લખાણ પર જાઓ

ચોળાફળી

વિકિપીડિયામાંથી
ચોળાફળી
ચોળાફળી

ચોળાફળીચણાનો લોટ, મગનો લોટ, અડદનો લોટ, મઠનો લોટ જેવા લોટને મિશ્ર કરીને બનાવાતું એક તળેલું [] ફરસાણ છે. તેનો દેખાવ કઠોળ આદિની ફળી જેવો હોવાથી તેને ફળી કહેવાતી હશે. જોકે તેમાં ચોળાનો લોટ વપરાતો નથી. આ ફરસાણ પર મરચું અને સંચળ ભભરાવીને પણ ખવાય છે.

ગુજરાતભરમાં આ ફરસાણ દિવાળીના તહેવારમાં વિશેષ બનાવાય છે. અમદાવાદમાં આ ફરસાણ ચણાના લોટ અને ફુદિનાની ચટણી સાથે ખવાય છે. અમદાવાદીઓ માટે આ બપોરના નાસ્તા તરીકે મશહુર છે.

સંદર્ભ

[ફેરફાર કરો]