ચર્ચા:જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જિયો ફાયનાન્સિયલ[ફેરફાર કરો]

આ વ્યાવસાયિક ધોરણે બનાવેલું પાનું નથી. હું આ કંપની નો ઇન્વેસ્ટર હોવાથી જયારે આ પાનું મને અંગ્રેજી તથા અન્ય ભાષા માં ના મળ્યું તેથી બનાવ્યું. આ પહેલા પણ મૈં ગુજરાતી માં યોગદાન કરેલ છે . જો વિકિપેડિયા ની પોલિસી મુજબ કોઈ ભૂલ હોય તો આપ માર્ગદર્શન આપો. પાનું ડિલેટ કરવા યૌગ્ય લાગે તો અન્ય લોકો માર્ગ દર્શન આપી શકે છે. Njoy deep (ચર્ચા) ૧૫:૪૪, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]

તમે પાનું પ્રકાશિત કરતા પહેલા તેનું લખાણ જોયું? મને તો તે સંપૂર્ણ મશીન ભાષાંતર અને ક્ષતિઓથી ભરેલું લાગે છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૩૨, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
જોડણી દોષ હોય શકે છે પરંતું મેં લગભગ દરેક વાક્ય જાતે સુધારેલ છે,
મશીન ટ્રાંસલેશન પછી, દરેક વાક્ય વાંચીને સુધારવાનો પ્રયાસ કરેલ છે. આપનું માર્ગદર્શન અનિવાર્ય છે. ગુજરાતી ભાષા પર આપ જેવી પકડ નથી. Njoy deep (ચર્ચા) ૨૦:૪૦, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
માફ કરશો, પણ જો ગુજરાતી ભાષા પર પકડ ન હોય તો ગુજરાતી ભાષામાં લેખો બનાવવાનું ટાળવું જોઈએ. જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ એ ભારતીય નાણાકીય સેવા કંપની છે જે મૂળરૂપે [[ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની પેટાકંપની હતી. હવે તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને ઓગસ્ટ 2023માં ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ કંપની નાણાંકીય સેવાઓ પૂરી પાડે છે, જેમાં ચુકવણી અને વીમા વ્યાપારનું સમાવિષ્ટ છે. આ ત્રણ વાક્યો વિષયવસ્તુનો પ્રારંભિક પરિચય આપે છે, શું તમે એમ કહેવા માગો છો કે તમે આ વાક્યો મશિનદ્વારા થયેલા ભાષાંતરમાં સુધારો કરી ને લખેલા છે? ગુજરાતી લેખમાં રોમનલિપીના આંકડા શું કરે છે? વ્યાકરણને જતું કરીએ તો પણ ભાષાકિય દૃષ્ટિએ તો કોઈક અર્થ સરવો જોઈએ ને? ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૦, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
સંદર્ભ ક્ષતિ પણ છે. જે તરત દેખાઇ આવે છે. -- કાર્તિક ચર્ચા ૨૧:૩૧, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
ચાલો એ તો આપણા મિત્રને વિકિપીડિયાની ફાવટ ન હોય એના કારણે શક્ય છે એમ માની લઈએ, કેમકે તેઓ છેલ્લા દોઢ વર્ષમાં માત્ર બે જ વાર અહિં પધાર્યા છે. ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૩, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
ધન્યવાદ @Dsvyas , મને શંકાનો લાભ આપવા બદલ,
હમણાં જ તમારા પ્રોફાઇલ પેજની મુલાકાત લીધી, હું ગુજરાતી હોવા છતાં મારી ગુજરાતીને સુધારવાના માર્ગ પર છું. મને તમારી ટિપ્પણીમાં કટાક્ષની ગંધ આવે છે ;) પરંતુ તેમ છતાં તમારો ટેકો મને ગમ્યો.
મારી ગુજરાતીને સુધારવા માટે નિયમિત યોગદાન આપતો રહીશ આપની જેમજ. Njoy deep (ચર્ચા) ૧૫:૩૩, ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
જી ના, બિલકુલ કટાક્ષ નહોતો, સ્પષ્ટ અંગુલિનિર્દેશ હતો કે તમે અહીં ફક્ત બે જ વાર આવ્યા છો અને બન્ને વાર અધકચરી ભાષામાં મશિન ભાષાંતર મૂકી ને પાછું વાળી ને જોયું નથી. તમે ગુજરાતી સુધારવાના માર્ગ પર છો એ સરાહનિય છે, પરંતુ એક વિનંતી કે જ્યાં સુધી તમે સાચું ગુજરાતી લખતા ન થાવ ત્યાં સુધી નવા લેખો બનાવવાનું ટાળી ને જે હયાત છે એવા લેખોને મૌલિક ભાષાંતરથી કે સસંદર્ભ માહિતી ઉમેરી ને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]
માર્ગદર્શન બદલ આભાર Njoy deep (ચર્ચા) ૧૮:૧૮, ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]