લખાણ પર જાઓ

ચર્ચા:પી. સી. વૈદ્ય

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ સાથે આ લેખનું ભાષાંતર પૂર્ણ થયેલ છે. મુ. શ્રીપંકજભાઇ જોષીએ "વૈદ્ય મેટ્રિક અને શ્વાર્ઝશીલ્ડ સોલ્યુશન" મથાળાનું ભાષાંતર કરી આપ્યું તે બદલ તેમનો આભાર માનવો ઘટે. તેમણે શ્વાર્ઝચાઈલ્ડ શબ્દ સુચવેલો પરંતુ મેં શ્વાર્ઝશીલ્ડ શબ્દ પ્રયોજ્યો છે જે માટે તેમના પ્રતિભાવની રાહ જોવી પડશે. જર્મન ભાષામાં શ્વાર્ઝ એટલે બ્લેક અને શીલ્ડ એટલે લેબલ અથવા સાઇન. જુઓ [Schwarz] અને [schild]. કદાચ આપણે ત્યાં શ્વાર્ઝચાઈલ્ડ શબ્દ વધું પ્રચલિત હશે. શું આપણે જર્મન ઉચ્ચાર રાખવો જોઇયે કે વધું પ્રચલિત ઉચ્ચાર? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૫૪, ૮ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

અવઢવમાં મુકી દેનારો પ્રશ્ન છે ભાઈ તમારો. મારો હંમેશા આગ્રહ હોય છે કે આપણેાપણી સ્થાનિક ભાષામાં પ્રચલિત શબ્દો જ વાપરીએ, હા, જો કોઈ દેશ, પ્રદેશ, વિસ્તાર કે વ્યક્તિનાં નામનો સવાલ હોત તો બેઝિઝક કહી દીધું હોત કે જર્મન ઉચ્ચાર વાપરવો. પરંતુ આ પરિભાષાનો શબ્દ છે, માટે ઉચિત રહેશે કે આપણે ત્યાં ગુજરાતીમાં જે પ્રચલિત છે તે જ વાપરીએ, અને જો પંકજભાઈએ તે સુચવ્યો હોય તો એનો અર્થ એ નિશ્ચિત છે કે આપણે ત્યાં ચાઈલ્ડ જ વપરાય છે. પણ હા, લેખનાં તે પરિચ્છેદના મથાળામાં ચાઇલ્ડ વાપરીએ, અને પરિચ્છેદમાં જ્યાં ફરીથી આ શબ્દ આવે છે ત્યાં ચાઈલ્ડ લખીને કૌંસમાં શીલ્ડ લખવું વધુ હિતાવહ રહેશે, કેમકે તેમ કરતાં ભવિષ્યમાં કોઈ કાળે ગુજરાતીમાં સાચો જર્મન ઉચ્ચાર પ્રચલિત બને ત્યારે કોઇને એ શબ્દથી શોધતા તકલિફ ના પડે. આ આપણા પ્રાથમિક ધોરણોનાં વિજ્ઞાનમાં વપરાતા શબ્દ લિચન જેવું છે, જેમાં તેનો સાચો ઉચ્ચાર છે લાઈકેન કે લાઈકન (ઉદા. દગડફૂલ). આપણે હંમેશા ભણતા કે વનસ્પતિઓ, જેવીકે લીલ, લિચન અને શેવાળ, એવું છે. માફ કરજો, મારી નબળાઈ છે કે હું ટુંકમાં જવાબ લખીજ નથી શકતો, ક્યારેક અમસ્તું જ વધુ પડતું પિષ્ટપિંજણ કરી નાંખું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૬, ૮ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

પી. સી. વૈદ્ય વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો