યું. :). --એ. આર. ભટ્ટ (talk) ૨૨:૪૧, ૬ મે ૨૦૧૫ (IST)
ભાઈઓ આ શું પોલિટિકલ કરેક્ટનેસનો મુદ્દો છે? ચીનની મોટી દિવાલ, કે ચીનની મસમોટી દિવાલ એવું ક્યાંય કદી સાંભળ્યું છે ખરૂ? ભટ્ટસાહેબ, તમે એમ કેમ ધારી લીધું કે તમે સુચવ્યું એ ન જ રાખવું હોય એવું છે? કોઈ પુરાવો છે તમારી પાસે? જો ન હોય તો આવી આક્ષેપબાજી (મજાકમાં પણ) અહિં જાહેર ફલક પર ન કરવા વિનંતિ.
અશોકભાઈ, આપની સાથે પણ અસહમત છું. આપણે હંમેશા એક નિયમ રાખ્યો છે કે જે નામ પ્રચલિત હોય તે જ અહિં રાખવું, તાજમહેલ, ઓરિસ્સા, વગેરે ઉદાહરણો આપણી પાસે છે જ, તાજેતરમાં જ રિવાડી વિષે પણ ચર્ચા થઈ હતી ત્યારે આપણે એ જ વાત કરી હતી. હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો હતો, દુનિયાની સાત અજાયબીઓ વિષે અમે (અને આપણે) ભણતા ત્યારે ચીનની મહાન દિવાલ જ ભણતા, ચીનની મોટી, મસમોટી, વિશાળ અને પ્રખ્યાત અથવા વિખ્યાત દિવાલ એવું ક્યારેય સાંભળ્યા, વાંચ્યાનું કે ભણ્યાનું યાદ નથી. શું આપણી પાસે કોઈ સંદર્ભ છે જેમાં ચીનની મોટી દિવાલ, ચીનની મસમોટી દિવાલ, ચીનની વિશાળ દિવાલ, ચીનની પ્રખ્યાત દિવાલ અથવા ચીનની વિખ્યાત દિવાલ એવો ઉલ્લેખ હોય?
આપણે યાદ રાખવું જોઈએ કે આ નામ ગુજરાતીમાં અસ્તિત્વમાં છે અને માટે જે નામ અસ્તિત્વમાં હોય તે જ રાખવું અને નવું નામકરણ ન કરવું એવા મતનો હું ખરો. હા, જો આપ બંનેમાંથી કોઈની પણ પાસે મેં ઉપર લખ્યા એવા નામોનો સંદર્ભ હોય તો ચોક્સાઈ કર્યા પછી એ નામ રાખવા માટે મારો કોઈ વિરોધ નહિ હોય.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૬, ૭ મે ૨૦૧૫ (IST)
ધવલભાઇ, આક્ષેપબાજીનો અર્થ તમારા મનમાં કાંઇ અલગ થતો લાગે છે. તમે કરો તે તંદુરસ્ત ચર્ચા અને અન્ય કરે તે આક્ષેપબાજી એવું કંઇ છે? બાકી ભણવામાં તો મહાન દિવાલ ક્યારેય આવ્યુ હોવાનું યાદ નથી. પાઠ્યપુસ્તકોમાં તો ફ્ક્ત "ચીનની દિવાલ" જ જોયાનું યાદ છે. મહાન શબ્દ દિવાલ સાથે જો કોઇ એ જોડ્યો હોય તો એ ભુલથી ક્રયુ હોવું જોઇએ. આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૦૮:૨૧, ૭ મે ૨૦૧૫ (IST)
