લખાણ પર જાઓ

ચર્ચા:ભારતનો ઇતિહાસ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અધૂરો અને વાહિયાત ઇતિહાસ

[ફેરફાર કરો]

ભારતનો આ ઇતિહાસ અધૂરો છે અને અંગ્રેજોએ શીખવાડેલો છે. આ વિષય પર અંબાજી-સ્વર્ગારોહણ જગ્યાના સંત યોગેશ્વરજીએ જણાવ્યું છે કે,

નાનપણમાં અભ્યાસકાળ દરમિયાન શિક્ષક અમને હિન્દુસ્તાનનો ઈતિહાસ શીખવતા ત્યારે ઈતિહાસનો શરૂઆતનો પાઠ આપતા કહેતા કે આર્યો હિન્દુસ્તાનમાં જન્મ્યા ન હતા પરંતુ હિન્દુસ્તાનની બહારથી આવ્યા હતા. હિન્દુસ્તાનમાં તો અનાર્ય, દ્રાવિડ, અથવા તો તદ્દન જંગલી પ્રજા વસતી હતી. તે પ્રજા પાસે કોઈ આગળ પડતું વિશેષ જીવનદર્શન ન હતું, જ્ઞાન ન હતું, શાસ્ત્રો ન હતાં, રાજ્યબંધારણ ન હતું. અને સુવ્યવસ્થિત સમાજરચના પણ ન હતી. આર્યો હિન્દુસ્તાનની બહારથી હિન્દુસ્તાનમાં રહેવા આવ્યા ત્યારે પોતાની સાથે સુંદર સંસ્કૃતિ લાવ્યા, શસ્ત્રો લાવ્યા, વ્યવસ્થા લાવ્યા ને બંધારણ પણ લેતા આવ્યા. એમના સંપર્કથી આ દેશની મૂળ જંગલી ને પછાત પ્રજા ધીરેધીરે વખતના વીતવા સાથે સુધરતી ગઈ. એટલે સંક્ષેપમાં, તમારા અથવા તો આપણા પૂર્વજો આ દેશના ન હતા.

હિન્દુસ્તાનની શિક્ષણસંસ્થાઓમાં પરંપરાથી એવું શિક્ષણ મળ્યા કરતું, અને આજે પણ મળ્યા કરે છે. ઈતિહાસનો એક જ જાતનો જપ આખાયે દેશમાં, ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ બધે જ ચાલ્યા કરતો. રોજ ઊઠીને એ જ પાઠ અને એ જ જાપ. એવા પાઠને પરિણામે પ્રજાની અંદર કેવા ભાવો પેદા થાય અને કેવી અસરો ઉત્પન્ન થાય તે સહેજે સમજી શકાય એવું છે.

કોઈ દેશની પ્રજાને તમારે કાયમને માટે પદદલિત રાખવી હોય, ગુલામ બનાવવી હોય, અને દીન, હીન તથા કંગાળ કરવી હોય, તો સારામાં સારો અથવા અસરકારક રસ્તો કયો છે તે જાણો છો ? એ પ્રજાના પરંપરાગત, ભૂતકાલીન સાંસ્કૃતિક ગૌરવને નષ્ટ કરી દેવું, અને એ પ્રજાના સભ્યોને કહ્યા કરવું કે તમે તો દીન છો, હીન છો, જંગલી, અસભ્ય કે પછાત છો; તમારી પાસે કોઈ ઈતિહાસ નથી, ગૌરવ લેવા જેવાં કોઈ જ્ઞાનવિજ્ઞાનનાં સુંદર શાસ્ત્રો નથી; કોઈ પ્રતાપી પૂર્વજો કે મહાપુરૂષો નથી; તમારા કરતાં તો અમે તમને સુધારવા આવ્યા છીએ, અને તમારે અમારી પાસેથી જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ઘણું જ શીખવાનું છે. જે પ્રજાને રોજ રોજ એવા પાઠ શીખવવામાં આવે, અને જે પ્રજા એવા પાઠોનું નિરંતર પોપટપારાયણ કરે, તે પ્રજાનું રહ્યુંસહ્યું ગૌરવ અને આત્મબળ પણ ક્રમેક્રમે નાશ પામે. વળી તે પ્રજાને નિરંતર કહેવામાં આવે કે તમારા પૂર્વજો આ દેશના ન હતા પરંતુ બહારથી આવ્યા હતા, તો તે પ્રજામાં એકતા તથા રાષ્ટ્રીયતાનો ભાવ કેવી રીતે પેદા થઈ શકે ? તે પ્રજા રાષ્ટ્રીય અસ્મિતા અને રાષ્ટ્રીય ગૌરવથી સંપન્ન પણ કેવી રીતે બની શકે ? એના પર રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ અત્યંત વિઘાતક અસર થતી જાય.

