ચર્ચા:ધીરૂબેન પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનું બનાવવાનું કારણ આપવા વિનંતી છે. કારણ કે, આ રીતે તો હજારો જોડણી વાળાં પાનાં બની શકે છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૦, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

@KartikMistry:, હજારો જોડણીવાળા પાના બની શકે પણ કોઇ એ રીતે હજારો પાના બનાવતું નથી. સામાન્ય રીતે ભળતા નામની જોડણી હોય ત્યારે ખોટા નામને સાચા નામ તરફ દિશા નિર્દેશિત કરી દેવાથી વાચકો સરળતાથી જેતે પૃષ્ઠ સુધી પહોચે છે અને ભળતા નામે એ જ વિષય પર ફરી લેખ બનવાની શક્યતા પણ રહેતી નથી. પરિંણામો મુજબ આ જોડણી પણ ઉપયોગમાં છે તેથી આ જોડણીથી સર્ચ કરનાર પણ સીધા એ લેખ સુધી પહોચી શકશે. ભળતી જોડણીના કારણે ભૂતકાળમાં આ નામે બીજો ભળતો લેખ પણ બની ગયો હતો જે અન્ય ઉપસ્થિત લેખના કારણે પાનું દૂર કરવામાં આવ્યું હતું. હકીકતે આવા ભળતા નામવાળા લેખો મર્જ કર્યા બાદ તેને દિશાનિર્દેશિત કરી દેવા જોઇએ. વિકિની આ સુવિધા એટલા માટે જ છે અને આપણે દિશાનિર્દેશન બાબતે દ્રષ્ટિકોણને વિશાળ બનાવવાની જરુર છે. જેટલા વધુ દિશા નિર્દેશનો હશે એટલી લેખ સુધી પહોચવાની શક્યતા, સરળતા વધી જાય છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૩૩, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]
જોકે આ વિષય પર હું અસંમતિ દર્શાવુ છું. સાચી જોડણી વાળા જ લેખો વિકિપીડિયામાં હોવા જોઇએ. નહીંતર આપણે દિશાનિર્દેશપીડિયા બની જઇશું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૫, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]