ચર્ચા:પરબ
આ લેખ પરબ ઑક્ટોબર ૨૦૦૭માં કોઈક બિન-સભ્યએ શરૂ કર્યો હતો અને તેને સાહિત્ય કૅટેગરીમાં મુક્યો હતો, પરંતુ લેખમાં ફક્ત પરબ સિવાય અન્ય કશું લખાણ નહોતું. માને સાહિત્યનું અને સાહિત્યકારોનું વધુ જ્ઞાન નથી એટલે ખબર નથી કે પરબ કોઇ સાહિત્યકારનું ઉપનામ/નામ છે જેને વિષે તે વ્યક્તિ લખવા માંગતી હતી. મટે મે પરબ મથાળા હેઠળ પાણીની પરબ વિષે લખાણ લખિઇને લેખની શરૂઆત કરી છે, જો આપને સાહિત્ય સંલગ્ન પરબ ઉપર લેખ લખવો હોય તો વધુ યોજ્ઞ શિર્ષક સાથે લેખ શરૂ કરશો, અને મારી કોએ ભુલ જણાયતો મને જણાવશો.--ધવલ (Dhaval) ૧૨:૫૬, ૯ માર્ચ ૨૦૦૮ (UTC)
પરબ
[ફેરફાર કરો]શ્રી ધવલ ભાઈ
પરબ એ ગુજરાતી સાહિત્ય પરીષદનું મુખપત્ર છે. અને દર મહિનાની દસમી તારીખે પ્રકાશીત થઈ અમદાવાદથી પોસ્ટ કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરીષદની વેબ સાઈટ ઉપર એની ઘણી વિગતો છે. Vkvora2001 ૧૩:૩૩, ૯ માર્ચ ૨૦૦૮ (UTC)
- વલ્લભજીભાઇ, મારૂ ધ્યાન દોરવા બદલ આપનો આભાર! પરંતુ મે જણાવ્યુંછે તેમ, જો કોઇને ગુજરાતી સાહિત્ય પરિષદનાં મુખપત્ર 'પરબ' પર લેખ લખવો હોય તો તે 'પરબ સામયિક' ના નામે શરૂ કરી શકે છે. અથવાતો જેમ જેમ આપણું ગુજરાતી વિકિપીડીયા વિકસતું જશે તેમ તેમ આપણે પણ અંગ્રેજી આવૃત્તિની જેમ disambiguation નો ઉપયોગ કકરવાનો ચાલુ કરવો પડશે. કેમકે ખાસ કરીને આ પરબના મામલામાં મને ખ્યાલ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં પરબ ગામ પણ આવેલું છે, જે કદાચ જેસલ-તોરલ કે અન્ય કોઇ કારણે તિર્થ ધામ છે (પરબ-વાવડી). આશા છે કે આ ત્રણે પરબ પર આપણા ગુજરાતીમાં ટુંક સમયમાં યોગ્ય લેખો તૈયાર થશે.--ધવલ (Dhaval) ૧૪:૪૮, ૧૦ માર્ચ ૨૦૦૮ (UTC)
ગુજરાતી સાહિત્ય પરીષદ વેબ સાઈટ
[ફેરફાર કરો]http://www.gujaratisahityaparishad.org
ધવલભાઈ, ગુજરાતી સાહિત્ય પરીષદની વેબ સાઈટ ઉપર પ્રમાણે છે. પરબના ઘણાં અંકો ગુજરાતીમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. કુશળ હશો. Vkvora2001 ૧૬:૪૧, ૧૦ માર્ચ ૨૦૦૮ (UTC)
વધુ
[ફેરફાર કરો]પરંતુ 'પરબનો' અર્થ 'પાણીનું પરબ' એવો થાય છે.પરબ શબ્દ નાન્યતર જાતી વાચક હોવાથી પાણીનું પરબ, પ્રેરણાનું પરબ ,પુસ્તકનું પરબ ...તરસ્યાને માટે પરબો બંધાવવામાં આવતી .જ્ઞાનની તરસ હોય તે છીપાવવા માટે 'પુસ્તક પરબ'(માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતમાં ચાલેછે.) કે સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ અસ્તિત્વમાં આવ્યું. પરબ-વાવડી ગામનું નામપણ છે જ.પર્વ સંસ્કૃત શબ્દ પરથી બનેલા પરબ શબ્દનો અર્થ ઉત્સવ પણ થાય છે.જ્ઞાનોત્સવ =જ્ઞાનપર્વ ,પુસ્ત્કોત્સવ =પુસ્તકપર્વ એ રીતે જ જ્ઞાન પરબ, પુસ્તક પરબ કહી શકાય .મૂળ અર્થ દેશ્ય શબ્દ તરસ્યા માટે પાણીની વ્યવસ્થાના સ્થાનને પરબ કહેવામાં આવે છે . ડૉ.દીપક ભટ્ટ .