હિન્દુસ્તાનની પ્રજાને પરાધીન રાખવાની પરદેશી સત્તાની નેમ હતી, એટલે એના ઈતિહાસનો પ્રથમ પાઠ પણ એવો ભ્રામક અથવા કઢંગો લખવો પડ્યો. હિન્દુસ્તાનના ઈતિહાસના પાઠને એ સંદર્ભમાં જોવાની જરૂર છે. આશ્ચર્ય અને કરુણતાની કથની તો એ છે કે પરદેશી ઈતિહાસકારોએ જ નહિ પરંતુ હિન્દુસ્તાનના ઈતિહાસકારોએ પણ એમાં સૂર પુરાવવા માંડ્યો એથી વિશેષ દુઃખદ વાત બીજી કઈ હોઈ શકે ? જે પ્રજા પોતાના સાંસ્કૃતિ ગૌરવને અને પોતાના ભૂતકાલીન ઉજ્જવળ ઈતિહાસને જ ભૂલી જાય તે પ્રજા એક આદર્શ પ્રજા તરીકે જગતમાં જીવી નથી શકતી. એ પ્રજા સ્વમાન ખોઈ બેસે છે, પોતાનું બધું ખોટું ને બીજાનું સાચું તથા સારું સમજવા માંડે છે, અને કાયમને માટે પતિત તેમજ હડધૂતની પેઠે શ્વાસ લે છે.

ત્યારે શું આર્યો આ જ દેશના એટલે કે હિન્દુસ્તાનના નિવાસી હતા ? એ હિન્દુસ્તાનની બહારથી આવ્યા’તા એ વાત શું ખોટી છે ? હા. સંપૂર્ણ ખોટી છે. આર્યો હિન્દુસ્તાનના નિવાસી હતા એટલું જ નહિ પરંતુ હિન્દુસ્તાનમાં જ જન્મ્યા હતા. આ જ એમનો દેશ હતો, આ જ એમની જન્મભૂમિ હતી, અને બીજા કોઈ બહારના સ્થળથી એ અહીં નહોતા આવ્યા. હિન્દુસ્તાનના મહાન સ્મૃતિકાર મનુએ એ વાતનો ઉલ્લેખ કરેલો છે. એ કહે છે કે આ દેશની પ્રજા સૌથી પહેલાં જન્મેલી છે, અને સુધારણા તથા સંસ્કારની દુનિયામાં પણ સૌથી આગળ છે. આ પ્રજાની પાસેથી પૃથ્વીની બીજી પ્રજાઓએ ઉત્તમ જીવનના આદર્શ ઉપદેશમંત્રોનું શિક્ષણ લેવું. મનુ મહારાજના મૂળ શબ્દો આ રહ્યા : 'એતદ્દેશપ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રશિક્ષેરન્ પૃથ્વિવ્યાં સર્વમાનવાઃ.’

