ચર્ચા:પાલક (ભાજી)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અાને તો પાલક કહે છે એવું નહી? જુઓ ગુજરાતિ લેક્ષીકોન, આ પાનુ, આ પાનુ તથા અન્ય આ બધા પાના. અમદાવાદમાં તો કડીયા લોકો ઉચી દિવાલ ચણતી વખતે વાંસ એકબીજા સાથે બાંધી મચાણ જેવું બનાવે તેને પાલખ કહે છે. --મકનભાઇ હાથી ૧૬:૨૩, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

બંન્ને શબ્દો સાચા, પર્યાયવાચી છે. જુઓ પાલખ, લેક્સિકોન પર અને પાલક, લેક્સિકોન પર. આમ અન્ય પાનું "પાલક (ભાજી)" એવું બનાવી રિડાયરેક્ટ કરી શકાય. અને આ પાનાને પણ "પાલખ (ભાજી)" એવું નામ આપવું વધુ ચોક્કસાઈયુક્ત જણાય છે. તો કૃપયા સૂચન આપો. ધ્યાનાકર્ષણ માટે આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૯, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
પાલક શબ્દ માતા-પિતા , વાલીઓ તેવા અર્થમાં વિશેષ થાય છે, એટલે કે જે પાળે તે પાલક. એવું મારા ધ્યાનમાં હતું. બહેરહાલ, પાલખ એ પણ વધુ અર્થી શબ્દ છે અને પાલક એ પણ વધુ અર્થી શબ્દ છે આવામાં અશોકભાઈએ સુઝાડેલો માર્ગ ઉત્તમ. આ લેખને પાલખ (ભાજી) કરી દેશો અને અને પાલક (ભાજી) ને આ લેખ પર રીડાયરેક્ટ કરી દેશો. --sushant (talk) ૨૦:૨૨, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
સમ્રાટ અમસ્તા જ થોડા કહેવાય છે એ? દરેક વ્યક્તિ અ-શોક ( શોક-રહીત) થઇ જાય એવો ઉત્તમ માર્ગ શોધી કાઢવામાં એ न भूतॊ न भविष्यति છે. સંસ્કૃતમાં કહુ તો એમનો જોટો જડે એમ નથી. --વિહંગ ૨૧:૨૮, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
પાલક/ખ પછી કદાચ હવે "ચણાનાં ઝાડ" પર લેખ બનવાનો હશે ?!! સુશાંતજી અને વિહંગજી મને ત્યાં ચઢાવવા ઇચ્છે છે ! :-) ખેર, ધન્યવાદ મિત્રો (વખાણ તો વિશ્વેશ્વરનેય વહાલાં હોય ! હું તો પામર જીવ, ખુશ હુઆ.). હું અહીંની સૂચના પ્રમાણે ફેરફાર કરૂં છું.  કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૫, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
ભાઈઓ, આ ભાજીનું વધુ પ્રચલિત નામ પાલક છે, પાલખ નહિ. કમસે કમ અમદાવાદમાં અને મેં ગુજરાતના જેટલા વિસ્તારોમાં મુસાફરી કરી છે, તે બધે જ હોટલોમાં અને હાઇવે પરના ઢાબાઓમાં પાલક-પનીર નામની વાનગી મેન્યુ કાર્ડમાં અને ઓર્ડર લેતા વેઇટરના મોઢે હોવાનું યાદ આવે છે. પાલખ કહેતા પ્રથમ વિચાર મકનભાઈએ કહ્યો એ જ પાલખનો આવે છે. મારા મતે, પાલક (ભાજી)ને મુખ્ય લેખ બનાવી પાલખ (ભાજી)ને તેના પર વાળવો વધુ યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૫, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઉપરાંત ચણતર કળાના જાણકાર લોકોતો એમ પણ કહે છે કે એ પાલખ (કડીયાવાળી)ની ન્યુટ્રીશન વેલ્યુ ઝીરો ગણાય છે. જો એના પરથી નિચે પડ્યા તો તો ન્યુટ્રીશન વેલ્યુ અચાનક ઋણભારવાળી બની જવાના કારણે અારોહણકર્તા જાતકનાં સ્વર્ગારોહણનો માર્ગ અત્યંત સરળ બની જાય છે. --વિહંગ ૦૯:૦૯, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૦, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

"ચણાનાં ઝાડ"નો લેખ[ફેરફાર કરો]

અશોકજી, આપની અત્યંત આગ્રહભરી વિનંતિને ગ્રાહ્ય રાખીને "ચણાનાં ઝાડ"નો લેખ શક્ય તેટલો વહેલો બનાવવાની દિશામાં ભગીરથ મનોયત્ન ચાલુ કરી દીધા છે. જરૂરી સંદર્ભોની રાહ એટલા માટે જોઇ રહ્યો છું કે રખેને એવું થાય કે તમે એના પર આરોહણ કરો ને પછી કોઇ એને ડીલીટ કરી નાખે તો આપનું ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત અવરોહણ થાય. જરૂરી સંદર્ભો હોય તો આરોહણ કર્યા પછી ઝાડ ડીલીટ થવાનો ડર રહેતો નથી. આપની સલામતીનું ધ્યાન રાખવું એવી અમારા સહુની સંયુક્ત જવાબદારી ના કારણે થયેલો થોડો વિલંબ દિલ દરીયા જેવડું રાખીને ચલાવી લેવા વિનંતિ. બાકી બધા જ મિત્રો વતી ખાત્રી આપુ છું કે જેવા સંદર્ભ મળશે કે તર્ત જ ઝાડ બનાવીને એના પર આપના આરોહણની વ્યવસ્થા કરી આપીશુ. સાવલાજી, મારી હા માં હા તો પુરાવો યાર...--વિહંગ ૦૯:૨૬, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

lol , ચણાનાં ઝાડનો સંદર્ભ !! :) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૦, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
અરે આ તો છોડ છે. સમ્રાટને આવા છોડ પર થોડા ચડાવાય? એમને માટે તો ચણાનું મોટુ વટવૃક્ષ જોઇએ. કમસે કમ ૫૯૨ ફીટ ઉંચું પણ હોવું જોઇએ. જેથી એ એના પરથી નિચે પડે તો પણ વાગે નહી. (પરદેશી મિત્રોને કદાચ ખ્યાલ નહોય એમ માની ને સ્પષ્ટતા કરવાની કે હાલમાં ગુજરાતમાં કોઇપણ વસ્તુ માટે ૫૯૨ફીટની ઉચાઇ એક આદર્શ ઉચાઇ ગણવામાં આવે છે. અને એનાથી નીચુ કશુ પણ ના ખપે તેમ કહેવામાં આવે છે. ) --વિહંગ ૧૮:૨૧, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)