ચર્ચા:માહિતીનો અધિકાર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મારો અનુભવ[ફેરફાર કરો]

ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ૨૬.૧.૨૦૦૧ના ભુકંપ પછી સરકારી કે અર્ધ સરકારી ઘણાં મકાનો બાંધવામાં આવ્યા. જેમકે વડા પ્રધાન રાહત ફંડમાંથી સરકારી હાઈસ્કુલો. આ મકાનોમાં ઘણાંની નોંધણી રાજ્યના માર્ગ અને મકાન, જાહેર બાંધકામ ખાતામાં થઈ નથી. મેં કચ્છના જીલ્લા શીક્ષણાધીકારીને અરજી કરી અને એમણે હાઈસ્કુલના પ્રીન્સીપાલને તબદીલ (ટ્રાન્સફર) કરી. શીક્ષણ ખાતાના સચીવને અરજી કરી તો એમણે એક કમીશ્નરને તબદીલ કરી એમણે બાંધકામ સાખાને અને બાંધકામ સાખાએ પાછી કચ્છના જીલ્લા શીક્ષણાધીકારીને કરી. મેં રાજ્યના મુખ્ય સચીવ (ચીફ સેક્રેટરી)ને અરજી કરી તો એણે માર્ગ અને મકાન બાંધકામ સાખાના અગ્ર સચીવ (પ્રીન્સીપલ સેક્રેટરી)ને ટ્રાન્સ્ફર કરી. અગ્ર સચીવે અધીક સચિવ અને ચીફ ઈજનેરને તબદીલ કરી અને ચીફ ઈજનેરે છ અધીક્ષક ઈજનેરોને ટ્રાન્સફર કરી. પછી તો ચીફ એક્સ્યુટીવ ઈજનેરો અને ડેપ્યુટીવ ઈજનેરો સુધી ટ્રાન્સફર થઈ. હજી મકાનોની નોંધણી થવાનું આજની તારીખમાં બાકી છે.Vkvora2001 (talk) ૦૭:૫૭, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]

મેરા ભારત મહાન!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૫, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]