એમાં મનુ મહારાજે 'એતદ્દેશપ્રસૂતસ્ય’ એવો શબ્દપ્રયોગ કરેલો છે. 'આ દેશમાં જન્મેલી’ એમ કહીને એમણે સંસ્કૃતિના સ્વર્ણશિખર પર પહોંચેલી આર્ય પ્રજાનો પરિચય આપ્યો છે, અને એ પ્રજાએ પૃથ્વીની બીજી પ્રજાઓને આદર્શ જીવનના રહસ્યમંત્રો શીખવવા એવી સૂચના કરી છે. આર્યો કોઈ પણ બહારના પ્રદેશમાંથી નહોતા આવ્યા પરંતુ દેશમાં જ જન્મ્યા હતા એવો એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે એ સંબંધી કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન જ નથી રહેતું. ઊલટું, એ હકીકત સ્પષ્ટ બને છે કે સંસ્કૃતિમાં અગ્રગણ્ય ગણાતા આર્યો હિન્દુસ્તાનની બહાર જઈને જુદા જુદા દેશોમાં ધર્મ તથા સંસ્કૃતિનો પ્રચાર કરતા હતા. દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિના જે જુદા જુદા અવશેષો મળે છે એના પરથી એ હકીકતને સમર્થન મળે છે.

આ વિષયનો વિચાર એક બીજી રીતે પણ કરી શકાય. કોઈ પ્રજા પોતાના મૂળ ઉદ્ ભવસ્થાનને મૂકીને જ્યારે બીજા દેશમાં જાય છે ત્યારે પોતાની સાથે પોતાનું રાજ્યબંધારણ, પોતાના સામાજિક રીતરિવાજો, પોતાની સમાજરચના, જીવનપદ્ધતિ, ખાસિયતો કે પોતાનાં સાંસ્કૃતિક રહસ્યો તથા મૂલ્યોને પણ લેતી જાય છે. એનો ત્યાગ એ નથી કરતી. બીજા પ્રદેશના સાંસ્કૃતિક પ્રવાહની અસર નીચે એ ધીરે ધીરે આવતી જાય તો પણ એ રહસ્યો તથા મૂલ્યોનાં અંકુરો તો એની પાસે રહી જ જાય છે, અને એ અંકુરો એની જીવનપદ્ધતિમાં તથા એના સાહિત્યમાં પ્રકટ થાય છે. પોતાની જન્મભૂમિ પ્રત્યેના પ્રેમને, એની વિશેષતાને, તથા રાષ્ટ્રીય ગૌરવને એ સંપૂર્ણપણે નથી ભૂલતી. એ વસ્તુ એના અંતરઆત્મામાં ઓતપ્રોત થઈને કે એના પ્રાણ સાથે વણાઈ જઈને એના સ્વભાવનું અમૂલખ અંગ બની ગઈ હોય છે.

એ દ્રષ્ટિએ જોતાં, આર્યો જો હિન્દુસ્તાનની બહારથી આવ્યા હોત તો તેમની સાથે તેમના શસ્ત્રોને લેતા આવત, તેમની વિશિષ્ટ જીવનપદ્ધતિઓને લાવત, અને એમના સાહિત્યમાં એમના મૂળ દેશનું, એ દેશની પ્રજા, ઋતુ, તથા નદીઓનું ક્યારેક પણ વર્ણન કરત. પરંતુ વેદમાં શું જોવા મળે છે ને શેનું વર્ણન છે ? ગંગા, યમુના, સિંધુ ને સરસ્વતી જેવી નદીઓનું, સમુદ્રનું, ઉષા અને સંધ્યાનું, શરદ, વસંત ને વર્ષા જેવી ઋતુઓનું, સુંદર ફળોનું, હિમાલયનું, યજ્ઞોનું, ગણરાજ્યોનું, બ્રાહ્મણ જેવા વર્ણોનું અને બ્રહ્મચર્ય જેવા આશ્રમોનું, તપસ્વીઓનું તથા તેમના વિશાળ સ્થાનોનું, વેદ અને પછીના વિભિન્ન સાહિત્ય વૈભવવાળી પ્રજા એના સાહિત્યમાં હિન્દુસ્તાનને જ પોતાનો દેશ કહે છે. એમાં વર્ણવાયલી જીવનવ્યવસ્થા, વર્ણાશ્રમવ્યવસ્થા અને બીજી નાનીમોટી વિગતો દુનિયાના બીજા કયા દેશમાં જોવા મળે છે ? વેદકાળમાં એ વિગતો, વિષયો ને વસ્તુઓનું દર્શન બીજે ક્યાં થતું હતું ?

