ચર્ચા:ચોળાફળી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લોટના મિશ્રણ અંગે શંકા[ફેરફાર કરો]

શ્રી સુશાંતભાઈ, આ લેખની શરૂઆતમાં તમે જણાવ્યું છે કે વિવિધ લોટોના મિશ્રણમાંથી આ વાનગી બને છે, મને જરા એ મિશ્રણ પર શંકા છે. આવી જ શંકા આ પહેલા પણ એકાદ લેખમાં હતી અને તે કારણે હવે મને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા સંદર્ભ પર શંકા છે. શું એ વેબદુનિયા વાળું જાળસ્થળ કોઈ જાણીતા રસોઈશાસ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યું છે? જો તેમ ન હોય તો, તેના પર રહેલી વાનગીઓની રીત કોના દ્વારા પ્રમાણીત છે? કોના દ્વારા પ્રેરિત છે? જો તે વ્યક્તિગત વિચારો અને રીતો પર આધારિત હોય તો તેને આપણે સંદર્ભ તરીકે ન વાપરી શકીએ, કેમકે તે બ્લૉગ સમાન ગણાય. અને આપણે અહિં વ્યક્તિગત માન્યતાઓને આધારભૂત નથી ગણતા.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

કેમ છો મિત્રો? અહિં મારા ખ્યાલ થી કોઇ પણ રીત ને પ્રમાણિત ન ગણી શકાય. પ્રમાણિત રીત નો કોઇ પ્રમાણિત ગ્રંથ ખરો? એટલે વધુ પ્રચલિત રીત ને જ પ્રમાણિત ગણવી ઘટે. પૂરી સામાન્યત: ઘઉ કે મેંદાના લોટની બને પણ બાજરાના લોટની પણ બને. વઘાર સામાન્ય રીતે વસ્તુ ઉકળે પછી એના ઉપર કરવામાં આવતો હોય છે. પણ હું પહેલા વઘાર કરું અને પછી એમાં ડાળ રડું (પ્રચલિત રીત કરતા જુદુ) તો પણ ચાલે. ટુકમાં સુશાંતભાઇના લેખમાં ફક્ત કડિ ન દર્શાવીએ તો ચાલે. કારણકે બ્લોગમાં પણ સામાન્ય રીતનો જ ઉલ્લેખ હોય છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મહર્ષિભાઈ વાત ખરી છે. આવી વાતોના પ્રમાણ ના હોય. આ લિંક તો માત્ર એ સાબિત કરવા માટે આપી હતી કે તે વાનગીની બાબતમાં આવી શક્યતાઓ પણ રહેલી છે.બાકી મેં ક્યારેય ચોળાફળી બનાવી નથી, તે મારે તો વેબ પર ઉપલબ્ધ માહિતી વાપરવી રહી. --sushant (talk) ૦૯:૫૫, ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મહર્ષિભાઈ, વાત સાચી છે કે રીતો અનેક હોઈ શકે. પણ જો આપણે તુવેરની દાળ કેવી રીતે બનાવાય તે વિષે વિકિપીડિયા પર કે કોઈ જ્ઞાનકોશમાં લેખ લખતા હોઈએ ત્યારે ગુજરાતી વાનગી છે તો ગુજરાતના મહદાંશી લોકો પરંપરાગત રીતે તે વાનગી કેવી રીતે બનાવે છે તે લખવું વધુ આધારભૂત અને અધિકૃત ગણાય. મેં વર્ષો પહેલા ગુજરાતી વિશ્વકોશમાં ત્રણેક લેખો લખ્યા હતા, મને યાદ છે કે તેમાં ક્યાંય કોઈ સંદર્ભો આપવામાં નથી આવતા, કેમકે તે ગ્રંથ પોતે જ સંદર્ભ સમાન છે અને તેમાં લખાણ લખવાની જવાબદારી જેતે વિષયના જ્ઞાતાઓને જ હોય છે. વિકિપીડિયામાં સંદર્ભો એટલા માટે જ મૂકવામાં આવે છે અને એટલા માટે તેનો આગ્રહ રાખવામાં આવે છે કે આપણું સૂત્ર છે "અહિં કોઈ પણ કંઈ પણ લખી શકે છે", આ "કોઈ પણ, કંઈ પણ"ને લીધે જે સત્યાર્થતાનો પ્રશ્ન ઉઠે છે તેના ઉત્તર માટે જ આપણે સંદર્ભોને અગત્યતા આપીએ છીએ. હવે મૂળ તુવેરની દાળના ઉદાહરણ પર આવું તો, જ્ઞાનકોશના લેખમાં જો હું એમ લખું કે "આ વાનગીને તુવેરની દાળ કહેવાય છે પરંતુ તેમાં ખરેખર તો પ્રમાણના ૬૦ ટકા મગની દાળ, ૩૦ ટકા ચણાની દાળ અને ફક્ત ૧૦ ટકા જ તુવેરની દાળનો ઉપયોગ થાય છે" તો મારે એને માટે સંદર્ભ જોઈએ. કેમકે શક્ય છે કે અલ્પસંખ્યક લોકો આ રીતે બનાવેલી દાળને તુવેરની દાળ કહેતા હોય, પરંતુ ૯૦ ટકા ગુજરાતી લોકોના ઘરમાં બનતી રોજીંદી તુવેરની દાળમાં ફક્ત અને ફક્ત તુવેરની દાળનો જ ઉપયોગ થતો હોય છે. કોઈ પ્રયોગશીલ વાનગીલેખક કે ગૃહિણી કે રસૌઈયાએ તુવેરની દાળ બનાવવા માટે અલગ મિશ્રણ તૈયાર કર્યું હોય તેને આધારભૂત ગણીને જ્ઞાનકોશમાં તેને પ્રમાણિત ન કરી શકીએ. વાનગીની રીતો અલગ હોઈ શકે, પરંતુ નામ પરથી તે વાનગીના ઘટકો તો નિશ્ચિત જ હોવા જોઈએ. દા.ત. ખાંડવી અને ખમણ ચણાના લોટમાંથી જ બને, હાંડવો અને ઢોકળા ચોખા અને દાળને ભેગા કરીને દળીને કે વાટીને બનાવેલા લોટ/ખીરામાંથી જ બને, વગેરે. ચોખા અને દાળના મિશ્રણમાંથી બનાવેલા ઢોકળાને ખમણ ન કહી શકીએ અને ચણાના લોટમાંથી બનેલા ખમણને ઢોકળા ન કહી શકીએ, એવું મારૂં માનવું છે. જો કોઈ એમ કહેતું હોય તો વ્યક્તિની જે તે વિષય પરત્વેની જાણકારીની ખરાઈ કરવાનો અધિકાર સૌને હોવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]