પ્રથમ તો, ભટ્ટજીએ કરેલી ટિપ્પણી સામે મારો પણ નાનકડો વિરોધ નોંધો ! ભ‘ઈ, મારી પાસે ન તો એટલું વિચારવાનો સમય છે, ન આવડત (!) કે અબક કે કખગ કોઈએ સૂચવ્યું તે માનવું, ન માનવું, માટે અંગતપણે વિચાર કરવો ! નામમાં સૈધ્ધાંતિક રીતે ક્ષતિ હોવાની વાત માન્ય લાગી એટલે તો વગર ચર્ચાએ માની જ લીધી. - (બાકી જો દલીલ "મહાન દીવાલ" શબ્દ ક્યાંય ન જોયાની હોય તો જણાવવાની રજા લઉં કે, આ શબ્દ કદાચ સૌથી વધુ પ્રમાણમાં પ્રચલીત છે. ગુજરાત સમાચાર, દિવ્યભાસ્કર, ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવા અખબારો, સફારી જેવું વિજ્ઞાન મેગેઝિન અને સ્વામી સચ્ચીદાનંદના પુસ્તકમાં પણ "ચીનની મહાન દીવાલ" એવો ઉલ્લેખ મળે છે). - પછી જો વિચારવાનો સમય અને અક્કલ હોય (મારે કે મારામાં જ સ્તો !) તો મારે એટલું જ વિચારવાનું રહે કે, સૌથી ઉપયુક્ત શબ્દ કયો ગણાય. બસ, આવી નાનકડી વાતમાં, અન્ય ઉપયોગી અને મહત્વના કાર્યોમાં રત એવા અન્ય મિત્રોને તસ્દી ન આપવી એ દાનતે મેં એકલાએ નિર્ણય કરી જે "વધુ યોગ્ય" લાગ્યું તે ફેરફાર કર્યો. જો કે હું થોડો રાષ્ટ્રપતિ છું કે મારા નિર્ણયને ઉલટાવી નહિ શકાય ! એ અયોગ્ય જણાય તો સૌને હક્ક અને સગવડ છે જ કે ’રિવર્ટ’ કરી શકે. આટલા રુક્ષ શબ્દો પછી કોઈ દ્વેષભાવ વગરની, વિકિની રીત પ્રમાણેની, પસંદ કરેલા શબ્દની તરફેણની દલીલ (આ તો ટાળવી હતી તો પણ ન જ ટળી !!) આ પ્રમાણે જણાવીશ : ધવલભાઈએ સૂચવ્યું તે યોગ્ય જ છે, શબ્દ પસંદગી પાછળનું કારણ જાણવાનો સૌને હક્ક છે. તો અવળેથી લઈએ; (૧) વિશાળ = સામાન્ય સમજ અને શબ્દકોશ પ્રમાણે પણ, વિસ્તીર્ણ; વિસ્તૃત; ઘણું લાંબું પહોળું. હવે આ દીવાલ લંબાઈમાં ઘણી, પણ પહોળાઈમાં નોંધપાત્ર ખરી ? જો કે એ શબ્દ એકાદ અર્થમાં "મહાન"નો સમાનાર્થી ખરો પણ આ દીવાલ માટે નકામો. કેમ કે, બેઠેબેઠો સમાનાર્થી જ લેવાનો હોય તો "મહાન અશોક" ને બદલે "વિશાળ અશોક" સાચું ચિત્ર ન દર્શાવે. (x). હવે (૨) મોટું કે મોટી કે મસમોટી = જો કે ક્રમ ૧ સમજ્યા પછી આ વિશે બહુ વિચારવાનું ન રહે છતાં, મોટું કે મસમોટું એ આ દીવાલ જે કારણે "ગ્રેટ કે મહાન" કહેવાય છે એને યોગ્ય ન્યાય ન આપે કારણ કે એ પણ માત્ર "કદ" દર્શાવે છે. હા આપણે માત્ર કદ ગણતરીમાં લઈએ તો આ શબ્દો ચાલેબલ કહેવાય પણ તો પછી એ કરતાં "સૌથી લાંબી" કે "લાંબી" એવો શબ્દ વધુ યોગ્ય રીતે કદ દર્શાવતો ન ગણાય ? (x) હવે (૩) પ્રખ્યાત = શબ્દકોશે તેની વ્યુત્પત્તિ આપી છે "વધારે વખણાયેલું". આ શબ્દ અને (૪) વિખ્યાત = વ્યુત્પત્તિ "વિશેષ વખણાયેલું" એમ બે શબ્દો યોગ્ય ન્યાય આપતા જણાયા. જેમાં પણ "વધારે" કરતાં "વિશેષ" વધુ વજનદાર જણાયું છતાં બે માંથી એક નક્કી કરતાં પહેલાં અગાઉ ક્યાંય આમાનો એકે શબ્દ ચીનની દિવાલ સાથે જોડાયો છે કે નહિ એ શોધવાનો ક્રમ આવ્યો. તો, એ ક્રમમાં "પ્રખ્યાત" શબ્દ અગાઉ જાણીતા ગુજરાતી અખબાર ’ગુજરાત સમાચારે’ વાપર્યો છે એ સીવાય અન્ય નોંધપાત્ર જગ્યાએ આ શબ્દ વપરાયાનું જાણવા મળ્યુ નહિ. અને રહ્યો શબ્દ "વિખ્યાત" તો એ શબ્દ અન્ય જાણીતા ગુજરાતી અખબાર ’સંદેશ’ અને ’દિવ્યભાસ્કર’ માં વપરાયો છે. જો કે ચાલો આપણે છાપાંઓને ધ્યાને નથી લેવા પણ વાત ભાષા અને શબ્દની છે તો, જો કે ચીનની દીવાલ માટે નહીં પણ બર્લિનની દિવાલ માટે, આ વિખ્યાત શબ્દ જાણીતા ગુજરાતી લેખક-વિચારક ગુણવંત શાહ દ્વારા વપરાયો એમ જાણવા મળ્યું છે. તો ઓછામાં ઓછું બે અખબાર અને એક જાણીતા લેખક દ્વારા વપરાયેલો, એ જ અર્થનો પ્રેરક એવો, શબ્દ સ્વીકાર્ય ગણું એમાં મારો દોષ નથી. એ છતાં આગળ કહ્યું તેમ, ન ગમે તો માલ પરત રાખવામાં અમને વાંધો તકરાર નથી ! આભાર. (સંદર્ભો: ગૂગલ, મહાન, ગૂગલ, વિખ્યાત, ભગોમં માં વિખ્યાત, ગૂગલ, પ્રખ્યાત, ભગોમં, પ્રખ્યાત)
અને હા, મને ફટકારવો જ હોય તો મારી, સામે જ દેખાતી આવડી મસમોટી, એ મૂર્ખામી માટે ફટકારો કે મેં, લેખમાં સાચી જોડણીમાં "દીવાલ" હોવા છતાં, શિર્ષકમાં ખોટી જોડણી "દિવાલ" કરી છે !!!!! (શબ્દકોશ જોઈ જશો). આભાર, ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૫, ૮ મે ૨૦૧૫ (IST)
રાખો, ભાઈ, રાખો! જેમ છે એમ રાખો! ભટ્ટભાઈ, તમે લખેલું પણ મેં સુચવ્યું એ તો ન જ રાખવું એવું હોય તો ભલે રહ્યું. મને આક્ષેપ જેવું લાગ્યું એટલે મેં લખ્યું. મેં કોઈ દેખીતા કારણ વગર તમારા પર કે અન્ય કોઈ સભ્ય પર કોઈ આક્ષેપ મુક્યો હોય તો તમે પણ બેધડક જણાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૯, ૮ મે ૨૦૧૫ (IST)
જો કે દીવાલની જોડણી સુધારવા જેટલી છુટ હું આપું છું. :)--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૦, ૮ મે ૨૦૧૫ (IST)
વર્તમાન પત્રોમાં કે અન્ય મીડીયામાં અહીયાથી જ શબ્દો કેવી રીતે Percolate થાય છે એ વિષે હું અગાઉ ખાસ્સુ વિગતે સમજાવી ચુક્યો છુ. વારંવાર એક જ ચર્ચા કરવી પડે એટલે હું સરખુ સમજાવવામાં નિષ્ફળ નિવડ્યો ગણાવ પણ ફરી પણ એ સમજાવવા માટે સમય Invest કરવા તૈયાર છું. પણ અહીં લખી ને નહી કેમકે એમાં સમય બહુ બગડે છે. એક conference call ગોઠવો. જેમાં હું સમજાવી શકીશ કે આપણે જે વર્તમાન પત્રો નો આધાર લઇએ છે એેમાં શબ્દો કેવી રીતે ઘુસે છે. આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૨૮, ૮ મે ૨૦૧૫ (IST)