જો આર્યો કોઈ બીજા દેશના વતની હોત, તો એ દેશનું ગૌરવગીત ગાવાનો પ્રયત્ન એમણે પોતાના સાહિત્યમાં સ્વાભાવિક રીતે જ કર્યો હોત. પોતાની નદીઓ, ઋતુ કે પર્વતોની સ્મૃતિ કરીને એમણે એમને અક્ષરદેહમાં અંજલિ આપી હોત. પરંતુ એમના સાહિત્યમાં તો હિન્દુસ્તાન જ ધબકે છે. એ હિન્દુસ્તાનના જ નિવાસી હતા એટલે હિન્દુસ્તાનનું જયગાન જ એમને માટે સહજ હતું.

ગુલામ દેશને બધા પ્રકારની છૂટ ના હોય એ સમજી શકાય એવું છે. એનો ઈતિહાસ પણ બીજાની મારફત જ લખાતો જાય એટલે એની દ્રષ્ટિ તથા રચના પણ જુદી જ હોય. પણ હવે તો દેશ આઝાદ થયો છે. એટલે પોતાની પ્રજાના મનમાં સંભ્રમ પેદા કરનારી તથા લઘુતાગ્રંથિ ભરનારી એવી અવળવાણી દૂર કરવી જ રહી. ઈતિહાસના આરંભમાં જ આપવામાં આવતી એ ઊંધી માહિતી દેશને માટે નામોશીરૂપ છે. હવે દેશનો નવો ઈતિહાસ લખાય છે ત્યારે, દેશની સરકાર ને દેશના ઈતિહાસકાર એ હકીકતને સુધારીને દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવશે ? -યોગેશ્વરજી આ લેખ અહીં વાંચો --યોગેશ કવીશ્વર (talk)

વધુ ઉદાહરણો

[ફેરફાર કરો]
  • આ કહેવાતા ઇતિહાસમાં આપણા પુરણોમાં વર્ણવવામાં આવેલા પ્રાચીન ઇતિહાસનો સંપૂર્ણપણે-સોએસો ટકા છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. એના પરથી જ સાબિત થઈ જાય છે કે આ અંગ્રેજોનો શીખવાડેલો ખોટો ઇતિહાસ છે. આ દેશનું નામ શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતરાજાના નામ પરથી પડ્યું છે તેનો પણ અહીં દર્શાવેલા ઇતિહાસમાં ઉલ્લેખ કરવાની તસ્દી લેવામાં આવી નથી.
  • ઋતુ મંડલ પર આર્યો વિદેશથી આવ્યના ઇતિહાસ સામે વાંધો ઉઠાવતો આ લેખ અને તેના સંદર્ભો પણ વાંચોઃ-

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની કે ઈસ્કમતી – ચનાબ, વીતસ્તા – ઝેલમ, વીપાસ – બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ – ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં). આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.

  1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.
  2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?
  3. ઋગ્વેદમાં દેવ કે રાજાને “શહેરોનો ધ્વંસ કરનાર” એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!
  4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.
  5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.
  6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.
  7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?
  8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.

[૧]

  1. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં “-3102-02-18 12:00″ નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે ‘સમુદ્ર’નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે? 11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો? 12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને ‘રા’ કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ ‘રા’ એટલે સુર્ય. 13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે. 14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે. 15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે. 16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ. આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં. --યોગેશ કવીશ્વર (talk)

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization – David Frawley
  2. http://www.harappa.com/indus/indus1.html
  3. http://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

રામાયણકાળ

[ફેરફાર કરો]

શ્રી રામ ભારતમાં અમુક લાખ વર્ષો પૂર્વે થયા. (સત્યયુગ) તે સમયમાં રામની આદર્શ રાજ્ય શાસન વ્યવસ્થા, તેના આદર્શ સંસ્કારો અને ત્યારની જીવનશૈલી પર નજર કરતા એમ જણાય છે કે ત્યારે પણ ભારતમાં જંગલી પ્રજા નહિ પણ શિષ્ટ અને ઉચ્ચ પ્રકારની આદર્શવાદી પ્રજાનો વસવટ હતો. ત્યારના ઋષીઓનું જ્ઞાન પણ જૂઓ. રામે બાંધેલો પુલ પણ મળી આવ્યો છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રમ્થ છે અને તેમાં જે જ્ઞાન છે તે એટલું ઉત્કૃષ્ઠ છે કે આજનું કોઇ પણ જ્ઞાન તેની તુલનામાં આવી શકે નહિ. એ પણ એક સાબિતિ છે કે તે સમયે આપણી પ્રજા જ્ઞાનમાં ઘણી જ આગળ પડતી હતી. જ્યારે આપણા દેશનો ઇતિહાસ સાવ ખોટો ભણાવવામાં આવે છે.--યોગેશ કવીશ્વર (talk)

પુરાણોના સંદર્ભો માન્ય નથી.

[ફેરફાર કરો]

ઉપરોક્ત શીર્ષક પ્રમાણે. --KartikMistry (talk) ૧૧:૩૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

તે સિવાયના ઘણા સંદર્ભો ઉપર આપેલા છે. (--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૪૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST))[ઉત્તર]
માત્ર ત્રણ? એમાંનો એક બ્લોગ છે, એકની કડી કે પુસ્તક ISBN ક્રમ નથી. --KartikMistry (talk) ૧૬:૩૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

સર વીલીયમ જોન, ડો. બુહલેર અને બીજા ઓરીએન્ટાલીસ્ટ દ્વારા શીટ એન્કર(sheet achor) બનાવામાં આવી હતી. તેમને ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત ગુપ્ત વછે બોવ મોટા લોચા કર્યા છે. જે હજી સુધી પુસ્તકમાં આવે છે. આ સીટ એન્કર નો ઘણા ઇતીહાકારોએ વીરોધ કર્યો છે.પુરાણોમાં ઇતીહાસ અંગ્રેજી સભ્યાતા કરતા જુનો હોવોથી અંગ્રેજએ પુરાણોને સ્વીકર ના કર્યા અને તેમને ગપ ગોલા માની લેવામાં આવ્યા.ખુદ રોમીલા થાપર પુરણને ઇતિહાસનો એક સંદર્ભ માને છે જોવોThe Past Before Us By Romila Thapar અંગ્રેજોએ પોતાની સંસ્કૃતી ઉચ્ચ રાખવા ઘાણા ખોટા ભ્રમમા પાડે એવા ઇતીહાસ લખ્યા છે જેને હાલ મા યુરોસેન્ટ્રીકeurocentism કહેવામા આવે છે. ભારતીયા ઇતીહાસમાં યુરોસેન્ટ્રીસમ માટે જોવો Charges of Eurocentrism in Indian mathematics. ઇજીપ્ત, આફ્રીકા અને બીજા દેશ પણ ઇતીહાસ બાબતે યુરોસેન્ટ્રીસમ ના સીકાર છે. અંગ્રેજો દ્વારા અન્ય દેશના ઇતીહાસ સાથે કરેલો ભેદભાવ માટે જોવો Eight Eurocentric HistoriansBy James Morris Blaut--Raghvendra99674010 (ચર્ચા) ૧૨:૦૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]